Janmashtami 2024 : જન્માષ્ટમી પર લડ્ડુ ગોપાલને ચડાવવામાં આવે છે શ્રીખંડનો ભોગ, જાણો તેને બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત

Janmashtami 2024 : જન્માષ્ટમીના પર્વ પર શ્રી કૃષ્ણને શ્રીખંડનો ભોગ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ શ્રીખંડ બનાવવાની સરળ રીત.

Written by Ashish Goyal
August 25, 2024 16:37 IST
Janmashtami 2024 : જન્માષ્ટમી પર લડ્ડુ ગોપાલને ચડાવવામાં આવે છે શ્રીખંડનો ભોગ, જાણો તેને બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત
જન્માષ્ટમીના પર્વ પર શ્રી કૃષ્ણને શ્રીખંડનો ભોગ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે (તસવીર -@nishamadhulika)

Janmashtami Shrikhand Recipe: મથુરા સહિત મોટાભાગના સ્થળોએ આવતીકાલે એટલે કે સોમવારે 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈને તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ મહત્વનો છે. આ ખાસ દિવસને ઘર-ઘરમાં મહાઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાની આઠમની મધ્યરાત્રિએ જેલમાં થયો હતો. આવી સ્થિતિમાં દર વર્ષે આ ખાસ તિથિએ કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ભક્તો શ્રીકૃષ્ણના નામે વ્રત રાખે છે, લડ્ડુ ગોપાલને નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે. ભગવાનની મૂર્તિને પંચામૃતથી મધ્યરાત્રિથી સ્નાન કરાવવામાં છે અને પછી ભગવાનને તેમનો પ્રિય ભોગ ધરાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ભગવાનના મનપસંદ ભોગમાંથી એક શ્રીખંડ પણ છે. જન્માષ્ટમીના પર્વ પર શ્રી કૃષ્ણને શ્રીખંડનો ભોગ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ શ્રીખંડ બનાવવાની સરળ રીત.

આ સામગ્રીની જરૂર પડશે

  • પ્રખ્યાત શેફ નિશા મધુલિકાએ શ્રીખંડ બનાવવાની રેસીપી તેના યુટ્યુબ હેન્ડલ પર શેર કરી છે. શેફ જણાવે છે કે આ માટે તમારે 500 ગ્રામ દહીંની જરૂર પડશે.
  • 1/4 કપ પીસેલી ખાંડ
  • 2 મોટી ચમચી દૂધ
  • 2 લીલી ઈલાયચી
  • 4 બદામ
  • 6 થી 7 પિસ્તા
  • 8 થી 10 કેસરની પાંદડી

આ પણ વાંચો – 56 ભોગ શું હોય છે? જન્માષ્ટમી પર ચડાવવામાં આવતા આ પ્રસાદ વિશે જાણો બધી જ માહિતી

કેવી રીતે બનાવાય શ્રીખંડ?

  • આ માટે સૌ પ્રથમ એક સાફ પાતળું કપડું લો અને તેમાં દહી નાખીને તેને સારી રીતે નિચોવીને 2 કલાક તૈયાર થવા માટે મૂકી દો.
  • હવે 2 મોટી ચમચી દૂધમાં 8 થી 10 કેસરની પાંદડી નાખીને 5થી 7 મિનિટ સુધી રાખી મૂકો.
  • આ દરમિયાન બદામ-પિસ્તાને ચાકુની મદદથી ઝીણા સમારી લો અને 2 લીલી એલચીને ક્રશ કરીને બારીક પાવડર બનાવી લો.
  • હવે રાખી મુકેલા દહીંને પહેલા ચમચીની મદદથી સારી રીતે હલાવો અને પછી તેમાં 1/4 કપ પાવડર ખાંડ ઉમેરો.
  • આમ કર્યા બાદ તેમાં એલચી પાવડર અને કેસર મિલ્ક ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  • હવે આ મિશ્રણમાં અડધી કાપેલી બદામ અને પિસ્તા ઉમેરીને હલાવો.
  • આમ કરવાથી તમારો શ્રીખંડ તૈયાર થઈ જશે.
  • તેને એક નાના બાઉલમાં મુકી બાકી રહેલા બદામ-પિસ્તા વડે ગાર્નિશ કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ