/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Jammu-Kashmir-Tour-Plan.jpg)
Jammu Kashmir Trip Plan: જમ્મુ કાશ્મીર પ્રવાસ. (Photo: jammu kashmir tourism)
Jammu Kashmir Tour Plan: જમ્મુ કાશ્મીર ઘરતી પરનું સ્વર્ગ કહેવાય છે. જમ્મુ કાશ્મીરમાં શિયાળામાં હિમ વર્ષા અને ઉનાળામાં ઠંડી હવામાન પ્રવાસીઓને આકર્ષિત કરે છે. ખાસ કરીને ઉનાળાની ગરમીમાં મોટી સંખ્યામાં લોકો હિલ સ્ટેશન પર ફરવા જાય છે, પરંતુ ફરવાના શોખીન વ્યક્તિ જીવનમાં એક વાર જમ્મુ કાશ્મીર ફરવાની ઇચ્ચા રાખે છે. જમ્મુ કાશ્મીર કુદરતી સૌંદર્યથી ભરપૂર, બરફાચ્છિત પહાડ, ઠંડુ હવામાન, સુંદર દાલ તળાવમાં હાઉસ બોટિંગની મજા અને માતા વૈષ્ણો દેવીની યાત્રા અવિસ્મણિય રહે છે.
હકીકતમાં જમ્મુ કાશ્મીર પ્રવાસ અન્ય સ્થળોની તુલનામાં ઘણો મોંઘો માનવામાં આવે છે. જમ્મુ કાશ્મીર ફરવા માટે વધારે પૈસા અને સમયની જરૂર પડે છે. પરંતુ જો તમે ઉનાળાની ગરમીમાં મિત્રો, પાર્ટનર કે પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ફરવા જવા માંગો છો, તે પણ ઓછા પૈસામાં તો પ્રવાસને યોગ્ય પ્લાન કરવું જરૂરી છે. અહીં ઓછા પૈસા અને સમયમાં જમ્મુ કાશ્મીર ટુર પ્લાન બનાવવાની ટીપ્સ આપી છે.
કાશ્મીરના પ્રસિદ્ધ જોવાલાયક સ્થળ
કાશ્મીરમાં ફરવા માટે ઘણા પ્રખ્યાત સ્થળો છે. જેમા પાટનગર શ્રીનગર ઉપરાંત જમ્મુ કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિર, પહલગામ, શિવખોડી, ગુલમર્ગ, સોનમર્ગ વગેરે શહેર ફરી શકાય છે.
જમ્મુ કાશ્મીર પ્રવાસ ક્યાંથી શરૂ કરવો?
જમ્મુ કાશ્મીર પ્રવાસની શરૂઆત શ્રીનગરથી કરી શકાય છે. શ્રીનગરમાં રેવલે સ્ટેશન અને એરપોર્ટ પણ છે, જે દિલ્હી સહિત અન્ય મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. શ્રીનગરમાં ઝેલમ, ડાલ લેક, ફ્લોટિંગ વેજિટેબલ માર્કેટ જોવા મળશે. કાશ્મીર થી લેહ લદ્દાખ નજીક છે, થોડાક કલાકના અંતે કટરામાં પ્રસિદ્ધ માતા વૈષ્ણો દેવીનું મંદિર છે.
કાશ્મીર કેવી રીતે પહોંચવું?
કાશ્મીર ટ્રેન, બસ કે વિમાન મુસાફરી પહોંચી શકાય છે. શ્રીનગર એરપોર્ટથી 15 કિમી દૂર શહેરમાં પહોંચી ખાનગી ટેક્સી ભાડે કરીને ફરવા જઇ શકાય છે. રોડ માર્ગથી કાશ્મીર આવી રહ્યા છો તો રાજ્ય સરકારની એસટી બસ કે ખાનગી બસમાં મુસાફરી કરી શકાય છે. જમ્મુ તવી રેલવે સ્ટેશનથી શ્રીનગર કાશ્મીર નજીક જ છે. અમદાવાદ રેલવે સ્ટેશન પરથી જમ્મુ તવી ટ્રેન ઉપડે છે.
કાશ્મીર ફરવા કેટલા દિવસ જોઇએ?
કાશ્મીરમાં ઘણા પ્રખ્યાત સ્થળો છે, આથી ફરવા માટે 4 થી 5 દિવસ જોઇએ.
કાશ્મીર ટુર પેકેજ ખર્ચ
કાશ્મીર ફરવા માટે વ્યક્તિ દીઠ 50,000 રૂપિયા સુધીનું બજેટ રાખવું. આ ખર્ચમાં લગભગ 20,000 રૂપિયા સુધીનું વિમાન ટિકિટ ભાડું, 5 થી 7 હજાર રૂપિયા સુધીનું સ્થાનિક ટેક્સી ભાડું, હોટેલમાં રહેવા જમવાનો 5 થી 8 હજાર રૂપિયાનો ખર્ચ સામેલ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us