Indori Poha Recipe : પૌંઆ સૌથી સહેલો અને સ્વાદિષ્ટ નાસ્તો છે. તેને બનાવવામાં લગભગ 15 મીનિટનો સમય લાગે છે. પરંતુ તમે તપેલીમાં ડુંગળી, મરચાં અને વટાણા શેકીને જે પૌંઆ ખાઈ રહ્યા છો તે મહારાષ્ટ્રીયન પૌંઆ છે અને ઇન્દોરી પૌંઆ આના કરતા બિલકુલ અલગ છે. ઇન્દોરી પૌંઆ બનાવવાની આખી રેસિપી એકદમ અલગ છે. એટલું જ નહીં તેમાં વપરાતી વસ્તુઓ કે મસાલા ઉમેરવાની રીત સાવ અલગ હોય છે. તેને બનાવવામાં વાસણનો ઉપયોગ પણ અલગ છે. તો ચાલો જાણીએ કેવી રીતે બનાવાય ઇન્દોરી પોહા પરંતુ તે પહેલા જાણીએ કે તે નોર્મલ પૌંઆથી કેવી રીતે અલગ છે.
નોર્મલ પૌંઆથી કેવી રીતે અલગ છે ઇન્દોરી પૌંઆ
- સૌથી પહેલા તો ઈન્દોરીમાં પૌંઆ માટે જાડા પૌંઆ લેવા પડે છે, જ્યારે નોર્મલ પૌંઆમાં તમે કોઈપણ પૌંઆ લઇ શકો છો.
- ઈન્દોરી પૌંઆ માટે તેને પાણીમાં પલાળીને રાખવાના નથી, બસ તેને પાણીથી ધોઈને કાઢી લો.
- ઇન્દોરી પૌંઆને બાફવામાં આવે છે અને તેને કડાઇની અંદર પકાવવામાં આવતા નથી નથી. પરંતુ તેની ઉપર મૂકીને પકાવવામાં આવે છે. એટલે કે કડાઇમાં પાણી, ઉપર એક થાળી અને તેના પર પૌંઆ રાખવામાં આવે છે.
- ઈન્દોરી પૌંઆમાં ડુંગળી કે વટાણાનો ઉપયોગ થતો નથી. તેમાં મગફળી અને નમકીન સેવ નાખવામાં આવે છે.
- વરિયાળી અને ખાંડ એ ઇન્દોરી પૌંઆનો પ્રાણ છે.
- લીંબુ અને ધાણાના સર્વ કરતા સમયે નાખવામાં આવે છે.
- તેમાં મરચું અને કોથમીર સિવાય કોઈ શાકભાજીનો ઉપયોગ થતો નથી.
- સામાન્ય પૌંઆમાં લોકો ડુંગળી, લીલા મરચાં અને વટાણા અને ગાજર જેવા શાકભાજીને રાંધીને તેના ઉપપ પૌંઆ નાખીને બનાવે છે.
કેવી રીતે બનાવશો ઈન્દોરી પૌંઆ
સામગ્રી
- જાડા પૌંઆ લો
- તેલ
- રાઇ
- જીરુ
- વરિયાળી
- લીલા મરચાં
- કરી પત્તા
- હળદર
- હીંગ
- ખાંડ
- મીઠું
- મગફળી
- જિરાવન મસાલા માટે કાળું મીઠું, વરિયાળી, હીંગ, જીરું, ધાણા, કાળા મરી, તજ, લાલ મરચાં અને તમાલપત્રોને શેકી નાખો. આ પછી પાવડરની જેમ પીસી નાખો.
- લીંબુ, કોથમીરના પાન અને નમકીન સેવ.
આ પણ વાંચો – વરસાદની મોસમમાં આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવો ટેસ્ટી-ક્રિસ્પી અને ફૂલેલો હાંડવો
ઇન્દોરી પૌંઆ બનાવવાની રીત
- પૌંઆને પાણીથી ધોઈને એક વાસણમાં રાખી દો.
- હવે પહેલા એક કડાઇ લો અને તેમાં તેલ નાખીને ગરમ થવા દો.
- તેલ ગરમ થાય એટલે તેમાં રઇ, વરિયાળી, જીરું, કરી પત્તા અને ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરો.
- ઉપરથી હળદર ઉમેરો.
- તડાકો તૈયાર થાય એટલે પૌંઆની અંદર તે નાખી દો.
- આ દરમિયાન તેમાં મીઠું અને ખાંડ ઉમેરો.
- હવે હાથથી પૌંઆ મિક્સ કરો.
- આ પછી એક કડાઇ લો અને તેમાં પાણી ભરો. તેને ઉકળવા દો અને તેના પર એક થાળી મૂકો.
- થાળી ઉપર પૌંઆને રાખી દો જેવી રીતે એક પર્વત બનાવી રહ્યા હોય તેમ.
- હવે ગેસની બીજી બાજુ એક કડાઇમાં થોડું તેલ નાખીને શિંગદાણાને તળી લો.
કેવી રીતે પીરસશો?
ઈન્દોરી પૌંઆ પીરસવાનું ખાસ છે. તેમાં પહેલા પૌંઆ નાખો, ઉપર શીંગદાણા અને પછી જીરાવન મસાલો નાખો. ઉપર થોડો લીંબુનો રસ નાખો અને ધાણા ઉમેરો. પછી તેમાં વચ્ચેથી કાપેલા લીલા મરચાં ઉમેરો અને તેમાં સેવ ઉમેરો. હવે તેને સર્વ કરો. આ રીતે તૈયાર છે તમારો ઇન્દોરી પૌંઆ.





