Garlic Dhokla Recipe : ઇન્સ્ટન્ટ લાઈવ લસણિયા ઢોકળા રેસીપી, નરમ અને ચટાકેદાર, માત્ર 15 મિનિટમાં બની જશે

Lasaniya Dhokla Recipe In Gujarati : ઇન્સ્ટન્ટ લાઈવ લસણિયા ઢોકળા ખાવામાં નરમ અને ચટાકેદાર હોય છે. અહીં માત્ર બે સામગ્રી માંથી ઇન્સ્ટન્ટ લાઈવ લસણિયા ઢોકળા બનાવવાની રીત જણાવી છે.

Lasaniya Dhokla Recipe In Gujarati : ઇન્સ્ટન્ટ લાઈવ લસણિયા ઢોકળા ખાવામાં નરમ અને ચટાકેદાર હોય છે. અહીં માત્ર બે સામગ્રી માંથી ઇન્સ્ટન્ટ લાઈવ લસણિયા ઢોકળા બનાવવાની રીત જણાવી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Garlic dhokla Recipe | Live dhokla Recipe | dhokla Recipe | Instant Live Dhokla Recipe | Lasaniya Dhokla Recipe | Gujarati dhokla Recipe

Lasaniya Dhokla Recipe In Gujarati : લસણિયા ઢોકળા બનાવવાની રીત. (Photo: @FoodShyama)

Gujarati Garlic Dhokla Recipe : ઢોકળા ગુજરાતની પ્રખ્યાત વાનગી છે. ઢોકળા ચોખા અને દાળના લોટમાંથી બને છે. ઢોકળા વિવિધ પ્રકારના હોય છે - સાદા ઢોકળા, લાઈવ ઢોકળા, સેન્ડવિચ ઢોકળા વગેરે. ગરમાગરમ લાઈવ ઢોકળા નરમ અને સ્પોન્જી હોય છે, જે ખાવામાં બહુ ચટાકેદાર અને સ્વાદિષ્ટ લાગે છે. અહીં ચણાના લોટ અને સોજી માંથી ઇન્સ્ટન્ટ લાઈવ લસણિયા ઢોકળા બનાવવાની રીત જણાવી છે.

Advertisment

ઇન્સ્ટન્ટ લાઈવ લસણિયા ઢોકળા બનાવવા માટે સામગ્રી

  • ચણાનો લોટ : 2 વાટકી
  • સોજી : 1 કપ
  • ખાટું દહીં : 1 કપ
  • સુકું લસણ : 10 - 12 નંગ
  • લાલ મરચું પાઉડર : 2 ચમચી
  • હળદર : 1 ચમચી
  • મીઠું : સ્વાદ અનુસાર
  • લીંબુનો રસ : 1/2 ચમચી (વૈકલ્પિક)
  • તેલ : 2 ચમચી
  • પાણી : 1/2 કપ
  • બેકિંગ સોડા : 1/2 ચમચી
  • રાઇ : 2 નાની ચમચી
  • સફેદ તલ : 2 નાની ચમચી
  • મીઠા લીમડાના પાન : 10 - 12 નંગ

ઇન્સ્ટન્ટ લાઈવ લસણિયા ઢોકળા બનાવવાની રીત

ઢોકળા બનાવવા માટે સૌથી એક મોટા વાસણમાં 2 વાટકી ચણાનો લોટ ચાળી લો. પછી તેમા 1 કપ સોજી, 1 કપ ખાટું દહીં અને 1 ચમચી મીઠું ઉમેરો. બધી સામગ્રી બરાબર મિક્સ કરી ઘટ્ટ ખીરું બનાવો. જો ખીરું બહુ ઘટ્ટ હોય તો અડધો કપ પાણી ઉમેરો. ઢોકળાના ખીરાને 10 મિનિટ રાખી મૂકો.

આ દરમિયાન 10 થી 12 નંગ સુકા લસણની કળી અને 2 ચમચી લાલ સુકું મરચું પાઉડર ખાંડણીમાં ખાંડી લો. મિક્સર જારમાં પીસીને પણ લસણની ચટણી બનાવી શકાય છે.

Advertisment

હવે ઢોકળાના ખીરામાં અડધી ચમચી બેકિંગ સોડા અને 1 ચમચી તેલ ઉમેરી બરાબર ફેટી લો. સોજી પાણી શોષી લે છે, તેથી જો ખીરું બહુ ઘટ્ટ થઇ ગયું હોય તો તેમા અડધો કપ જેટલું પાણી ઉમેરી સહેજ પાતળું કરો. આ ખીરાના 3 સરખા ભાગ પાડો. એક ભાગમાં લસણની ચટણી મિક્સ કરો.

એક સ્ટીમરમાં પાણી ગરમ કરો. એક ટ્રે કે થાળીમાં તેલ લગાવો, તેમા ઢોકળાનું ખીરું પાથરો. થાળી સ્ટીમરમાં મૂકી ઢોકળા 5 મિનિટ સુધી બાફો. પછી લસણની ચટણી વાળું ખીરું પાથરી 2 મિનિટ સુધી સ્ટીમ કરો. ત્યાર બાદ તેની ઉપર ફરી સાદું ખીરું પાથરો અને 5 થી 7 મિનિટ સુધી ફરી બાફો. આ દરમિયાન ખીરા ઉપર સહેજ સુકું લાલ મરચું ભભરાવો.

આ પણ વાંચો | સુરત ફેમસ પનીર ચીઝ ગોટાળો રેસીપી, હોટેલ જેવા ટેસ્ટ માટે ઘરે આ રીતે બનાવો

ઢોકળા બરાબર બફાઇ જાય એટલે થાળી સ્ટીમર માંથી બહાર કાઢી લો. ઢોકળાને કટર કે ચાકુ વડે ચોરસ કટ કરી લો. એક કઢાઇમાં 2 - 3 ચમચી તેલ ગરમ કરો. તેમા મીઠા લીમડાના પાંદડા, 2 ચમચી રાઇ અને સફેદ તેલ તતડાવો. આ વઘારને ઢોકળા પર રેડો. ગરમાગરમ ઇન્સ્ટન્ટ લાઇવ લસણિયા ઢોકળા શિયાળામાં ખાવાની મજા પડશે. લસણિયા ઢોકળા સવારે કે સાંજે નાસ્તામાં ખાઇ શકાય છે.

ભોજન રેસીપી જીવનશૈલી