/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Rava-dosa-recipe.jpg)
Rava Dosa Recipe : રવા ઢોસા રેસીપી. (Photo: Social Media)
Instant Rava Dosa Recipe In Gujarati: સવારે નાસ્તો બનાવતી વખતે સ્ત્રીઓને ઘણી વાર ચિંતા થતી હોય છે કે આજે નાસ્તામાં શું બનાવવું? આ સવાલ તેમને ઘણી વાર સતાવતો હોય છે. સવારે બાળકોને સ્કૂલ કે કોલેજ જવાનું હોય છે અને પતિને ઓફિસે જવાનું હોય છે. ઘણા ઘરોમાં મહિલાઓ જ બધુ કામ જાતે કરે છે. આવી સ્થિતિમાં, તેમને સવારે ઘણું કામ કરવાનું હોય છે. તેમાંથી સમય કાઢવો અને દરરોજ કંઈક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ બનાવવું ખૂબ જ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, તમે નાસ્તામાં કેટલીક વાનગીઓ અજમાવી શકો છો જે બનાવવામાં ઓછો સમય લે છે. આવી સ્થિતિમાં તમે રવા ઢોસા ટ્રાય કરી શકો છો.
રવા ઢોસા બનાવવવા માટે સામગ્રી
- રવો / સોજી - 1 કપ
- મેંદો - 2 નાની ચમચી
- ચોખાનો લોટ - 1/2 કપ
- દહીં - 3 મોટી ચમચી
- ડુંગળી - ઝીણું સમારેલું
- લીલું મરચું - 1 ઝીણું સમારેલું
- આદુ - 1 ચમચી ઝીણું સમારેલું
- મીઠા લીમડાના પાન - 5-7
- લીલું કોથમીર
- મીઠું - સ્વાદ મુજબ
- તેલ
- બેંકિંગ સોડા કે ઇનો - 1 ચમચી
રવા ઢોસાનું ખીરું બનાવવાની રીત
રવા ઢોંસા બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં સોજી લો. તેમાં મેંદાનો લોટ અને ચોખાનો લોટ ઉમેરો. હવે ઝીણી સમારેલી ડુંગળી આદુ અને મીઠા લીમડાના પાન, કાળા મરી પાવડર અને દહીં ઉમેરો. ખીરાને પાતળું કરવા માટે થોડુંક પાણી ઉમેરી બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો. ઢોંસાના ખીરાને 10 મિનિટ સુધી ઢાંકી રાખી મૂકો.
રવા ઢોંસા રેસીપી
હવે ઢોંસા બનાવવા માટે એક નોન સ્ટીલ તવાને ગરમ કરો. તેના પર થોડુંક તેલ લગાવો. એક ચમમી ઢોસાનું ખીરું પેન પર સારી રીતે ગોળ પાથરી લો. પાતળા ઢોંસા બનાવવા માટે ખીરું હંમેશા પાતળું રાખવું જોઇએ, જેથી ખીરું તવા પર ફેલાવવામાં સરળતા રહે.
રવા ઢોસાને ક્રિસ્પી શેકો
ઢોસાને મધ્યમ આંચ પર બંને બાજુથી શેંકો. એક બાજુ સહેજ ગોલ્ડન બ્રાઉન શેકાયા બાદ બીજી બાજુથી શેકો. આ ઢોંસા વધુ ટેસ્ટી બનાવવા માટે બટાકાનું સ્ટફિંગ કે લાલ મરચાની ચટણી પણ લગાવી શકાય છે. સોજીના ક્રિસ્પી રવા ઢોસા તૈયાર છે. રવા ઢોંસા નારિયેળની ચટણી સાથે સર્વ કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us