શું વધુ પડતો આઈસ્ક્રીમ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે? આહાર નિષ્ણાત શું કહે છે?

આઈસ્ક્રીમના સેવન અને હૃદયના સ્વાસ્થ્ય વચ્ચેની કડી શું તે મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ક્લિનિકલ ડાયટિશિયન વેદિકા પ્રેમાણી સમજાવે છે

Written by shivani chauhan
August 20, 2024 07:00 IST
શું વધુ પડતો આઈસ્ક્રીમ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે? આહાર નિષ્ણાત શું કહે છે?
શું વધુ પડતો આઈસ્ક્રીમ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે? આહાર નિષ્ણાત શું કહે છે?

જો તમને મીઠાઈઓ, આઇસક્રીમ (Ice Cream) વગેરે સ્વીટ ચીજો ખાવી પસંદ છે તો તમને તમારા લન્ચ કે ડિનર બાદ તરત સ્વીટ ખાતાજ હસો. ઘણા લોકોને જમ્યા બાદ આઈસ્ક્રીમ ખાવી પસંદ ભરાયેલો છે તેથી તેઓ ફ્રિજમાં વધારે આઈસ્ક્રીમ પણ રાખતા હોય છે. પરંતુ શું દરરોજ સ્વીટ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે? અહીં જાણો

આઈસ્ક્રીમના સેવન અને હૃદયના સ્વાસ્થ્ય વચ્ચેની કડી શું તે મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ક્લિનિકલ ડાયટિશિયન વેદિકા પ્રેમાણી સમજાવે છે, પ્રેમાણીએ જણાવ્યું હતું કે ‘આઈસ્ક્રીમમાં સામાન્ય રીતે સંતૃપ્ત ફેટી એસિડ્સ અને શર્કરા વધુ હોય છે અને તેનું વધુ પડતું સેવન કાર્ડિયોવેસ્ક્યુલર રોગો, સ્થૂળતા અને ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે.’

આ પણ વાંચો: Raksha Bandhan 2024 : બહારની મીઠાઈઓ નહિ, આ રીતે ઘરેજ બનાવો સરળ રીતથી હેલ્ધી નો સુગર ઓટ્સ લાડુ, માત્ર 10 મિનિટમાં બની જશે, જાણો ખાસ રેસીપી

સંતૃપ્ત ચરબી શરીરમાં એલડીએલનું સ્તર અથવા ‘ખરાબ કોલેસ્ટ્રોલ’ વધારી શકે છે, આ એથરોસ્ક્લેરોસિસ તરફ દોરી શકે છે, અને બદલામાં, હાર્ટ એટેક અને અન્ય કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓની શક્યતા વધારે છે. જો તમે નિયમિતપણે આઈસ્ક્રીમનો આનંદ માણવા માંગતા હો તો સંભવિત સ્વાસ્થ્ય જોખમોને ઘટાડવા માટે આખા અઠવાડિયા દરમિયાન તેને મધ્યમ માત્રામાં ખાવાની ભલામણ કરવામાં આવે છે.

આ પણ વાંચો: Sabji Tips: શાક દાઝી ગયું અને ઘરે મહેમાન આવી રહ્યા છે, દાદીમાની આ ટીપ્સ અજમાવો

આ ઓપ્શન ટ્રાય કરો

  • બજારમાં ઉપલબ્ધ જિલેટોસ અને સોરબેટ જેવા વિવિધ ફોર્મ્યુલેશન અને ટેક્સચરમાં ઓછી ચરબીવાળો વિકલ્પ પસંદ કરવો સરળ છે. જિલેટોસ એ આઈસ્ક્રીમ જેવું લાગે છે જે મુખ્યત્વે દૂધ અને ક્રીમમાંથી બને છે ણીમાં દૂધ વધારે અને ક્રીમ ઓછી હોય છે. જ્યારે સોરબેટ એ ડેરી-ફ્રી અને ઇંડા વિનાના વિકલ્પો છે જે ફળોની પ્યુરી અને જ્યુસમાંથી બને છે.
  • સોરબેટ પાણી આધારિત હોય છે અને આમ સામાન્ય રીતે કેલરી અને ચરબી ઓછી હોય છે, જેઓ તેમના સેવન પર કંટ્રોલ કરવા માંગે છે તેમના માટે તે એક શ્રેષ્ઠ પસંદગી છે.

જો કે, દરેક આઈસ્ક્રીમની કેલરી, ચરબી અને ખાંડની સામગ્રીને સમજવા માટે પોષણના લેબલ્સ વાંચીને પસંદગી કરવાની સલાહ આપવામાં આવે છે.

જો તાજા અને નિયંત્રિત સામગ્રી સાથે જેમ કે, ફળો ઉમેરીને બદામ, ઓછી ચરબીવાળું દૂધ અથવા દહીં અને સીડ્સ ઉમેરીને આઈસ્ક્રીમને ઘરે આરોગ્યપ્રદ બનાવી શકાય છે. નહિંતર, માર્કેટની આઈસ્ક્રીમમાં ચરબી, ખાંડ અને કેલરી વધુ હોય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ