Health Tips : કૃષ્ણ જન્માષ્ટમી ઉપવાસમાં આ મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખો નહીંતર સ્વાસ્થ્ય બગડી શકે છે

Health Tips : દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ત્યારે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવાનો મહિમા છે. આ તકે સ્વાસ્થનું ખાસ ધ્યાન અનિવાર્ય છે. ઉપવાસ દરમિયાન કંઇ રીતે તમારે ખોરાક લેવો જોઇએ તે અંગે આ અહેવાલમાં વાંચો...

Health Tips : દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ત્યારે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવાનો મહિમા છે. આ તકે સ્વાસ્થનું ખાસ ધ્યાન અનિવાર્ય છે. ઉપવાસ દરમિયાન કંઇ રીતે તમારે ખોરાક લેવો જોઇએ તે અંગે આ અહેવાલમાં વાંચો...

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Janmashtami 2023| Janmashtami Fasting Tips| Helath Tips| Lifestyle

Janmashtami Helath Tips : કૃષ્ણ જન્માષ્ટમી ઉપવાસમાં આ મહત્વપૂર્ણ બાબતાનું ખાસ ધ્યાન રાખો

Helath Tips : દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણ જ્નમોત્સવ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી તરીકે ખુબ જ ભાવપૂર્વક અને ઉત્સાહભેર ઊજવવામાં આવે છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ભાદરવા મહિનાની કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિએ ઊજવવામાં આવે છે, જ્યારે ગુજરાતી તિથિ મુજબ શ્રાવણ માસની વદ આઠમે ઊજવવામાં આવે છે. એક પરંપરા મુજબ શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવાનો મહિમા છે. આ તકે સ્વાસ્થનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. ઉપવાસ દરમિયાન કંઇ રીતે તમારે ખોરાક લેવો જોઇએ તે અંગે આ અહેવાલમાં વાંચો…

Advertisment

આરોગ્ય નિષ્ણાતોના મતે, જો ઉપવાસ માટે તમારી હેલ્થ એકદમ સારી હોય તો જ તમારે ઉપવાસ કરવો જોઈએ, નહીં તો આખો દિવસ કંઈપણ ન ખાવાથી તમારું સ્વાસ્થ્ય વધુ ખરાબ થઇ શકે છે.

આ સાથે જે લોકો આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરે છે તેમણે આહાર અને પોષણ પર વિશેષ ધ્યાન આપવું અનિવાર્ય છે. તેનાથી શરીરમાં પાણીની કમી નહીં થાય. તદ્દઉપરાંત તબીબોનું કહેવું છે કે,જો તમે કોઈ રોગથી પીડિત છો તો આવા લોકોએ ઉપવાસ કરવાનું ટાળવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓને ખાલી પેટે સુગર વધી શકે છે. તેથી આવા લોકોએ ઉપવાસ કરવાનુ ટાળવું યોગ્ય રહેશે. આ સિવાય હ્રદયરોગ, કોવિડ પછીની બીમારીઓથી પીડિત લોકોએ પણ લાંબા સમય સુધી ભુખ્યા રહેવું જોઇએ નહીં.

જો તમે સંપૂર્ણ સ્વસ્થ હોવ અને તમે ઉપવાસ કરતા હોવ તો પણ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. ખાસ કરીને શરીરને હાઇડ્રેટેડ રાખવું જરૂરી છે. ઉપવાસ દરમિયાન તમે દિવસભર કંઈપણ ખાઈ શકતા ન હોવાથી, સમયાંતરે પાણી પીતા રહેવું જોઇએ. પાણી અથવા નાળિયેર પાણી જેવા લો-કેલરી પીણાં તમને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરશે.

Advertisment

આ પણ વાંચો : Yoga darshan kapalbhati shuddhi kriya યોગ દર્શનઃ ફેફસા સ્વસ્થ અને મજબૂત રાખશે કપાલભાતિ સાથે કુંભક યોગ

વધુ પડતી ચા પીવી સ્વાસ્થ માટે ખત્તરનાક

ઉપવાસમાં દરમિયાન ફળો, ડ્રાયફ્રુટ વગેરનું સેવન કરવું જોઇએ. જે તમને શક્તિ અને ઉર્જાવાન બનાવશે. ઉલ્લેખનીય છે કે, ઉપવાસ દરમિયાન, લોકો વારંવાર તાજા રહેવા માટે વધુ ચા પીવે છે, પરંતુ તે ઘણી રીતે નુકસાનકારક હોઈ શકે છે. ચા કે કોફીના વધુ પડતા સેવનથી હૃદયના ધબકારા વધી શકે છે. આ સિવાય આખા દિવસમાં ખાલી પેટે વધુ પડતી ચા પીવાથી એસિડિટી થઈ શકે છે. આવા સંજોગોમાં વ્યક્તિએ દિવસભરમાં બે વખત જ ચા પીવી જોઇએ.

ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી health tips