/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/International-Happiness-Day-2025.jpg)
International Day Of Happiness 2025 : ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય ખુશ દિવસ દર વર્ષે 20 માર્ચે ઉજવાય છે. (Photo: Freepik)
International Day Of Happiness 2025 Best Wishes Quotes, Images, Messages in Gujarati: ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડે દુનિયાભરમાં દર વર્ષે 20 માર્ચે ઉજવાય છે. આંતરરાષ્ટ્રીય હેપ્પીનેસ દિવસની ઉજવણીનો હેતુ જીવનમાં ખુશ રહેવાના, અન્ય ખુશી આપવાના, માનસિક શાંતિ અને સંતોષનું મહત્વપૂર્ણ જણાવે છે. સરળ શબ્દોમાં કહીયે તો ઇન્ટરનેશનલ હેપ્પીનેસ દિવસ પર લોકોની માનસિક સ્વાસ્થ્ય અને ખુશીને પ્રાથમિકતા પર ભાર મૂકવામાં આવે છે. આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવું બહું જરૂરી છે. ચાલો જાણીયે ઇન્ટરનેશનલ હેપ્પીનેસ દિવસની ઉજવણી કેવી રીતે શરૂ થઇ, 2025ની થીમ શું છે અને મહત્વ
ઇન્ટરનેશનલ હેપ્પીનેસ દિવસનો ઇતિહાસ : International Day of Happiness History
ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડે વર્ષ 2013થી ઉજવાય છે. વર્ષ 2011માં યુએન એડવાઇઝર જેમ ઇલિયને સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં હેપ્પીનેસ ડે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારબાદ વર્ષ 2012માં તેની માટે પ્રથમ જનરલ કોંગ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ કોન્ફરન્સમાં 20 માર્ચ ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડે તરીકે ઉજવવાનો પ્રસ્તાવ પસાર થયો હતો, ત્યાર પછી વર્ષ 2013માં સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્યો દેશે દુનિયામાં પહેલીવાર ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ ઉજવાયો હતો. ત્યાર પછી દુનિયાભરમાં દર વર્ષે 20 માર્ચે ઇન્ટરનેશનલ હેપ્પીનેસ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડે નું મહત્વ : International Day of Happiness Significance
ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડે ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય દુનિયાભરમાં ખુશીનું મહત્વ સમજાવવા અને ખુશ રહેવા પ્રેરિત કરવાનો છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે, ખુશી માત્ર બહારની ચીજ વસ્તુઓ નહીં, આપણા અંદરથી આવે છે. આજકાલની વ્યસ્ત જીંદગીમાં આપણે ઘણી વખત પોતાના માનસિક સ્વાસ્થ્ય અને ખુશીને નજરઅંદાજ કરીયે છીએ, પરંતુ ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડે દ્વારા આપણે સમજી શકીયે છીએ કે, ખુશ રહેવું જ જીવનનો સૌથી મોટો ઉદ્દેશ્ય હોવો જોઇએ.
આ દિવસ સમાજમાં એક સકારાત્મક સંદેશ આપે છે કે, ખુશ રહેવું દરેક વ્યક્તિનો અધિકાર છે અને નાની નાની બાબતોમાં ખુશ રહેવાનો પ્રયાસ કરવો જોઇએ. ઉપરાંત આ દિવસની ઉજવણી દ્વારા આપને માનસિક આરોગ્ય અને ખુશ રહેવા વિશે જાગૃત કરે છે.
ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડે 2025ની થીમ : International Day of Happiness Theme
દર વર્ષે ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડે અલગ અલગ થીમ પર ઉજવાય છે. આ વખતે ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડે 2025ની થીમ - કેયરિંગ એન્ડ શેરિંગ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us