Janmashtami 2024 : જન્માષ્ટમી પર ઘરે જ બનાવો કાન્હાનો ઝૂલો, જાણો બનાવવાની સૌથી સરળ રીત

Janmashtami 2024 : જન્માષ્ટમીના અવસરે ભક્તો સાચા મનથી પૂજા અર્ચના કરી ભગવાન કૃષ્ણના નામનો ઉપવાસ રાખે છે. શ્રી કૃષ્ણની મૂર્તિને નવા કપડાં પહેરાવે છે, એમને શણગારે છે અને ત્યારબાદ ભગવાનને ઝૂલે ઝુલાવે છે. પરંતુ માર્કેટમાં એના માટે ઝૂલા ખુબજ મોંઘા મળે છે,એવામાં જો તમે ઈચ્છો તો સરળતાથી સુંદર કૃષ્ણના ઝૂલા ઘરે બનાવી શકો છો

Written by shivani chauhan
August 23, 2024 15:48 IST
Janmashtami 2024 : જન્માષ્ટમી પર ઘરે જ બનાવો કાન્હાનો ઝૂલો, જાણો બનાવવાની સૌથી સરળ રીત
Janmashtami 2024 : જન્માષ્ટમી પર ઘરે જ બનાવો કાન્હાનો ઝૂલો, અહીં જાણો બનાવવાની સૌથી સરળ રીત (Priya Goel/Instagram)

Janmashtami 2024 : જન્માષ્ટમી (Janmashtami 2024) ના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. આ દિવસે આઠમે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો તેથી તેને કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમી 26 ઓગસ્ટ 2024 (Janmashtami 2024 Date) ના રોજ સોમવારે દિવસે માનવામાં આવશે. જેથી જન્માષ્ટમીને લઈને તમામ તૈયારીઓ શરૂ થઇ ગઈ છે.

જન્માષ્ટમીના અવસરે ભક્તો સાચા મનથી પૂજા અર્ચના કરી ભગવાન કૃષ્ણના નામનો ઉપવાસ રાખે છે. શ્રી કૃષ્ણની મૂર્તિને નવા કપડાં પહેરાવે છે, એમને શણગારે છે અને ત્યારબાદ ભગવાનને ઝૂલે ઝુલાવે છે. પરંતુ માર્કેટમાં એના માટે ઝૂલા ખુબજ મોંઘા મળે છે,એવામાં જો તમે ઈચ્છો તો સરળતાથી સુંદર કૃષ્ણના ઝૂલા ઘરે બનાવી શકો છો, એના માટે 2 સરળ ટિપ્સ આપી છે, અહીં જાણો

કાર્ડ બોર્ડ અને વેસ્ટ બોર્ડનો ઝૂલો

ડિજિટલ ક્રીએટર ઈસુ શર્માએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઘરે અવેલેબલ વેસ્ટ ડબ્બા દ્વારા કાન્હાજી માટે અત્યતં અદભુત ઝૂલો ખુબજ સરળતાથી બનાવીને વિડીયો શેર કર્યો છે,

આ પણ વાંચો: Sheetala Satam : શીતળા સાતમ પર પર ઠંડુ ભોજન ખાવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ શું છે? જાણો

આ રીતે બનાવો ઝૂલો

  • સૌ પ્રથમ મોટી સાઈઝનો ઝબ્બો લો, જો લડ્ડુ ગોપાલની સાઈઝ વધારે હોઈ તો તમે લાકડાનું કાર્ડ બોર્ડ પણ લઇ શકો છો.
  • આ ડબ્બા અથવા કાર્ડબોર્ડને ફ્રેશ ડિઝાઇન વાળા કપડાથી કવર કરો.
  • ત્યારબાદિક ગોળ ફ્રેમ લઈને તેને પણ કપડાથી કવર કરી લો.
  • આ ફ્રેમને ગ્લુની મદદથી કારબોર્ડ પર બરાબર વચ્ચે ચોંટાડી દો.
  • હવે લડ્ડુ ગોપાલની સાઇઝનું કાર્ડબોર્ડ લો અને તેને પણ કપડાંની મદદથી કવર કરી લો, સાથે કાર્ડબોર્ડઈ કિનારી પર ગોટા ચોંટાડો.
  • હવે એ ગોટાથી 2 મોટી રસ્સીને ગોળાકાર ફ્રેમથી ફેરવો અને ઝીઉલો બનાવો.

માટીના કોડિયાનો ઝૂલો

ડિજિટલ ક્રીયેટર પ્રિયા ગોયલએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વિડીયો શેર કર્યો અને માટીના કોડિયાનો ઝૂલો બનાવની સરળ શેર કરી છે,

આ પણ વાંચો: Janmashtami 2024: 56 ભોગ શું હોય છે? જન્માષ્ટમી પર ચડાવવામાં આવતા આ પ્રસાદ વિશે જાણો બધી જ માહિતી

આ રીતે બનાવો ઝૂલો

  • એના માટે સૌ પ્રથમ મોટી સાઇઝના 2 મોટા માટીના કોડિયાં લો, તેને થોડા કલાકો માટે પાણીમાં પલાળીને રાખો.
  • ત્યારબાદ તેને ધારદાર ખીલ્લી દ્વારા કોડિયામાં 4 હોલ કરો.
  • હવે ગોળાકાર 2 મોટી લો અને તેને ડિઝાઇન વાળા કપડાથી કવર કરો.
  • ત્યારબાદ અન્ય ગોળાકાર લાકડી લો પરંતુ તેની સાઈઝ અન્ય 2 લાકડી કરતા વધુ હોવી જોઈએ, તેને પણ કપડાંથી કવર કરી લો.
  • હવે 2 નાના પ્લાસ્ટિકના કુંડા લો તેને માટીથી ભરી લો.
  • હવે આ કુંડામાં કપડાથી કવર કરીએ બન્ને લાકડી બન્ને સાઈડ લગાવી દો. અને તેનાથી ઝૂલાનું સ્ટેન્ડ ટાયર કરો.
  • મોટી લાકડીને આ બન્ને લાકડીઓ પર રાખો અને રસ્સીની મદદથી બાંધી લો.
  • કોડિયાની ચારેય હોલમાં રસ્સી બાંધો અને પછી લાકડીથી બાંધી લો.
  • આટલું કરતાજ તમારો ઝૂલો બનીને તૈયાર થઇ જશે, ઝુલાને તમે મોરપીંછ અથવા અન્ય સુંદર ગોટાથી સજાવી લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ