/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Banana_4cad1a.jpg)
કેળા ખાવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે (Pics : Freepik)
How To Store Banana For Long Time : કેળા ખાવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે. ઘણીવાર લોકો જીમ કરતા પહેલા અને પછી કેળા ખાય છે. તેને ખાવાથી શરીરમાં ત્વરિત ઉર્જા મળે છે. જો કે ઘણી વખત લોકો બજારમાંથી કેળા ખરીદીને ઘરે લાવે છે અને તે થોડા જ સમયમાં ખરાબ થવા લાગે છે. આવી સ્થિતિમાં તેને તાજા રાખવા એ એક પડકાર છે.
કેળા ઝડપથી બગડી જાય છે
કેળાને કોઈ વિશેષ રીતે લાંબા સમય સુધી તાજા રાખી શકાય છે. આ કેળાને ઘણા દિવસો સુધી બગડતા અટકાવશે. કેળાને તે ફળોમાં સામેલ કરવામાં આવે છે, જે ખૂબ જ ઝડપથી બગડે છે અને કાળા થવા લાગે છે. તમે તેને એક સરળ ઉપાય સાથે યોગ્ય રીતે સ્ટોર પણ કરી શકો છો, જે તેને લાંબા સમય સુધી તાજા રાખશે.
કેળાને અલગ-અલગ કરો સ્ટોર
તમે કેળાને ગુચ્છામાં સ્ટોર કરવાને બદલે અલગથી સંગ્રહિત કરો. આનાથી કેળા લાંબા સમય સુધી તાજા રહેશે. કેળાને એકસાથે રાખવાથી એક કેળું પાકી જાય કે એક કેળું બગડી જાય તો છે બીજાને પકવી દે છે અથવા ખરાબ કરી નાખે છે. આવી સ્થિતિમાં તમે કેળાને અલગ-અલગ રાખીને તેને ફ્રેશ રાખી શકો છો.
આ પણ વાંચો - લાંબા સમય સુધી આદુને સ્ટોર કેવી રીતે કરવું? ફ્રેશ રાખવા માટે અપનાવો આ અનોખી ટીપ્સ!
કેળાની ડાળીઓને એલ્યુમિનિયમ ફોઇલથી લપેટી દો
બજારમાંથી કેળા ખરીદ્યા બાદ તમે તેની દાંડીને ફોઇલમાં લપેટી શકો છો. કેળાની ડાળીમાંથી ઇથિલિન ગેસ છૂટો પડે છે, જેના કારણે કેળા ઝડપથી પાકે છે. આવી સ્થિતિમાં જો તમે તેના દાંડીને પ્લાસ્ટિક રેપ અથવા એલ્યુમિનિયમ ફોઇલથી લપેટશો તો ગેસ બહાર આવશે નહીં અને કેળા લાંબા સમય સુધી તાજા રહેશે. આ ઉપાયથી તમે કેળાને એક અઠવાડિયા સુધી તાજા રાખી શકો છો.
કેળાને ખુલ્લી જગ્યામાં સંગ્રહિત કરો
કેળાને તમે ખુલ્લી જગ્યાએ સ્ટોર કરીને લાંબા સમય સુધી તાજા રાખી શકો છો. તમે તેને ફ્રૂટ બાસ્કેટ અથવા હેંગિંગ હોલ્ડરમાં રાખી શકો છો. કેળાને ક્યારેય ડબ્બામાં કે પ્લાસ્ટિકની થેલીઓમાં ન રાખવા જોઈએ. જેનાથી કેળા જલ્દી ખરાબ થઈ જાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us