શું તમે પણ ચોમાસામાં કોબી અને ફુલાવર ખાઓ છો? આ 5 ટિપ્સ અંદર છુપાયેલા કીડાને તરત જ દૂર કરશે

વરસાદની ઋતુમાં લીલા શાકભાજીમાં કીડા હોવા એ સામાન્ય બાબત છે. આવી સ્થિતિમાં જો તમે પણ વરસાદમાં કોબી અને ફુલાવર ખાઈ રહ્યા છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે

Written by Ashish Goyal
July 15, 2025 23:17 IST
શું તમે પણ ચોમાસામાં કોબી અને ફુલાવર ખાઓ છો? આ 5 ટિપ્સ અંદર છુપાયેલા કીડાને તરત જ દૂર કરશે
વરસાદની ઋતુમાં ઘણી વખત ભેજના કારણે કોબી અને ફુલાવરમાં કીડા પડવા લાગે છે (તસવીર - સોશિયલ મીડિયા)

how to remove insects from cabbage and cauliflower : કોબી અને ફુલાવર ઘણા લોકોને ખાવામાં પસંદ પડે છે. જોકે વરસાદની ઋતુમાં ઘણી વખત ભેજના કારણે તેમાં કીડા પડવા લાગે છે. વરસાદની ઋતુમાં લીલા શાકભાજીમાં કીડા હોવા એ સામાન્ય બાબત છે. આવી સ્થિતિમાં જો તમે પણ વરસાદમાં કોબી અને ફુલાવર ખાઈ રહ્યા છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. તેમાં રહેલા કીડા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેમાં રહેલા કીડાઓને તમે કેટલાક ઘરેલુ ઉપચારથી સરળતાથી દૂર કરી શકો છો. અહીં અમે તમારા માટે લાવ્યા છીએ 5 ઘરેલૂ ઉપાય, જેની મદદથી તમે તેમાં રહેલા કીડાઓને સરળતાથી દૂર કરી શકો છો.

સિરકો અથવા વિનેગરનો ઉપયોગ કરો

કોબી અને ફુલાવર જેવા લીલા શાકભાજીમાંથી કીડાઓને દૂર કરવા માટે તમે સિરકો અથવા વિનેગરનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક બાઉલમાં 1 ચમચી સફેદ સિરકો મિક્સ કરો તેમાં શાકને થોડા સમય માટે ડુબાડી રાખો. તેનાથી કીડા સરળતાથી દૂર થઈ જશે.

ગરમ પાણીમાં મીઠું નાખી તેમાં પલાળો

કોબી કે ફુલાવર કાપ્યા બાદ ગરમ પાણીમાં મીઠું નાખીને થોડો સમય પલાળી દો. લગભગ 10થી 15 મિનિટ સુધી તેમાં રાખ્યા બાદ કીડા અને ગંદકી સરળતાથી બહાર આવી જશે.

કાપતી વખતે ધ્યાન રાખો

કોબી અને ફુલાવર જેવા શાકભાજી કાપતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. આ શાકભાજીને કાપતી વખતે તેના નાના-નાના ટુકડા કરી લો. તેમના દરેક ટુકડાઓને પણ ઝીણવટથી તપાસો. આમ કરવાથી નાનામાં નાનો કીડો પણ સરળતાથી જોવા મળશે.

આ પણ વાંચો – કારેલાની કડવાશ કેવી રીતે દૂર કરવી? આ 5 દેશી ઉપાય અજમાવો, શાક બનશે લાજવાબ

બેકિંગ સોડાથી સાફ કરો

બેકિંગ સોડાથી તમે કોબી અને ફુલાવરમાં રહેલા જીવજંતુઓને પણ દૂર કરી શકો છો. આ માટે એક વાસણમાં પાણી લો. હવે તેમાં 1 ચમચી બેકિંગ સોડા ઉમેરો અને તેમાં કોબીને 10 મિનિટ સુધી પલાળી રાખો. આ પછી શાકભાજીને ચોખ્ખા પાણીથી ધોઈ લો.

માઇક્રોવેવમાં શાકભાજી ગરમ કરો

કીડાઓને દૂર કરવા માટે માઈક્રોવેવની મદદ પણ લઈ શકો છો. આ માટે સૌ પ્રથમ કોબી કે ફુલાવરને કાપીને બરાબર ધોઈ લો. હવે તેને માઇક્રોવેવમાં 1-2 મિનિટ સુધી હળવું ગરમ કરી લો. આનાથી અંદર છુપાયેલા કીડા બહાર આવી જાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ