Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Dosa-Recipe.jpg)
Instant Vegetable Dosa Recipe: ઇન્સ્ટન્ટ વેજિટેબલ ઢોંસા રેસીપી.
Instant Vegetable Dosa Recipe By Sanjeev Kapoor: વીકેન્ડમાં બ્રેકફાસ્ટમાં ખાવામાં કંઈક સારું અને ટેસ્ટી મળે તો રજાની મજા બમણી થઈ જાય છે. હવે જો તમે પણ કંઇક આવું વિચારી રહ્યા છો તો આ આર્ટીકલ તમારા માટે મદદરૂપ થઇ શકે છે. અહીં અમે તમારા માટે લાવ્યા છીએ ખૂબ જ ટેસ્ટી નાસ્તાની રેસીપી. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તેને બનાવવા માટે તમારે બહુ ઓછી મહેનત અને સમયની જરૂર પડશે.
Advertisment
આજના બ્રેકફાસ્ટમાં તમે ઇન્સ્ટન્ટ વેજિટેબલ ઢોંસા બનાવીને ખાઇ શકો છો. આ માટે શેફ સંજીવ કપૂરે હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ખૂબ જ સરળ રેસિપી શેર કરી છે. આવો જાણીએ વેજિટેબલ ઢોંસા બનાવવા માટે તમારે કઇ કઇ સામગ્રીની જરૂર પડશે અને સ્ટેપ બાય સ્ટેપ પરફેક્ટ રેસીપી
વેજિટેબલ ઢોંસા બનાવવાની સામગ્રી
- 1 ગાજર ઝીણું સમારેલું
- 1 ડુંગળી ઝીણા સમારેલી
- 1 ટામેટું ઝીણું સમારેલું
- 1 કપ સોજી
- 1 કપ ઓટ્સ
- 3/4 કપ દહીં
- 2 લીલા મરચાં
- જીરું 1/2 નાની ચમચી
- કોથમીર ઝીણું સમારલું
- મીઠું સ્વાદ અનુસાર
- તેલ કે ઘી
Instant Vegetable Dosa Recipe : વેજિટેબલ ઢોંસા બનાવવાની રીત
- ઇન્સ્ટન્ટ વેજિટેબલ ઢોંસા બનાવવા માટે સૌ પ્રથમ મિક્સર જારમાં સોજી, ઓટ્સ, દહીં અને લીલા મરચાં પાણી નાંખી બારીક પેસ્ટ બનાવી લો.
- હવે આ જ પેસ્ટમાં ડુંગળી, ગાજર, ટામેટા, જીરૂ, લીલું કોથમીર નાંખી બારીક પેસ્ટ બનાવી લો.
- આ રીતે તૈયાર થયેલા મિશ્રણને એક બાઉલમાં કાઢી, હવે તેમા બાકી બચેલું કોથમીર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેર સારી રીતે મિક્સ કરી બેટર બનાવી તૈયાર કરો.
- ગેસ પર એક નોનસ્ટીક તવો ગરમ કરી તેના પર એક ચમચી ઢોંસાનું ખીરું નાંખી ગોળ પાથરી લો.
- પેન પર થોડું તેલ અથવા ઘી લગાવી વેજિટબલ ઢોંસાને બંને બાજુથી સારી રીતે શેકો.
- તમારા ઇન્સ્ટન્ટ વેજિટેબલ ઢોંસા તૈયાર થઇ જશે.
- આ વેજિટબલ ઢોંસા નાળિયેરની ચટણી સાથે ગરમ-ગરમ ખાવાની મજા પડશે.
Advertisment


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us