રજાઇ અને ધાબળામાંથી આવી રહી છે અજીબ ગંધ? આ રીતે ઘરેલું ઉપાયથી દૂર કરો

how to remove smell from blanket : જો તમારી રજાઈ અને ધાબળામાં પણ દુર્ગંધ આવે છે તો તમે કેટલાક ઘરેલું ઉપચારોને અનુસરીને આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. આ તમારા સમય અને પૈસા બંનેની બચત કરશે

how to remove smell from blanket : જો તમારી રજાઈ અને ધાબળામાં પણ દુર્ગંધ આવે છે તો તમે કેટલાક ઘરેલું ઉપચારોને અનુસરીને આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. આ તમારા સમય અને પૈસા બંનેની બચત કરશે

author-image
Ashish Goyal
New Update
how to remove smell from blanket

રજાઈ અને ધાબળામાં દુર્ગંધ આવે છે તો તમે કેટલાક ઘરેલું ઉપચારોને અનુસરીને આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો (તસવીર : પિન્ટરેસ્ટ)

how to remove smell from blanket : શિયાળાની ઋતુમાં રજાઈ અને ધાબળામાંથી ઘણીવાર ખરાબ દુર્ગંધ આવવા લાગે છે, જેના કારણે ઊંઘમાં ઘણી તકલીફ પડે છે પરંતુ એલર્જી અથવા ત્વચામાં બળતરા થવાનું જોખમ પણ રહે છે.

Advertisment

લોકો સામાન્ય રીતે ધાબળામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે ડ્રાય ક્લીન કરે છે. જો તમારી રજાઈ અને ધાબળામાં પણ દુર્ગંધ આવે છે તો તમે કેટલાક ઘરેલું ઉપચારોને અનુસરીને આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. આ તમારા સમય અને પૈસા બંનેની બચત કરશે.

રજાઈ અને ધાબળાને તડકામાં સુકવી દો

રજાઈઓ અને ધાબળા પરથી દુર્ગંધ દૂર કરવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તેમને તડકામાં સૂકવી દો. તડકામાં હાજર યુવી કિરણો બેક્ટેરિયાને દૂર કરે છે, જે આપોઆપ દુર્ગંધ દૂર કરે છે. જો તડકો વધારે હોય તો ધાબળો 2-3 કલાક સુધી રાખો. તમે તેને વચ્ચે વચ્ચે પલટાવી પણ શકો છો. તેનાથી ભેજને સરળતાથી નીકળી જાય છે.

બેકિંગ સોડાથી ધાબળાની ગંધ દૂર કરો

રજાઈ-ધાબળાની ગંધ દૂર કરવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે રજાઈ અથવા ધાબળા પર બેકિંગ સોડા હળવેથી છાંટી 1-2 કલાક માટે છોડી દો. તે પછી તેને ચોખ્ખા કપડાથી ધોઈ લો. આ રીતે બેકિંગ સોડા ધાબળા પરથી ભેજ દૂર કરે છે અને દુર્ગંધ દૂર થઈ જાય છે.

Advertisment

આ પણ વાંચો - કાશ્મીરમાં હિમવર્ષા દરમિયાન આ સ્થળોનો કરો પ્રવાસ, હંમેશા યાદગાર રહેશે

નેચરલ ફ્રેશનરનો છંટકાવ કરો

ધાબળામાંથી આવતી દુર્ગંધ દૂર કરવા માટે ઘણા લોકો કેમિકલ્સ વાળા ફેબ્રિક ફ્રેશનરનો ઉપયોગ કરે છે, જે ક્યારેક ખતરનાક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં તમે ઘરે કુદરતી ફ્રેશનર બનાવી શકો છો. આ માટે લીંબુનો રસ, પાણી અને એસેંશિયલ તેલના થોડા ટીપાં મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. તેને રજાઈ અને ધાબળા પર હળવેથી છંટકાવ કરો અને તેને થોડા સમય માટે ખુલ્લી હવામાં છોડી દો. તેનાથી પણ દુર્ગંધ દૂર થાય છે.

જીવનશૈલી