એસી અને કૂલર વગર આવી રીતે ઠંડો કરો પોતાનો રુમ, ગરમીમાં પણ એકદમ કૂલ રહેશે રૂમ

આગઝરતી ગરમીથી રાહત મેળવવા માટે તમારા રૂમને ઠંડો કરવાના કેટલાક સરળ ઉપાયો છે. તમે તે અપનાવી એસી અને કૂલર વગર પણ રૂમ ઠંડો કરી શકો છો

આગઝરતી ગરમીથી રાહત મેળવવા માટે તમારા રૂમને ઠંડો કરવાના કેટલાક સરળ ઉપાયો છે. તમે તે અપનાવી એસી અને કૂલર વગર પણ રૂમ ઠંડો કરી શકો છો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
house cool without AC, house cool without cooler

house cool without AC, house cool without cooler

how to room cool in summer without ac and cooler : ઉનાળાની સિઝન શરુ થઇ ગઇ છે અને દિવસે દિવસે તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. ઘણા લોકોએ ગરમીથી રાહત મેળવવા માટે એસી અને કૂલરનો ઉપયોગ શરૂ કરી દીધો છે. જોકે આગઝરતી ગરમીથી રાહત મેળવવા માટે તમારા રૂમને ઠંડો કરવાના કેટલાક સરળ ઉપાયો છે.

Advertisment

એસી-કૂલર વિના ઓરડાને કેવી રીતે ઠંડો કરવો?

બારી અને દરવાજા ક્યારે ખોલવા?

રૂમને ઠંડો કરવા માટે બારી-બારણાંનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે. સવારે અને રાત્રે તમારા રૂમની બારીઓ ખુલ્લી રાખો. તેનાથી ઘરમાં તાજી અને ઠંડી હવા આવશે. દિવસ દરમિયાન રૂમ ગરમ ન થાય તે માટે પડદા અને વિંડો બ્લાઇંડ્સનો ઉપયોગ કરો. તેનાથી રૂમ ગરમ થશે નહીં.

ઓરડામાં માટીના વાસણમાં પાણી રાખો

તમારે ઓરડામાં માટીના વાસણમાં પાણી રાખવું જ જોઇએ. તેનાથી રૂમનું વાતાવરણ એકદમ શાંત રહેશે. તમે લીલા છોડ પણ વાવી શકો છો. રૂમમાં સ્નેક પ્લાન્ટ, એલોવેરા, મની પ્લાન્ટ વગેરે રાખવાથી હવા ઠંડી અને શુદ્ધ રહે છે.

આ પણ વાંચો - નવરાત્રીમાં આ રીતે પોતાની ફિટનેસનું રાખો ધ્યાન, જુઓ ડાયેટ પ્લાન

Advertisment

રુમને ડિક્લટર કરો

ઉનાળાની ઋતુમાં ઓરડાને ડિક્લટર કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે પણ રૂમમાં વધુ વસ્તુઓ રાખતા હોવ તો તરત જ રૂમમાંથી બિન જરૂરી વસ્તુઓ હટાવી દો. આનાથી ઓરડો હવાઉજાસવાળો રહેશે. જો તમે પણ તમારા રૂમમાં આમતેમ કપડાં રાખતા હોવ તો તેને સારી રીતે વાળીને કબાટમાં રાખી દો.

પુસ્તકો અને ન્યૂઝપેપરને યોગ્ય સ્થાને રાખો

જો તમે તમારા રૂમમાં અભ્યાસ કરો છો અથવા અખબાર રાખો છો, તો સૌથી પહેલાં તેના માટે કોઈ જગ્યા પસંદ કરો. તમે તેને ઓરડાના એક ખૂણામાં મુકી શકો છો.

ઉનાળો જીવનશૈલી