Kashmir Tips : કાશ્મીરનું ગુલમર્ગ જોઇ દિલ ગદગદ થઈ જશે, હિમવર્ષાની મજા અને જન્નત જેવો નજારો

Winter Trip Destinations In Kashmir : શિયાળામાં ફરવા માટે જમ્મુ કાશ્મીર ઉત્તમ સ્થળ છે, કારણ કે અહીં હિમવર્ષા બાદ જન્નત જેવો નજારો જોવા મળે છે. બરફથી ઢંકાયેલા પહાડ અને શાંત વાતાવરણ મનને નિરાંત આપે છે.

Winter Trip Destinations In Kashmir : શિયાળામાં ફરવા માટે જમ્મુ કાશ્મીર ઉત્તમ સ્થળ છે, કારણ કે અહીં હિમવર્ષા બાદ જન્નત જેવો નજારો જોવા મળે છે. બરફથી ઢંકાયેલા પહાડ અને શાંત વાતાવરણ મનને નિરાંત આપે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Kashmir trip | Gulmarg Trip | kashmir tour plan | best tourist places in kashmir | Gulmarg

Best Tourist Places In Kashmir : ગુલમર્ગ કાશ્મીરનું પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે. (Phjoto: @guyfromgulmarg)

Winter Trip Destinations In Kashmir : જમ્મુ કાશ્મીર ભારતનું સ્વર્ગ કહેવાય છે. બરફથી ઢંકાયેલા ઉંચા પહાડ, ઉંડી ખીણ, ઉંચા પહાડ, ફ્લાવર વેલી અને અદભૂત શાંતિનો અનુભવ કરવા દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો પ્રવાસી કાશ્મીર આવે છે. ગુલમર્ગ, સોનબર્ગ, અનંતનાગ, બારામુલા સહિત ઘણા પ્રખ્યાત સ્થળો પર પ્રવાસીઓ શિયાળામાં હિમવર્ષાની મજા માણે છે.

Advertisment

ગુલબર્ગ ફરવાનો યોગ્ય સમય

હિમવર્ષા દરમિયાન ગુલબર્ગનો નજારો જોવાલાયક હોય છે. બફરની સફેદ ચાદરથી ઢંકાયેલા પહાડ અને વૃક્ષો જન્નતમાં હોવાનો અનુભવ કરાવે છે. તાપમાન ઘટવાથી મેદાની વિસ્તારમાં સામાન્ય વરસાદ પડે છે, જેના કારણ ઠંડી વધે છે. ગુલમર્ગમાં હિમવર્ષાની મજા માણવાનો ઉત્તમ સમય નવેમ્બર થી ફેબ્રુઆરી હોય છે.

ગુલબર્ગ અમદાવાદથી કેટલું દૂર છે?

અમદાવાદથી ગુલમર્ગ 1600 કિમી અને દિલ્હીથી તે 840 કિમી દૂર છે. તો તમે અમદાવાદથી જમ્મુ કાશ્મીર પહોંચવા માટે ઘણી ટ્રેન અને ફ્લાઇટ ઉપલબ્ધ છે. કટરા એક્સપ્રેસ, હાપા એક્સપ્રેસ ટ્રેનનું ટિકિટ ભાડું કોચ મુજબ 750 રૂપિયાથી શરૂ થઇ 5000 રૂપિયા સુધી હોય છે. નવી દિલ્હીથી શ્રીનગર માટે સીધી ટ્રેન છે. આ પ્રવાસ 13 કલાકનો હોય છે અને ટિકિટ ભાડું 1500 થી 3000 રૂપિયા સુધી હોય છે. શ્રીનગર પહોંચ્યા બાદ તમે ગુલમર્ગ માટે ખાનગી કાર બુકિં કરવી પડશે, જેનું ભાડું 1500 થી 2000 રૂપિયા સુધી હોય છે. આ ટેક્સ લગભઘ 2 કલાકમાં બરફથી ઢંકાયેલા ગુલમર્ગ સુધી લઇ જશે.

ગુલમર્ગ રહેવાનો અને ભોજનનો ખર્ચ

બજેટમાં ગુલમર્ગ પ્રવાસ માટે તમારે રહેવા અને જમવા માટે યોગ્ય સ્થળની પસંદગી કરવી પડશે. તમારે અહીં એક દિવસનું રૂમ ભાડું 2500 રૂપિયા આસપાસ હોય તેવી હોટેલ પસંદ કરવી પડશે. અહીં હોમ સ્ટે પણ મળી જશે, જેની માે 1000 રૂપિયા આસપાસ ચૂકવવા પડે છે. ઉપરાંત એક દિવસના ભોજનનો ખર્ચ 500 થી 800 રૂપિયાની વચ્ચે રહેશે.

Advertisment

શિયાળામાં કાશ્મીરમાં આકરી ઠંડી પડે છે. આથી ગુલમર્ગ ફરવા જતા પહેલા ગરમ કપડા અને થર્મલ વેર સાથે લઇ જવાનું ભૂલશો નહીં. આ સાથે તમારી જરૂરિયાત મુજબ દવાઓ પણ સાથે લઇ જવી.

જીવનશૈલી પ્રવાસ જમ્મુ અને કાશ્મીર