Hair Care : હોળી (Holi) ના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી છે. રંગોનો તહેવાર એટલે હોળી! ભારત દેશમાં આ તહેવારના દિવસે વિવિધ કલરના ઉપયોગ કરી હોળી રમવામાં આવે છે. આમ આનંદ ઉત્સાહ સાથે આ પર્વથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે ઘણીવાર આ રંગો તમારા વાળને નુકસાન કરી શકે છે. વાળમાં કલર લાગવાથી બરઝટ થઇ જાય છે. વાળમાં આ કલર લાંબા સમય સુધી રહે છે. ત્યારે હેયર કેર (Hair Care) કરવી ખુબજ જરૂરી છે,

આ પણ વાંચો: Holi 2024 : ધૂળેટી પર ધરે જ બનાવો સરળ રીતે નેચરલ કલર, આર્ટિફિશ્યલ રંગોથી શરીરને છે આટલા નુકસાન
વાળની સંભાળ રાખવા માટે હોળી રમતા પહેલા અને રંગો રમતા પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખો જેથી વાળને નુકસાન થતા બચાવી શકાય છે. અહીં આયુર્વેદિક રીત જણાવી છે જે તમારા હેયર માટે અસરકારક સાબિત થઇ શકે છે.વાળની સંભાળ રાખવા માટે હોળી રમતા પહેલા અને રંગો રમતા પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખો જેથી વાળને નુકસાન થતા બચાવી શકાય છે. અહીં આયુર્વેદિક રીત જણાવી છે જે તમારા હેયર માટે અસરકારક સાબિત થઇ શકે છે.
આ પણ વાંચો: Petroleum Jelly : ચહેરા પર પેટ્રોલિયમ જેલી લગાવવી કેટલી અસરકારક?
હેયર કેર ટિપ્સ
- વાળમાં તેલ લગાવો : હોળી રમવા જાઓ તે પહેલાં વાળમાંથી ગૂંચ કાઢો ત્યારબાદ હેયર તેલ લગાવો. આ માટે તમે કોઈપણ આયુર્વેદિક તેલ અથવા ઘરે બનાવેલ નેચરલ ઓઇલનો ઉપયોગ કરી શકો છો.
- વાળને બાંધી કવર કરો : કલરથી હોળી રમતી વખતે સરસ રીતે વાળ બાંધો અને શક્ય હોય તો વાળને નેપકીન બાંધી કવર કરો.
- હોળી રમ્યા પછી વાળમાં કલર નીકળવવા કાંસકો અથવા હેર બ્રશની મદદથી બધા વાળને હળવા હાથે કોમ્બિંગ કરો.
- હેયરવોશ કરતા પહેલા વાળ પર સારા હેર માસ્કનો ઉપયોગ કરો. આ માટે તમે દહીં આમળાનો રસ, અરીઠા પાવડર અને શિકેકાઈ જેવી નેચરલ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો. હેર માસ્ક લગાવો છો વાળ પર લગભગ 20 થી 30 મિનિટ સુધી લગાવી રકહો. તે વાળને કન્ડીશનીંગ આપે છે ને વાળમાં લાગેલા કલરને સરળતાથી દૂર કરી શકે છે.
- શેમ્પુ કરો : હેર માસ્ક કર્યા પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. જો તમે જે શેમ્પૂનો ઉપયોગ કરો છો તેમાં કેમિકલનું પ્રમાણ વધુ હોય તો તે તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. તેથી કલરથી રમ્યા પછી વાળ ધોતી વખતે સારા માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો.
- ગરમ ટુવાલથી બાંધો : તમારા હેયરવોશ કર્યા પછી ગરમ પાણીમાં પલાળેલા ટુવાલથી 10-20 મિનિટ સુધી બાંધીને રાખો. જેથી તમારા વાળને સ્ટીમ મળશે અને હેયરને નેચરલ સાઈન મળશે.
જો તમે હોળી રમતા પહેલા અને હોળી રમ્યા પછી આ ટિપ્સ અપનાવો છો. તો તમારા વાળને નુકસાન થવાથી બચાવી શકો છો. સાથે જ વાળ બરછટ થવાથી અને હેયર ફોલની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.





