Palm Oil : આપણે દરરોજ નાસ્તો, લંચ અને ડિનર માટે ઘણી વાનગીઓ તૈયાર બનાઈ છીએ. આ બધા ખોરાક બનાવતી વખતે તેલનો ઉપયોગ થાય છે. પરંતુ, આપણે રસોઈ માટે જે તેલનો ઉપયોગ કરીએ છીએ તે આપણા સ્વાસ્થ્ય પર પણ સંપૂર્ણપણે આધાર રાખે છે. આપણામાંથી ઘણા, વિચાર્યા વિના, કોઈપણ કંપનીનું સસ્તું તેલ ખરીદી તેનો ઉપયોગ રસોઈમાં કરે છે. માર્કેટમાં ઘણી કંપનીના ઘણા પ્રકારના તેલ વેચાણ માટે અવેલબલ છે. અહીં આપણે પામ તેલ વિશે જણાવીશું,

હેલ્થ એક્સપર્ટ સાંચી તિવારી, ન્યુટ્રિશનિસ્ટ અને ડૉ. અસ્મિતા સેવ પામ ઓઈલ, જે પેકેજ્ડ ફૂડ્સમાં સૌથી સામાન્ય ઘટક છે તેના વિશે હેલ્થની ચિંતા વિશે કહ્યું છે અને આ તેલના વપરાશ ઘટાડવા માટે કેટલાક પગલાં સૂચવ્યા છે,
આ પણ વાંચો: Olive Oil : શું ઓલિવ ઓઈલ રસોઈ માટે સારું છે? જાણો ફાયદા અને આડ અસર
પામ તેલ (Palm Oil)
આજે મોટાભાગના ખાદ્યપદાર્થોમાં પામ તેલનો ઉપયોગ થાય છે. પામ તેલ વનસ્પતિ તેલનો એક પ્રકાર છે. સારા સ્વાસ્થ્ય માટે આપણે રસોડામાં જે તેલનો ઉપયોગ કરીએ છીએ તે તપાસવાનું આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ. જો કે, તમારા સ્વાસ્થ્ય પર આવા તેલના સેવનની લાંબા ગાળાની અસરોને ધ્યાનમાં લેવી પણ મહત્વપૂર્ણ છે.
નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા 2018ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પામ તેલ એ ખોરાક, ઘણી પ્રોડક્ટ, લોકપ્રિય નાસ્તા અને સૌંદર્ય પ્રસાધનોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું વનસ્પતિ તેલ છે.
વિવિધ કંપનીઓ દ્વારા પામ તેલનો આટલો બહોળો ઉપયોગ શા માટે થાય છે તેનું કારણ પણ આ અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે. પામ તેલના વપરાશમાં ઝડપી વધારો અન્ય વનસ્પતિ તેલના પાકના ઉત્પાદન કરતાં લગભગ ચાર ગણા ઉત્પાદનને આભારી છે. અભ્યાસ અનુસાર પામ ઓઇલમાં “અન્ય વનસ્પતિ તેલ કરતાં વધુ ચરબીનું પ્રમાણ હોય છે.પામ તેલના સેવનથી થતી આડઅસરો વિશે જાગૃત રહેવાની જરૂર છે.”
પામ તેલનો ઉપયોગ અને સ્વાસ્થ્યને લગતી ચિંતાઓ
લોર્ડ્સ માર્ક બાયોટેકના ન્યુટ્રિશનિસ્ટ સાંચી તિવારી સમજાવે છે, “પામ ઓઈલ એલડીએલ (લો-ડેન્સિટી લિપોપ્રોટીન) કોલેસ્ટ્રોલ લેવલ વધારે છે. એટલે કે તેને ખરાબ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. તે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ વધારે છે. એથરોસ્ક્લેરોસિસ રક્ત વાહિનીઓમાં એલડીએલ કોલેસ્ટ્રોલના સંચયને કારણે થાય છે. જેના કારણે રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે અને પછી તે વાહિનીઓમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે. સ્વાભાવિક રીતે, મહત્વપૂર્ણ અવયવોનું કાર્ય બગડે છે.
આ પણ વાંચો: Dragon Fruit Juice : ડ્રેગન ફ્રૂટમાંથી આ ચિલ્ડ જ્યુસ બનાવો, ઝટપટ તૈયાર થશે, ગરમીથી મળશે રાહત
ઓક્સિડાઇઝ્ડ પામ ઓઇલના કારણે હોર્મોનલ અસંતુલન અંગે ચિંતાઓ છે. પામ ઓઇલ પ્રજનન સમસ્યાઓનું કારણ બની શકે છે, કિડની, ફેફસાં અને લીવર જેવા મહત્વપૂર્ણ અંગોના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.ગ્રાહકોને તેમના ડાયટમાં પામ ઓઈલ, પામિટીક એસિડ અને ફેટી એસિડ્સનું સેવન ઘટાડવાની સલાહ આપી છે.
પામ તેલનો વપરાશ ઘટાડવા માંગતા લોકો માટે કેટલાક ઓપ્શન છે,
હેલ્થી કુકીંગ ઓઇલ પસંદ કરો :
જેમ કે ઓલિવ તેલ, એવોકાડો તેલ અથવા સૂર્યમુખી તેલ. આ તેલમાં સંતૃપ્ત ચરબી ઓછી હોય છે. ઉપરાંત, આ તમામ તેલ હૃદયના સ્વાસ્થ્યને સુધારવા સહિત વિવિધ સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે.
ફૂડ લેબલ્સ વાંચો :
પેકેજ્ડ ફૂડ ખરીદતા પહેલા, તેને કાળજીપૂર્વક તપાસો. પામ ઓઈલ ધરાવતી પ્રોડક્ટને ઓળખવા માટે એકવાર ફૂડ પેકેટ પરના લેબલ વાંચો. જ્યારે પણ શક્ય હોય ત્યારે હેલ્થી ઓઇલ અથવા કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને ભોજન તૈયાર કરો.
વિવિધ કુકીંગ ઓઇલમાં પ્રયોગ કરો અને વધારાની ચરબી ઘટાડવા માટે સ્ટીમિંગ, બેકિંગ, ગ્રિલિંગ જેવી તંદુરસ્ત રસોઈ પદ્ધતિઓનો ઉપયોગ કરો.કોઈપણ ખોરાકની પસંદગી કરતા પહેલા અથવા તમારા ડાયટ વિશે વ્યક્તિગત માર્ગદર્શન માટે રજિસ્ટર્ડ ડાયેટિશિયન અથવા ન્યુટ્રિશનિસ્ટની સલાહ લો. સારા સ્વાસ્થ્ય પરિણામો માટે તમારી ખાવાની આદતો બદલવાનું પણ શરૂ કરો.





