IQ Level Test: આઈક્યુ લેવલ કેવી રીતે નક્કી થાય છે? બાળકનો IQ વધારવાની સરળ પદ્ધતિ જાણો

IQ Level Test: આઈક્યુ દરેક વ્યક્તિનો અલગ અલગ હોય છે. આઈક્યુ ટેસ્ટ એ માપે છે કે વ્યક્તિ પ્રશ્નોના જવાબ આપવા અથવા ભવિષ્યવાણી કરવા માટે માહિતી અને તર્કનો કેટલી સારી રીતે ઉપયોગ કરી શકે છે.

IQ Level Test: આઈક્યુ દરેક વ્યક્તિનો અલગ અલગ હોય છે. આઈક્યુ ટેસ્ટ એ માપે છે કે વ્યક્તિ પ્રશ્નોના જવાબ આપવા અથવા ભવિષ્યવાણી કરવા માટે માહિતી અને તર્કનો કેટલી સારી રીતે ઉપયોગ કરી શકે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
iq level test | How to iq determined | intelligent questions test

IQ Level Test: આઈક્યુ લેવલ દરેક વ્યક્તિનો અલગ અલગ હોય છે. (Photo - Freepik)

IQ Level Test: આઈક્યૂનું નામ સાંભળતા જ મનમાં સૌથી પહેલા જે વાત આવે છે તે છે બુદ્ધિ એટલે કે ઇન્ટેલિજન્ટ. આઈક્યૂનું નામ આવતા જ સૌથી પહેલા તો મનમાં બ્લુપ્રિન્ટ બની જાય છે કે જેનો આઈક્યૂ વધુ હશે તે ખૂબ જ મગજવાળો અને બુદ્ધિશાળી હશે, જેનો આઈક્યૂ ઓછો હશે, તેનું મગજ ઓછું હશે. હવે સવાલ એ ઊભો થાય છે કે સૌથી પહેલાં તો આપણે જાણીએ છીએ કે આઈક્યુ શું છે જે આપણા બુદ્ધિશાળી અને ઓછી બુદ્ધિ હોવાનો પુરાવો આપે છે.

Advertisment

આઈક્યુ એટલે ઇન્ટેલિજન્ટ ક્વેશ્યન / બુદ્ધિપૂર્વકના પ્રશ્નો એટલે કે વ્યક્તિની તર્ક કરવાની ક્ષમતા એટલે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માહિતી કે તર્કની મદદથી સવાલોના જવાબ કેટલી સારી રીતે આપી શકે છે. ટેસ્ટ દ્વારા તમારો આઈક્યૂ કેટલો છે જાણવા મળે છે. આ ટેસ્ટ તમારી ટૂંકા ગાળાની અને લોગ-ટર્મ મેમરીનું પરીક્ષણ કરે છે. ટૂંકા ગાળાનો અર્થ એ છે કે તમારે કાલે કોઈ કામ પર જવું પડશે, કોઈને કોલ કરવો પડશે, તમે પરીક્ષણ માટે કંઈક વાંચો છો અને તેને યાદ રાખો છો, આ માહિતી ટૂંકા ગાળાની મેમરીમાં સ્ટોર થાય છે.

જ્યારે લોગ ટર્મ મેમરીમાં, તમે એવી માહિતી સ્ટોર કરો છો જે તમને લાંબા સમય સુધી યાદ છે જેમ કે તમારું નામ, તમારો ફોન, તમારું કુટુંબનું નામ, તમારું સરનામું, આ બધું લોગ ટર્મ મેમરીમાં સ્ટોર થાય છે. આ ટેસ્ટની મદદથી તમે કોઇ પણ કોયડો, પઝલને કેટલી ઝડપથી સોલ્વ કરી શકો છો તે દર્શાવે છે. આ ટેસ્ટ ફ્રાન્સમાં શરૂ થયા હતા, જ્યાં તેનો ઉપયોગ શાળામાં બાળકોના આઈક્યુને ચકાસવા માટે કરવામાં આવતો હતો.

જો આ ટેસ્ટમાં તમારા નંબર 140થી વધુ આવે છે તો માનવામાં આવશે કે તમારો આઈક્યૂ વધારે છે. નીચો કે ઊંચો બુદ્ધિઆંક આનુવંશિક પરિબળો પર પણ આધાર રાખે છે. આઈક્યુ માટે માત્ર આનુવંશિક પરિબળો જ જવાબદાર નથી, તેની સાથે તમારી આસપાસનો માહોલ પણ તમારા આઈક્યુને પણ અસર કરે છે.

Advertisment

આઈક્યુ વધારવાની પદ્ધતિ

આઈક્યૂ વધારવા માટે સૌથી પહેલા તમે ડાયટ પર ધ્યાન આપો. આહારમાં પલાળેલી બદામ ખાઓ. ઓમેગા-3 ફેટી એસિડ જેવા પોષક તત્વોથી ભરપૂર બદામનું સેવન કરવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ દૂર થશે અને તમારી યાદશક્તિ તેજ થશે. જો તમારા બાળકનો આઈક્યૂ ઓછો હોય તો તેને રોજ 8-10 પલાળેલી બદામ, અખરોટ, વિવિધ સીડ્, ખવડાવો. આ બધી ખાદ્યચીજો મગજને તેજ બનાવવામાં મદદ કરે છે. આઈક્યૂ વધારવા માટે તમારે આહારમાં બનાના શેક, દાળ, બ્રોકોલી, પાલક, કોબીજ, વટાણા જેવા શાકભાજી અને ઘીનું સેવન કરવું જોઈએ.

iq level test | How to iq determined | intelligent questions test
IQ Level Test: આઈક્યુ લેવલનો સંબંધ વ્યક્તિની બુદ્ધિ અને તર્ક સાથે છે. (Photo - Freepik)

હેલ્થલાઈન મુજબ જો તમે આઈક્યૂને ધારદાર કરવા માંગો છો તો મગજની કસરત કરો. પઝલ્સ, મગજના ટીઝર અથવા મેમરી ગેમ્સ રમો, જે યાદશક્તિને તીવ્ર બનાવે છે. મગજની કસરત કરવાથી જ્ઞાનાત્મક કુશળતામાં સુધારો કરવામાં મદદ મળે છે. જ્ઞાનાત્મક કાર્યમાં થતા ફેરફારો નવું જ્ઞાન શીખવામાં, સમજવા અને યાદ રાખવામાં મદદરૂપ થશે. તેનાથી બૌદ્ધિક વિકાસ થશે.

આ પણ વાંચો | તાજું અને પેક્ડ નારિયેળ પાણી શરીર પર સમાન અસર કરે છે? જાણો હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી

બાળકો સાથે તર્કસંગત પ્રશ્નો પૂછો અને તેમને જવાબો આપો. જો તમારા બાળકને કોઈ બાબતે પ્રશ્ન હોય તો તર્ક કરીને તેનો જવાબ આપો અને તેને સમજાવો. આ રીતે તમારા બાળકનો આઈક્યૂ વધશે.

આંખ થી આંખ મિલાવીને વાત કરો. જો તમારે તમારો આઈક્યૂ વધારવો હોય તો તમારે આંખથી આંખ મિલાવીને વાત કરવી જોઈએ. આંખથી આંખ સાથે વાત કરવાથી આઈક્યુ વધે છે.

health tips જીવનશૈલી