Jaggery Purity Check Tips : ગોળ અસલી છે કે નકલી? ખરીદતી વખતે આ 3 બાબત ધ્યાનમાં રાખો

How To Identify Adulterated jaggery : ગોળ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો કે હાલ કેમિકલની ભેળસેળવાળા ગોળ પણ વેચાય છે, જે શરીરને નુકસાન પહોંચાડે છે. અહીં 3 સરળ રીત આપી છે, જેના વડે ગોળ શુદ્ધ છે કે ભેળસેળયુક્ત તે જાણી શકાય છે.

Written by Ajay Saroya
December 09, 2025 11:50 IST
Jaggery Purity Check Tips : ગોળ અસલી છે કે નકલી? ખરીદતી વખતે આ 3 બાબત ધ્યાનમાં રાખો
Jaggery Real vs Fake Identify Tips : ગોળ શુદ્ધ છે કે ભેળસેળયુક્ત, તે તપાસવાની રીત. (Photo : @farmiya_organics)

Jaggery Real vs Fake Quality Check Tips : ગોળ ખાવો સ્વાસ્થ્ય માટે સારું હોય છે. ખાસ કરીને શિયાળામાં ગોળ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર સ્વસ્થ રહે છે. તેની અસર ગરમ હોય છે, આથી શિયાળામાં ખાવાથી ઠંડી સામે શરીરને રક્ષણ મળે છે. એટલું જ નહીં, ગોળમાં અનેક પોષક તત્વો, આયર્ન અને ખનીજ તત્વો હોય છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ દરરોજ ગોળ ખાવાનો પ્રયાસ કરવો જોઈએ.

બજારમાં મળતા ગોળમાં ક્યારેક ભેળસેળ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તેને ખરીદતા અથવા સેવન કરતા પહેલા, તે કેમિકલવાળો કે ભેળસેળ વાળો છે કે નહીં તેની તપાસ કરવી જરૂરી છે. માસ્ટરશેફ પંકજ ભદૌરિયાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શુદ્ધ ગોળ કેવી રીતે ઓળખવો તેની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે જ્યારે પણ તમે ગોળ ખરીદવા જાઓ ત્યારે 3 બાબતનું ખાસ ધ્યાન રાખો.

How to Identify Pure and Good Quality Jaggery : ગોળ અસલી છે કે નકલી આ રીતે ઓળખો

ગોળનો રંગ જુઓ

જ્યારે પણ તમે બજાર માંથી ગોળ ખરીદો છો, ત્યારે તેનો રંગ જુઓ. સફેદ નહીં પણ સહેજ કાળો રંગ હોય તેવો ગોળ ખરીદો. સફેદ અથવા આછા સોનેરી રંગનો ગોળ કેમિકલથી સાફ કરીને અથવા બ્લીચ કરીને બનાવવામાં આવે છે. ગોળ જે ઘેરા અથવા ભૂરા રંગનો હોય છે તે કુદરતી શુદ્ધ હોય છે. ડાર્ક ગોળ શેરડીના રસમાં કેમિકલ પ્રોસેસિંગ કર્યા વગર બનાવવામાં આવે છે, તેથી તેનું પોષક મૂલ્ય પણ વધારે હોય છે.

ગોળનો સ્વાદ

ગોળ લેતા પહેલા થોડોક ગોળ ચાખવાનો પ્રયાસ કરો. જો તેનો સ્વાદ થોડોક ખારો કે નમકીન હોય, તો સમજો કે તે જૂનો ગોળ છે. આવું એટલા માટે થાય છે કારણ કે સમય જતાં ગોળની અંદરના ખનિજો મીઠો સ્વાદ આપવાનું શરૂ કરે છે. આ ગોળ ઓછું પૌષ્ટિક હોય છે. આથી સહેજ નમકીન સ્વાદ હોય તેવો જ ગોળ ખરીદો.

ગોલ હાથથી તોડવાનો પ્રયાસ કરો

અસલી ગોળને ઓળખવાની શ્રેષ્ઠ યુક્તિ એ છે કે જ્યારે પણ તે ખરીદો ત્યારે ગોળને હાથથી તોડવાનો પ્રયાસ કરો. જો ગોળ હાથથી સરળતાથી તૂટી જાય અથવા ખૂબ નરમ લાગે છે, તેમાં ભેલસેળ હોઇ શકે છે. ભેળસેળ વગરની ગોળ સામાન્ય રીતે કઠણ હોય છે.

Disclaimer: આ લેખમાં આપીલે સલાહ અને સુચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ