/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Tricolor-Ribbon-Badge.jpg)
તમે ઘરે 15 ઓગસ્ટ સાથે જોડાયેલી ક્રિએટિવ વસ્તુઓ બનાવી શકો છો
Happy Independence Day 2024, 15 August : 15 ઓગસ્ટ આવી રહી છે અને આ દિવસ બાળકો માટે ખાસ છે. તેમને શાળામાંથી ઘણી બધી ક્રિએટિવ વસ્તુઓ કરવા અને ઘણા બધા પ્રોજેક્ટ્સ મળે છે. આવી સ્થિતિમાં ઘણીવાર એવું કહેવામાં આવે છે કે બાળકો પોતાના માટે તિરંગાની બૈચ બનાવી લાવે કે પછી પોતાના માટે રિસ્ટ બેન્ડ બનાવીને લાવે. ઘણી વખત તેમને ત્રિરંગાની કેપ બનાવી અને પહેરીને આવવાનું પણ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં જાણો 15 ઓગસ્ટ સાથે જોડાયેલી આ 3 ક્રિએટિવ વસ્તુઓ કેવી રીતે બનાવનની
તિરંગા રિસ્ટ બેન્ડ કેવી રીતે બનાવવો?
- ત્રિરંગો રિસ્ટ બેન્ડ બનાવવા માટે તમે આ વસ્તુઓની મદદ લઈ શકો છો.
- ત્રણ રંગના સ્કેચ લો.
- રિબન નારંગી, સફેદ અને લીલી લો.
- બ્લ્યુ સ્કેચ, ગુંદર અને ડબલ ટેપ.
- હવે તમારે એક સફેદ ચાર્ટ પેપર લેવાનું છે.
- તેમાં ત્રણ લીટીઓ બનાવો અને ત્રણેયને ત્રિરંગાના ત્રણ રંગોથી ભરી દો.
- આ પછી ચાર્ટના ખુણામાં ત્રણ ટપકાં બનાવો અને તેમાં ત્રણેય રંગો બાંધી લો.
- તિરંગા રિસ્ટ બેન્ડ તૈયાર થઇ જશે.
ત્રિરંગાના બૈચ કેવી રીતે બનાવશો?
- તિરંગાની બૈચ બનાવવા માટે તમે એક ચાર્ટ પેપરને ગોળાકાર ડિઝાઇનમાં કાપી લો.
- તેમા તમે સ્કેચ પેનથી તિરંગાનો રંગ ભરી લો.
- ત્યારબાદ તેને સેફ્ટી પિન સાથે શર્ટ કે ડ્રેસમાં મૂકી દો.
આ પણ વાંચો - આ વખતે 15 ઓગસ્ટે ઝાંસીમાં દેશભક્તિની ભાવના વધારતા આ એતિહાસિક સ્થળોની મુલાકાત લો
બીજી રીત એ છે કે કાગળને દિલના આકારમાં કાપી લો. ત્યારબાદ એક ચાર્ટ પેપર લઈને તેની મધ્યમાં વાદળી રંગના સ્કેચથી ચક્ર બનાવીને લગાવો. ત્યારબાદ ત્રણેય રંગોને ચારે બાજુથી કલર કરીને ભરો અને પછી આ ડિઝાઇનોને ગોળ ડિઝાઇનમાં જ એક સાથે ચોંટાડો. હવે આ બૈચને સેફ્ટી પિનની મદદથી લગાવો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/tiranga-cap-.jpg)
તિરંગા કેપ કેવી રીતે બનાવશો?
તિરંગાની કેપ બનાવવી ખૂબ જ સરળ છે. તમે એક પેપર કાર્ડ લો અને તેને તમારા માથાની સાઇઝ પ્રમાણે કાપી લો. હવે તેમાં ત્રણ લીટીઓ બનાવીને ત્રણેયને ત્રણ રંગોથી રંગી દો. આ પછી તેની વચ્ચે વાદળી રંગનું ચક્ર બનાવો. તમારે કાગળને ચંદ્રના આકારમાં કાપીને ત્રિરંગાના રંગથી ભરવાનો છે. પછી તેને ગોળ કાર્ડમાં ચોંટાડી દો. આ બંનેને સાથે જોશો તો એ કેપ જેવું લાગશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us