Health News In Gujarati: ડાયાબિટીસ દર્દી માટે સમાચાર આવ્યા છે. શરીરમાં બ્લડ સુગર લેવલ વધી જાય ત્યારે ડાયાબિટીસ બીમારી થાય છે. ડાયાબિટીસ એક એવો રોગ છે જે એક વખત કોઈને શિકાર બનાવી દે તો ધીમે ધીમે શરીરના અંગો પર અસર કરે છે અને અનેક ગંભીર રોગોનું કારણ પણ બને છે. આજના સમયમાં ડાયાબિટીસ અને મેદસ્વીપણું એ સમગ્ર દુનિયામાં ગંભીર આરોગ્ય સમસ્યાઓ બની ગઈ છે. બ્લડ સુગરની સમસ્યાને કારણે ભારત સહિત દુનિયાભરમાં કરોડો લોકો આ બંને પરિસ્થિતિઓ સામે ઝઝૂમી રહ્યા છે અને આજીવન દવાઓ પર નિર્ભર થઈ જાય છે.
હકીકતમાં, બ્લડ સુગર એ શરીરની ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે અને તે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી મેળવવામાં આવે છે. સ્વાદુપિંડ જે હોર્મોન્સ બનાવે છે તે ઇન્સ્યુલિન ખોરાક ગ્લુકોઝને શરીરના કોષોમાં પરિવહન કરવામાં મદદ કરે છે, જેથી તેનો ઊર્જા તરીકે ઉપયોગ કરી શકાય, પરંતુ જ્યારે શરીર પૂરતું ઇન્સ્યુલિન બનાવતું નથી અથવા ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરતું નથી, ત્યારે ગ્લુકોઝ લોહીમાં રહે છે અને કોષો સુધી યોગ્ય રીતે પહોંચતું નથી. જેના કારણે શરીરની ઉર્જાની જરૂરિયાત પૂરી થતી નથી અને શરીરમાં બ્લડ સુગર લેવલ વધવા લાગે છે.
તાજેતરમાં જાપાનના વૈજ્ઞાનિકોએ એક નવા અભ્યાસમાં દાવો કર્યો છે કે, કેટલાક સરળ પ્રાકૃતિક ઉપાયો અને દિનચર્યાની મદદથી સુગરને કંટ્રોલ કરી શકાય છે, એટલું જ નહીં તેનાથી વજન પણ ઘટાડી શકાય છે. જેના માટે કોઈ દવાની જરૂર નહીં પડે. જાપાનમાં વૈજ્ઞાનિકોની એક ટીમે એક રિસર્ચમાં દાવો કર્યો છે કે જીન એડિટિંગ દ્વારા શરીરમાં નેચરલ ઓજેમ્પિક બનાવી શકે છે. આ રિસર્ચમાં જાપાનના રિસર્ચર્સને જાણવા મળ્યું છે કે, જીન એડિટિંગ દ્વારા શરીરમાં નેચરલ ઓજેમ્પિકનું ઉત્સર્જન કરી શકાય છે, જે વજન ઘટાડવા માટે પણ કારગર સાબિત થઇ શકે છે. તેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહેવાની સાથે વજન ઘટાડવામાં પણ મદદ મળશે.
ક્લેવલેન્ડ ક્લિનિકના અહેવાલ મુજબ, જીએલપી-1 એગોનિસ્ટ્સ એ દવાઓનો એક વર્ગ છે, જેનો ઉપયોગ ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકોમાં બ્લડ સુગર લેવલ નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે થાય છે. જાપાની વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનમાં ઉંદર પર ખાસ જીન એડિટિંગ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. જાણવા મળ્યું હતું કે એક વખત ઉંદરોની સારવાર થઈ ગયા બાદ તેઓ 6 મહિના સુધી તેમના શરીરમાં એકેન્ટાઈડ નામની દવા બનાવતા રહ્યા હતા.
સંશોધનને બે જૂથોમાં વહેંચવામાં આવ્યું હતું, એકમાં જીન એડિટિંગ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બીજું જૂથ એ હતું કે જેમા જની એડિટિંગ કરવામાં આવી ન હતી. આ ઉંદરોને વધુ ચરબીયુક્ત આહાર આપવામાં આવતો હતો જેથી તેઓ મેદસ્વી બની ગયા હતા અને પ્રીડાયાબિટીસ જેવી સ્થિતિમાં પહોંચી ગયા હતા. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે ઉંદરોના શરીર કુદરતી રીતે એક્સેનાટાઇડનું ઉત્પાદન નથી કરી રહ્યું, તે જીન એડિટિંગ વાળા ઉંદરની તુલનામાં વધુ ખાય છે. આવી સ્થિતિમાં, જીન એડિટિંગ પછી, જે ઉંદરોના શરીરમાં જાતે જ એક્સેન્ટાઇડ બનાવવાનું શરૂ થયું હતું, તેઓએ ખોરાક ઓછો ખાધો હતો. આને કારણે તેમનું વજન ઓછું થયું હતું અને ઇન્સ્યુલિનનો પ્રતિભાવ વધુ સારો હતો, જેના કારણે બ્લડ સુગર નિયંત્રણમાં રહ્યું હતું.





