/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/jamun-chutney-recipe.jpg)
jambu Chutney Recipe : જાંબુની ચટણી બનાવવાની રેસીપી. (Photo: Social Media)
Jamun Ki Chutney Recipe: જાંબુ ખાવાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનો સ્વાદ ખટ્ટમીઠો હોય છે. જાંબુમાં એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન સી, આયર્ન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. મોટાભાગના લોકો જાંબુ એમ જ થાય છે, પરંતુ જો તમે કંઇક અનોખું અને અલગ ખાવા માંગતા હોવ તો તમે તેની મસાલેદાર ખાટી મીઠી ચટણી બનાવી શકાય છે. આ ચટણી સ્વાદમાં જબરદસ્ત છે.
જાંબુની ચટણી ખાવાના ફાયદા
જાંબુની ચટણી ખાવાથી ઘણા ફાયદા થાય છે. તેના સેવનથી પાચનમાં સુધારો થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. જાંબુમાં જોવા મળતા કુદરતી ઘટકો બ્લડ સુગર કન્ટ્રોલ કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે.
જાંબુની ચટણી બનાવવા માટે સામગ્રી
- 1 કપ જાંબુ
- 1/2 ચમચી શેકેલા જીરાનો પાવડર
- 1 ચમચી કાળું મીઠું
- 1/4 ચમચી કાળા મરીનો પાવડર
- 1 ચમચી ગોળ
- 1 ચમચી ફુદીનાના પાન
જાંબુની ચટણી બનાવવાની રીત
જાંબુની ચટણી તૈયાર કરવા માટે સૌ પ્રથમ જાંબુ પાણીમાં સારી રીતે ધોઈ લો. પછી તેને કપડા વડે કોરા કરો. હવે જાંબુનો પલ્પ કાઢીને એક બાઉલમાં ભેગું કરી લો. પછી તેમાં કાળું મીઠું, સાદું મીઠું, શેકેલા જીરાનો પાવડર, કાળા મરીનો પાવડર અને ગોળ ઉમેરો. આ બધી સામગ્રીને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લો. જો તમને તીખું ખાવાનું ગમતું હોય તો તેમા લીલા મરચાં પણ ઉમેરી શકાય છે. હવે તેમા ફુદીનાના પાન અને લીંબુનો રસ ઉમેરો અને ફરી એકવાર મિક્સરમાં ગ્રાઇન્ડ કરો. આ રીતે તમે સરળતાથી જાબું ચટણી તૈયાર કરી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us