Human Body Genes: મનુષ્ય બે પગ પર સીધા- ટટ્ટાર કેમ ચાલે છે? માનવ શરીરમાં ખાસ જનીન શોધ્યો હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો

Hhuman Walk Upright : વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે, આદિમાનવ જેના કારણે બે પગ ઉપર ચાલવામાં સક્ષમ બન્યો છે, તેવા જનીન શોધી કાઢ્યા છે

Written by Ajay Saroya
July 22, 2023 01:07 IST
Human Body Genes: મનુષ્ય બે પગ પર સીધા- ટટ્ટાર કેમ ચાલે છે? માનવ શરીરમાં ખાસ જનીન શોધ્યો હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો
બે પગ પર ચાલવાની ક્ષમતાએ માનવના બંને હાથો વડે સાધનો ચલાવવા સક્ષમ બનાવ્યા. (વિકિમીડિયા ફાઉન્ડેશન)

Bipedal locomotion : આદિમાનવ આજે આધુનિક માનવ બની ગયો છે અને આ વિકાસમાં તેણે પોતે કરેલા શોધ-સંશોધને મોટી ભૂમિકા ભજવી છે. જો આદિમાનવે લાખો વર્ષો પહેલા બે પગ પર સીધા ચાલવાનું શરૂ કર્યુ ન હોત તો, આજે મનુષ્યના બંન્ને હાથ કોઇ કામગીરી કરવા કે સંશોધન કરવામાં અસક્ષમ હોત અને આટલો વિકાસ પણ થઇ શક્યો ન હોત. આદિમાનવે બે પગે ચાલવાનું શિખ્યા બાદ તેણે તેના બે હાથનો કાર્યાત્મક ઉપયોગ શરૂ કર્યો હતો. બાયપેડલ લોકોમોશન – જે બે પગ ઉપર ચાલવા માટેના શબ્દ તરીકે વપરાય છે, તેને આપણા ઉત્ક્રાંતિના ઇતિહાસમાં સૌથી મોટી પ્રગતિ માનવામાં આવે છે. હવે, વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે, આદિમાનવ જેના કારણે બે પગ ઉપર ચાલવામાં સક્ષમ બન્યો છે, તે જનીન શોધી કાઢ્યું છે.

કોલંબિયા યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, સંશોધકોએ ઉંડા અભ્યાસ અને જિનોમ- વાઇડ એસોસિએશનના સંશોધનને સંયુક્ત રીતે જોડીને જિનોમ રિજન્સ (જિનોમ પ્રદેશો)નો પ્રથમ નકશો તૈયાર છે, જે પ્રાઈમેટ્સમાં અસ્થિરતંત્રના ફેરફારો માટે જવાબદાર છે જેના કારણે સીધા ચાલવાની ફરજ પડે છે. આ નકશો દર્શાવે છે કે જનીનો કે જેના કારણે આ ફેરફારો થયા છે તે પ્રાકૃતિક પસંદગી દ્વારા મજબૂત રીતે સમર્થિત હતા, જેનાથી આદિમાનવોને ઉત્ક્રાંતિનો લાભ મળ્યો છે.

જનરલ સાયન્સમાં પ્રકાશિત એક અધ્યયનના સહ-લેખક તારજિંદર સિંહે એક પ્રેસ નિવેદનમાં કહ્યુ કે, “વધુ વ્યવહારુ સ્તરે, અમે જેનેટિક વેરિયન્ટ્સ અને અસ્થિતંત્રના લક્ષણોને પણ ઓળખી કાઢ્યા છે જે હિપ, ઘૂંટણ અને પીઠના સાંધા સાથે સંકળાયેલા છે, જે અમેરિકામાં વયસ્ક વિકલાંગતાના મુખ્ય કારણો છે.”

આ અભ્યાસ માટે, સંશોધકોએ યુકે બાયોબેંકમાંથી 30,000થી વધુ પૂર્ણ-શરીરના એક્સ-રેનું વિશ્લેષણ કર્યું અને એક્સ-રેને પ્રમાણિત કરવા, ગુણવત્તાની સમસ્યાઓ દૂર કરવા અને તે ઘણા અસ્થિતંત્રના લક્ષણોને ચોક્કસપણે માપવા માટે ઊંડો અભ્યાસ અને અલ્ગોરિધમનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો- રોબર્ટ ઓપનહેઇમર – પરમાણુ બોમ્બના જનક, જેમને જીવનભર તેમની શોધ વિશે પસ્તાવો રહ્યો

ત્યારબાદ તેઓએ રંગસૂત્ર વિસ્તારોને પસંદ કરવા માટે હ્યુમન જીનોમનું સ્કેન કર્યું જે 23 મહત્વપૂર્ણ અસ્થિતંત્રમાં વિવિધતા સાથે સંકળાયેલા હતા. ઉદાહરણ તરીકે, ખભાની પહોળાઈ, ધડની લંબાઈ અને ટિબિયા-થી-ફેમર કોણ. આ વિશ્લેષણથી અસ્થિતંત્ર એટલે કે શરીરના હાડકાંના વિકાસને નિયંત્રિત કરતા જનીનો સાથે સંકળાયેલા 145 વિસ્તારો શોધી કાઢ્યા.

તેમણે નોંધ્યુ કે, આ 145 ભાગોમાંથી ઘણા માનવ જીનોમના “એક્સિલેરેટેડ રિજન્સ” સાથે ઓવરલેપ છે, જે વિશાળ વાનરોમાં સમાન રિજનની તુલનામાં સમય જતાં ખૂબ ઝડપથી વિકસિત થયા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ