Cauliflower Cleaning Tips In Gujarati : ફ્લાવર શિયાળામાં આવતી શાકભાજી છે. ફ્લાવરનું શાક હોય કે પરાઠા ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. નાના બાળકોથી લઈને પુખ્ત વયના લોકો ફ્લાવરનું શાક શોખથી ખાય છે. શિયાળો આવતા જ બજારમાં ફ્લાવર આવવાનું શરૂ થઇ ગયું છે. ઘણી વખત ફ્લાવરની અંદર જીવાત હોય છે, જેના કારણે અમુક લોકો તે ખાવાનું ટાળે છે.
ઘણી વખત તો ફ્લાવરમાં ઇયળ જીવાત દેખાતી પણ નથી હોતી. આવી સ્થિતિમાં જીવાત સાથે ફ્લાવર ખવાઇ જવાનો ડર રહે છે. તમારી સમસ્યા દૂર કરવામાં આ સમાચાર મદદરૂપ થશે. અહીં ફ્લાવર માંથી જીવાત બહાર કાઢવાની સરળ રીત જણાવી છે. આ સાથે જ, અહીં અમે તમને જણાવીશું કે ફ્લાવર ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ.
ફ્લાવર માંથી જીવાત બહાર કાઢવાની સરળ રીત
સૌ પ્રથમ, ફ્લાવરના મોટો મોટા ટુકડા કાપી લો. પછી ફ્લાવરમાં જીવાત કે ઇયળ છે કે નહીં તે સારી રીતે જુઓ. આ પછી, ફ્લાવરા ટુકડા એક વાસણમાં મૂકો. પછી તેમા પાણી રેડી ફ્લાવરને સારી રીતે ધોઇ લો. આમ કરવાથી ઇયળ બહાર આવી જશે. તેમ છતાં ઘણી વખત ઇયળ અંદર રહી જાય છે.
આવી સ્થિતિમાં એક વાસણમાં ફુ્લાવરના ટુકડાને ગરમ પાણીમાં સહજે ઉકાળો. ઉકળતા પાણીમાં એક ચમચી મીઠું અને એક ચમચી હળદર ઉમેરો. તેને લગભગ 10 મિનિટ સુધી ધીમી આંચ પર રહેવા દો. પછી ગેસ બંધ કરો. ફ્લાવરને પાણીમાં જ રહેવા દો. થોડી વાર પછી પાણીમાંથી ફલાવર બહાર કાઢી લો. આમ કરવાથી, ફ્લાવરની અંદર રહેલી ઇયત ગરમ પાણીમાં બહાર આવી જશે.ે
ફ્લાવરમાં ઈયળ છે કે નહીં આ રીતે ચકાસો
ફ્લાવર ખરીદતી વખતે, તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જ્યારે પણ તમે બજારમાં ફ્લાવર ખરીદવા જાઓ છો, ત્યારે સૌ પ્રથમ, તેને ધ્યાનથી જુઓ. જો કોઈ ભાગ પર કાળા અથવા ભૂરા ડાઘ અથવા નાના કાણા દેખાય છે, તો આવું ફ્લાવર ખરીદશો નહીં. તેમા ઇયળ કે જીવાત હોઈ શકે છે. ફ્લાવરની કળીઓ અને દાંડી પણ ચકસો. અહીં પણ જંતુઓ હોઇ શકો છો. હંમેશા વજનદાર અને તાજું ફ્લાવર ખરીદવું જોઇએ.