/indian-express-gujarati/media/media_files/2026/01/26/makhandi-halwa-recipe-2026-01-26-18-19-42.jpg)
Makhandi Halwa Recipe : મખંડી હલવો બનાવવાની રીત. Photograph: (Social Media)
Makhandi Halwa Recipe In Gujarati : મીઠાઇ વગર ભારતીય ભોજનની થાળી અધૂરી ગણાય છે. ભારતમાં લગ્ન પ્રસંગ અને તહેવારો પર ખાસ મીઠાઇ બનાવવાની પરંપરા છે. સોજી, દૂધ, ગાજર અને ડ્રાયફૂટ્સ માંથી વિવિધ પ્રકારની મીઠાઇ બનાવે છે અને લોકો હોંશે હોંશે ખાય છે. જો તમે હલવો ખાવાના શોખીન છો, તો અહીં મુઘલ યુગની મશહૂર મીઠાઇ મંખડી હલવા બનાવવાની રેસીપી આપી છે. ઓછી સામગ્રીમાં ફટાફટ બની જતો મંખડી હલવો તેના અદભુત સ્વાદ માટે વખણાય છે.
મખંડી હલવો કેમ ખાસ છે?
મખંડી હલવો સામાન્ય સોજીના હલવાથી થોડોક અલગ હોય છે. તેમા દૂધમાં પલાળેલી સોજી અને કેરેમલાઇઝ થયેલી ખાંડનો ઉપયોગ થાય છે, જેનાથી હલવાને એક અદભુત સ્વાદ, સુગંધ અને રંગ મળે છે. ઘી, ડ્રાયફ્રૂટ્સ અને એલચી પાઉડર માંથી મખંડી હલવો બને છે. આ હલવાનો સ્વાદ નાના બાળકો થી લઇ વૃદ્ધિ લોકોને પસંદ આવે છે.
Makhandi Halwa Recipe Ingredients : મખંડી હલવો બનાવવા માટે સામગ્રી
- સોજી
- દૂધ
- ઘી
- ખાંડ
- ડ્રાયફૂટ્સના ટુકડા
- એલચી પાઉડર
Makhandi Halwa Recipe : મખંડી હલવો બનાવવાની રીત
મખંડી હલવો બનાવવા માટે સૌથ પ્રથમ સોજીને 15 મિનિટ દૂધમાં પલાળી રાખો. તેનાથી સોજી નરમ થશે અને હલવો બનાવતી વખતે સારી રીતે રંધાશે.
કાજુ, બદામ, પિસ્તા અને અખરોટના નાના ટુકડા કરો, પછી તેને કઢાઇમાં ઘી ગરમ કરો, તેમા ડ્રાયફૂટ્સના ટુકડા સાંતળી લો. ઘીમાં ફ્રાય કરેલા ડ્રાયફૂટ્સનો સ્વાદ અદભુત હોય છે.
હવે એક કઢાઇમાં ઘી ગરમ કરો, તેમા દૂધમાં પલાળેલી સોજી શેકો. સોજી ગેસ પર મીડિયમ તાપ પર શેકતી વખતે હલાવતો હશે. સોજી સહેજ ગોલ્ડન થાય અને સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકો.
એક વાસણમાં ઘી ગરમ કરો, પછી તેમા ખાંડ ધીમા તાપે ઓગાળો.
હવે ખાંડ ઓગળીને બ્રાઉન થાય અને સુગંધ આવવા લાગે એટલે દૂધ ઉમેરો. દૂધ ઉમેરતી વખતે સાવધાની રાખો કે, ખાંડનું મિશ્રણના છાંટા ન ઉડે. પછી તેને ધીમા તાપે ઉકાળો.
હવે કેરેમાઇલ દૂધના આ મિશ્રણને શેકેલી સોજીમાં રેડો અને સારી રીતે મિક્સ કરો. સોજીને સતત હલાવતો રહો, જ્યાં સુધી તે ઘટ્ટ ન થાય.
હલવો ઘટ્ટ થાય પછી તેમા ઘીમાં શેકેલા ડ્રાયફૂટ્સના ટુકડા અને એલચી પાઉડર ઉમેરો. તેને થોડીક મિનિટ સુધી પકવાની ગેસ બંધ કરો. ગરમાગરમ મુઘલ યુગની મીઠાઇ મખંડી હલવો તૈયાર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us