Jaipur Nahargarh Fort : રાજસ્થાનનું શહેર જયપુર. પોતાની સુંદરતા અને આકર્ષણ માટે વિશ્વભરમાં જાણીતું છે. શું તમે જયપુરની મુલાકાત લેવા માંગો છો? અથવા તમે મુસાફરી કરી છે પરંતુ ફક્ત પ્રખ્યાત સ્થળોએ ગયા છો અને પાછા ફર્યા છો? અહીં અમે તમને જયપુરની એવી જગ્યાઓ જણાવીશું જ્યાં તમે જવાનું ચૂકી ગયા હશો. તમે જયપુરનો આમેર કિલ્લો જોયો જ હશે, હવા મહેલની તમે મુલાકાત લીધી હશે, પાણીની વચ્ચે બનેલો ‘જલ મહેલ’ તો તમે જોયો જ હશે. આ બધા સિવાય જયપુરમાં ઘણું બધું છે, જ્યાં તમે ફરી શકો છો.
શું તમે જયપુરની ‘ચારદીવારી’ ની સફર કરી છે?
આપણે પ્રવાસ જતા પહેલા મગજમાં તે શહેરના કોઇ ખાસ લોકેશન ધ્યાનમાં રાખીએ છીએ, જયપુરની બાબતમાં તમારે આવું કરવાની જરૂર નથી. મોટાભાગના લોકો જયપુરમાં રહીને અસલી જયપુર જોઇ શકતા નથી. જૂનું જયપુર ચાર દીવારીથી ઘેરાયેલું એક શહેર છે. જેની દિવાલો ભગવા રંગથી રંગાયેલી છે. દરેક બજારનો નકશો એક જેવો જ છે. જ્યાંની ચકાચૌંધમાં તમે ખોવાઈ શકો છો. જ્યાં મસાલાની સુગંધ, ગાડીઓનો અવાજ, મંદિરોની ઘંટડીઓ, મસ્જિદોના મિનારા અને દૂરથી હવાઈ મહેલ જોવા મળે છે.
ચાર દિવાલોની અંદર રાજસ્થાની સંસ્કૃતિનું પ્રગટીકરણ દેખાય છે. જ્યાં તમે જી ભરીને ખરીદી કરી શકો છો ? વિવિધ ફ્લેવરનો સ્વાદ ચાખી શકો છે. તમે જયપુરની પ્રખ્યાત મીઠાઈઓ, ચા નો આનંદ માણી શકો છો. આ ચાર દિવાલોની અંદર જયપુરના તમામ ખાસ બજારો – જોહરી બજાર, બાપુ બજાર, ચાંદપોલ બજાર હાજર છે. અહીં હવા મહેલ, જંતર-મંતર, સિટી પ્લેસ છે. આ સરગાસુલીનો મિનારો છે. અહીંના ઘણા સંગ્રહાલયો ભૂતકાળની યાદોને સાચવી રાખેલી છે. ઘણી પાણીના કુંડ અને જૂની હવેલીઓ તમારી રાહ જોઈ રહી છે.
આ પણ વાંચો – પ્રવાસ જતી વખતે આ 10 વાતનું ધ્યાન રાખો, યાદગાર રહેશે યાત્રા
નાહરગઢની ઊંચાઈ, જયગઢની સુંદરતા
આમેરની ઠીક પહેલા નાહરગઢનો રસ્તો પસાર થાય છે. જેને જયપુરના લોકો 52 મોડ કહે છે. કિલ્લાની ઉંચાઈ સુધી પહોંચવા માટે 52 મોડ ક્રોસ કરવાના હોય છે. આ એકદમ રોમાંચક અનુભવ છે. નાહરગઢ ખૂબ જ સુંદર કિલ્લો છે. જ્યાં રાજવી પરિવારના લોકો શાંતિ માટે શહેરથી દૂર આવતા હતા. આ કિલ્લો સૂર્યોદય અને સૂર્યાસ્ત માટે પણ પ્રખ્યાત છે. જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે.
તેની બીજી તરફ જયગઢનો કિલ્લો છે, જ્યાં જયબાણ તોપ આકર્ષણનું કેન્દ્ર છે. જયગઢ કિલ્લો સવારે 9:30 થી સાંજે 4:30 વાગ્યા સુધી ખુલ્લો હોય છે.




