What causes hypersomnia: હાઇપરસોમેનિયા એક એવો સ્લીપિંગ ડિસઓર્ડર છે. આ રોગમાં વ્યક્તિને દિવસે પણ ઊંઘ આવે છે. કોઈ પણ બહાનું બનાવીને વ્યક્તિ દિવસે પણ ઊંઘ લે છે. વધારે ઊંઘ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. આનાથી શરીરમાં એનર્જી ઓછી થાય છે. વ્યક્તિ માનસકિ અને શારીરિક રૂપથી કમજોર થઇ જાય છે.
જાણકારના મત અનુસાર મોડી રાત શુદ્ધિ મોબાઈલ સ્ક્રોલ કરવાથી હાઇપરસોમેનિયાની બીમારી થઇ છે. અધ રિસર્ચ મુજબ મોબાઈલ ફોન માંથી નીકળતા રેડિએશન ઊંઘને પ્રભાવિત કરે છે. સાથે, રાત્રે સૂતી વખતે આલ્કોહોલનું સેવન, ધૂમ્રપાન અને કોફી પીવાથી ઊંઘ આવતી નથી. જો કે, કેટલાક લોકો એવા હોય છે જેમને ગમે ત્યારે ઊંઘ આવી જાય છે. ક્યારેક એવું પણ બને છે કે આ લોકો દિવસ દરમિયાન પણ સૂઈ જાય છે. આ એક રોગ છે જેને હાઇપરસોમનિયા કહેવાય છે. આ રોગમાં વ્યક્તિ સતત ઊંઘમાં રહે છે, તે ઊંઘ માટે કોઈને કોઈ બહાનું શોધતો રહે છે.
હાઇપરસોમેનિયા કોને કહેવાય?
ક્લિવલેન્ડ ક્લિનિક અનુસાર Hypersomnia પુરુષોની તુલતામાં મહિલાઓમાં વધુ જોવા મળે છે. લગભગ 5% વસ્તીને આ રોગ પ્રભાવિત કરે છે. તેનું સામાન્ય રીતે કિશોરાવસ્થા અને યુવાવયે (લગભગ 17 થી 24 વર્ષ)ની ઉમરેમાં તેનું નિદાન કરી શકાય છે.
હાઇપરસોમેનિયાના કારણ?
ક્લીવલેન્ડ ક્લિનિકલ અનુસાર હાઇપરસોમેનિયાના મોટાભાગના કિસ્સામાં કારણ અજ્ઞાત હોઈ છે. એક્સપેર્ટએ મગજ અને મગજના મેરુ દ્વવ્યમાં ન્યુરોટ્રાન્સમીટરની સંભવિત ભૂમિકાઓને જોઈ છે જેમાં હાઇપોકેટરિન/ ઓરેક્ષીન, ડોપામાઈન, હિસ્ટામાઇન, સેરોટોનિન અને ગામા- એમિનોબ્યુટીક એસિડ સામીલ છે. ઈડીયોપેથીક હાઇપરસોમેનિયાના 39% લોકોમાં પારિવારિક ઇતિહાસ હોવાને કારણે એક આનુવંશિક બીમારી પણ હોઈ શકે છે.
ઊંઘ ડિપ્રેશનનું કારણ બને છે
ડો.હેમંત શર્માના જણાવ્યા મુજબ, આપણે જાણીએ છીએ કે વધુ ઊંઘવાથી ડિપ્રેશન થાય છે. વધુ ઊંઘ લેવાથી મગજમાં ડોપામાઈન અને સેરોટોનિન હોર્મોન્સનું સ્તર ઘટે છે. જો તમે વધુ ઊંઘશો તો આખો દિવસ ચિડાઈ જશો.
હૃદય અને યાદશક્તિ નબળી પડી જાય છે
ક્લેવલેન્ડ ક્લિનિકના જણાવ્યા અનુસાર, જે લોકો વધુ ઊંઘે છે તેમને હૃદય રોગનો ખતરો રહે છે. એટલું જ નહીં, વધુ પડતી ઊંઘ તમારી યાદશક્તિને પણ અસર કરે છે. વધુ પડતી ઉંઘ લેવાથી યાદશક્તિ નબળી પડે છે.
હાયપરસોમનિયાના લક્ષણો
હેલ્થ લાઈન મુજબ, હાયપરસોમનિયાના લક્ષણોમાં ભૂખ ન લાગવી, વારંવાર ઊંઘ ન આવવી, ચીડિયાપણું, તણાવ અને હતાશા સાથે જીવવું, યાદશક્તિમાં ઘટાડો, દિવસની બેચેની અને ગભરાટના હુમલાનો સમાવેશ થાય છે.
હાયપરસોમનિયા માટે ઉપાયો
ક્લેવલેન્ડ ક્લિનિકના જણાવ્યા અનુસાર, જો તમને ઉપરોક્ત કોઈપણ લક્ષણો દેખાય તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. આ એક સામાન્ય રોગ છે, પરંતુ મુસાફરી દરમિયાન હાઈપરસોમનિયા ખતરનાક સાબિત થઈ શકે છે. આ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. તમારી ઊંઘવાની શૈલી અને સ્થિતિ પણ બદલો. સાંજે કસરત બિલકુલ ન કરો. કેફીનયુક્ત ખોરાક અને આલ્કોહોલ બિલકુલ ટાળો.