Jaggery Caramel Makhana Recipe : શિયાળામાં ભૂખ વધારે લાગે છે અને આવી સ્થિતિમાં તમને પણ કંઈક હેલ્ધી અને સ્વાદિષ્ટ ખાવાનું મન થાય છે. જો તમે એવો નાસ્તો શોધી રહ્યા છો, જે સ્વાદ સાથે શરીરને હૂંફ પણ આપે તો ગોળ-તલ-મખાના એક ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે.
તમે તેને ઘરે પણ સરળતાથી તૈયાર કરી શકો છો. તેને બનાવ્યા પછી તે ઘણા દિવસો સુધી બગડતો નથી. આ દેશી નાસ્તો રોગપ્રતિકારક શક્તિ વધારે છે, ઊર્જા આપે છે અને ઠંડીમાં શરદી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. ગોળ અને તલ બંને કેલ્શિયમથી ભરપૂર હોય છે, જે શિયાળામાં હાડકાંને મજબૂત રાખવામાં મદદગાર છે.
ગોળ-મખાના-તલ બનાવવા માટેની સામગ્રી
- મખાના
- ગોળ
- તલ
- ઘી
- એલચી પાવડર
ગોળ તિલ મખાના બનાવવાની રીત
ગોળ-તલ મખાના બનાવવા માટે ગેસ પર એક કડાઇ મૂકો અને તેમાં થોડું ઘી ગરમ કરો. હવે ગોળના નાના ટુકડા કરીને તેમાં નાખો. ગોળને ધીમી આંચ પર પીગળવા દો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો.
આ પણ વાંચો – મેથીના લાડુ આવી રીતે બનાવો, ઠંડીમાં ગુણકારી
બીજી બાજુ એક પેન લો અને તેમાં થોડું ઘી ઉમેરો અને મખાનાને ધીમા આંચ પર શેકો. જ્યારે ગોળનું મિશ્રણ સંપૂર્ણ ઓગળી જાય ત્યારે તેમાં શેકેલા મખાનાને ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. આ પછી તેમાં સફેદ તલ અને એલચી પાવડર મેળવી બધું મિક્સ કરી લો. હવે આ મિશ્રણને તરત જ ઘી લગાવેલ પ્લેટમાં કાઢી લો. આ પછી તમે તેને ગમે તે રીતે કાપી લો.
કાજુ અને બદામથી પણ બનાવો આ ખાસ નાસ્તો
જો તમે મખાના ખાવા માંગતા નથી તો તમે કાજુ અને બદામ સાથે પણ આવો જ નાસ્તો તૈયાર કરી શકો છો. આ માટે, ઘી માં કાજુ અને બદામને હળવા શેકી લો. હવે એક કડાઇમાં ઘી સાથે ગોળ ઓગાળો. તમે તેમાં તલ અને એલચી પાવડર પણ ઉમેરી શકો છો. હવે તેમાં શેકેલા કાજુ-બદામ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તમે તેને તમારા માપ પ્રમાણે કાપી શકો છો.





