International Coffee Day 2024: કેમ મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય કોફી દિવસ? જાણો ઇતિહાસ અને મહત્વ

International Coffee Day 2024: દર વર્ષે ઇન્ટરનેશનલ કોફી ડે 1 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. કોફીના સ્વાદની દ્રષ્ટિએ ભારતીય કોફીને વિશ્વની શ્રેષ્ઠ ગુણવત્તાવાળી કોફી ગણવામાં આવે છે

Written by Ashish Goyal
September 30, 2024 23:20 IST
International Coffee Day 2024: કેમ મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય કોફી દિવસ? જાણો ઇતિહાસ અને મહત્વ
International Coffee Day 2024: દર વર્ષે ઇન્ટરનેશનલ કોફી ડે 1 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે.(Source: File Photo)

International Coffee Day 2024: દેશભરમાં મંગળવારના રોજ કોફી ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે ઇન્ટરનેશનલ કોફી ડે 1 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. કોફીના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોના આદર અને સન્માન માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય કોફી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાનું બીજું કારણ કોફીના વેપારને પ્રોત્સાહન આપવાનું છે.

આંતરરાષ્ટ્રીય કોફી દિવસ ઇતિહાસ

કોફીનો ઇતિહાસ ઘણો જૂનો છે. કોફીના ઇતિહાસની વાત કરવામાં આવે તો બધા લોકો અલગ-અલગ તર્ક આપે છે. મુખ્ય રુપથી લાલ સાગરના દક્ષિણ છેડા પર રહેલા ઇથિયોપિયાને કોફીના જન્મસ્થળના રુપમાં માનવામાં આવે છે.

ઈન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઈઝેશનની સ્થાપના લંડનમાં 1963માં થઈ હતી. તે પછી ઇન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઇઝેશને 2015માં ઇટાલીના મિલાનમાં પ્રથમ વિશ્વ કોફી દિવસનું આયોજન કર્યું. આ પછી દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ કોફી ડે તરીકે ઉજવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય કોફી દિવસ મહત્વ

કોફીના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોના આદર અને સન્માન માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય કોફી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાનું બીજું કારણ કોફીના વેપારને પ્રોત્સાહન આપવાનું છે.

આ પણ વાંચો –  કેમ મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ, જાણો ઇતિહાસ અને મહત્વ

કોફી ઉત્પાદનમાં ભારતનું સ્થાન શું છે?

કોફી ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત છઠ્ઠો સૌથી મોટો કોફી ઉત્પાદક દેશ છે. કોફીના સ્વાદની દ્રષ્ટિએ ભારતીય કોફીને વિશ્વની શ્રેષ્ઠ ગુણવત્તાવાળી કોફી ગણવામાં આવે છે. ભારતમાં કોફીના ઉદ્યોગથી 2 મિલિયનથી વધારે લોકોને રોજગાર મળે છે. કર્ણાટક કોફીનું સૌથી મોટું ઉત્પાદક છે. જે ભારતનું લગભગ 70 ટકા ઉત્પાદન કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ