તુલસીના છોડને સુકાઈ જવાથી કેવી રીતે બચાવવો? આ ઉપાયથી શિયાળામાં પણ છોડ હર્યો ભર્યો રહેશે

લોકો ઘણીવાર ફરિયાદ કરે છે કે ઠંડી શરૂ થતાની સાથે જ તેમના ઘર અને આંગણામાં લગાવેલો તુલસીનો છોડ સુકાઈ જવા લાગે છે. અહીં જણાવી રહ્યા છીએ કે તુસલીની સંભાળ કેવી રીતે રાખવી, જેથી તે શિયાળામાં પણ હરી ભરી રહે

Written by Ashish Goyal
October 29, 2025 15:37 IST
તુલસીના છોડને સુકાઈ જવાથી કેવી રીતે બચાવવો? આ ઉપાયથી શિયાળામાં પણ છોડ હર્યો ભર્યો રહેશે
તુલસીના છોડને સુકાવવાથી બચાવવાની ઘણી રીતો છે (તસવીર - પિન્ટરેસ્ટ)

Tulsi ke paudhe ko hara bhara kaise rakhen : હવામાન બદલાઈ રહ્યું છે. ઠંડીની શરૂઆત ધીમે-ધીમે થઇ રહી છે. આવી સ્થિતિમાં તેની અસર મનુષ્યની સાથે સાથે પ્રાણીઓ અને છોડ ઉપર પણ થાય છે. લોકો ઘણીવાર ફરિયાદ કરે છે કે ઠંડી શરૂ થતાની સાથે જ તેમના ઘર અને આંગણામાં લગાવેલો તુલસીનો છોડ સુકાઈ જવા લાગે છે. અહીં જણાવી રહ્યા છીએ કે તુસલીની સંભાળ કેવી રીતે રાખવી, જેથી તે શિયાળામાં પણ હરી ભરી રહે.

સૌ પહેલા જાણો કે તુસલીનો છોડ શા માટે સુકાઈ જાય છે?

તુલસીમાં વધુ પાણી ઉમેરવાથી ઘણી વખત તુલસી સુકાઈ જાય છે. આ સિવાય ખરાબ માટી, ફંગસ અથવા કીડા લાગવાથી પણ આમ થાય છે. તુલસીના છોડને પૂરતો સૂર્યપ્રકાશ ન મળવો, તાપમાનમાં ઘટાડો અથવા ઠંડીને કારણે પણ છોડ સુકાઈ જાય છે.

તુલસીના છોડને સુકાવવાથી કેવી રીતે બચાવવો?

લીમડો અને હળદર

તુલસીના છોડને સુકાવતાથી અટકાવવા માટે તમારે સમયાંતરે તેમાં લીમડાનું પાણી રેડવું જોઈએ. આમ કરવાથી છોડ લીલો છમ રહે છે. તમે તેમાં લીમડો પાઉડર અથવા એક ચપટી હળદર પાવડર પણ ઉમેરી શકો છો.

આ પણ વાંચો – ઘરે 100% પ્યોર નારિયેળનું તેલ કેવી રીતે બનાવવું? જાણો સરળ રીત

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

ઠંડા હવામાનમાં છોડને વધુ પાણીની જરૂર હોતી નથી. આ કિસ્સામાં છોડની માટી સૂકી હોય ત્યારે જ છોડને થોડું પાણી આપો. જમીનને ઢીલી કરો, જેથી હવા મૂળ સુધી જઇ શકે. સૂકા અથવા કરમાઈ ગયેલા પાંદડા તરત જ કાપી નાખો. તુલસીના છોડની વૃદ્ધિ માટે લગભગ 5 થી 5 કલાકના સૂર્યપ્રકાશની જરૂર હોય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ