Is it right to drink milk on an empty stomach | દૂધ (Milk) ને પૌષ્ટિક ખોરાક માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન બી12 અને વિટામિન ડી જેવા આવશ્યક પોષક તત્વો હોય છે, જે હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે અને શરીરને ઉર્જા પણ પૂરી પાડે છે પણ ઘણાને પ્રશ્ન એ છે કે શું ખાલી પેટે દૂધ પીવું યોગ્ય છે? અહીં જાણો
સવારે દૂધ પીવાના ફાયદા
ખાલી પેટે દૂધ પીવાથી શરીરને તાત્કાલિક ઉર્જા મળે છે. તેમાં રહેલું લેક્ટોઝ (કાર્બોહાઇડ્રેટ) શરીરને સક્રિય બનાવે છે અને દિવસની શરૂઆત કરવા માટે બળતણ તરીકે કામ કરે છે.
સવારે દૂધ પીવાના ગેરફાયદા
દરેક વ્યક્તિનું પાચનતંત્ર સરખું ન હોવાથી ગેરફાયદા હોઈ શકે છે. નબળી પાચનશક્તિ ધરાવતા લોકોને ખાલી પેટે દૂધ પીવાથી એસિડિટી, ઉલટી, ગેસ અથવા કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે. તમને પેટમાં ભારેપણું પણ અનુભવી શકાય છે.
- પાચન પર અસર: નબળી પાચનશક્તિ ધરાવતા લોકોને ખાલી પેટે દૂધ પીવાથી કબજિયાત, પેટનું ફૂલવું અને અપચો જેવી પાચન સમસ્યાઓ થઈ શકે છે.
- પેટમાં ભારેપણું અને એસિડિટી : દૂધ એસિડિક સ્વભાવનું હોય છે. સવારે ખાલી પેટે દૂધ પીવાથી કેટલાક લોકોમાં હાર્ટબર્ન, એસિડિટી અથવા ઉલટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. ચરબીથી ભરપૂર દૂધ આ સમસ્યાને વધુ વધારી શકે છે.
આયુર્વેદ શું કહે છે?
આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટ દૂધ પીવું શરીર માટે ફાયદાકારક માનવામાં આવતું નથી. દૂધમાં રહેલું લેક્ટોઝ ઝડપથી બ્લડ સુગર લેવલ વધારી શકે છે અને ઇન્સ્યુલિન સ્પાઇકનું કારણ બની શકે છે, જે શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
દૂધ ક્યારે અને કેવી રીતે પીવું?
જો તમારે સવારે દૂધ પીવું હોય, તો તેની સાથે ફળો, ડ્રાયફ્રૂટ્સ અથવા બિસ્કિટ જેવો હળવો નાસ્તો લેવો વધુ સારું છે. આનાથી પાચન સરળ બને છે અને પેટ ભારે લાગતું નથી.
નિષ્ણાતોના મતે, રાત્રે સૂતા પહેલા દૂધ પીવું વધુ ફાયદાકારક છે. તે શરીરને દિવસના થાકથી રાહત આપે છે, સ્નાયુઓને સ્વસ્થ કરવામાં મદદ કરે છે અને સારી ઊંઘ પણ લાવે છે.