પ્રખ્યાત કથાવાચક અને મોટિવેશનલ સ્પીકર જયા કિશોરી આજે કોઇ પરિચયને મોહતાજ નથી. ભારતથી લઇને વિદેશોમાં તેમના બોલવાનો તરીકો અને ભજનની શૈલીની પ્રશંસા થાય છે. આ સિવાય જયા કિશોરી ફિટેનેસને કારણે પણ ચર્ચામાં રહે છે. વિશ્લભરમાં જયા કિશોરીના ચાહકો ફેલાયેલા છે. હકીકતમાં જયા કિશોરી આજે જેટલી પાતળી અને સુંદર દેખાઇ છે પહેલાં તે આવી દેખાતી નહોતી. એક એવો પણ સમય હતો જ્યારે કથાવાચકનો હેવી વજન હતો. આ સંદર્ભે તેને એક ઇન્ટરવ્યુમાં ખુલાસો છે.
જયા કિશોરીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘તેણે માત્ર 15 દિવસમાં તેનો વજન ઘટાડ્યો છે. આ સાથે તેને તેનો ડાયટ પ્લાન પણ શેર કર્યો . જેના દ્વારા તેણે ફૈટથી ફિટ સુધીની સફર ખેડી. વધુમાં જયા કિશોરીએ કહ્યું હતું કે, શરૂઆતમાં મેં વજન ઘટાડવા માટે ક્રેશ ડાયટ અનુસર્યું હતું. જેને લઇને મને ટૂંક સમયમાં પસ્તાવો થયો હતો. મેં લગભગ દેરક ખોરાકનું સેવન ટાવ્યું હતુ. જેને પગલે મારો વજન તો ઘટી રહ્યો હતો, પરંતુ બીજી બાજુ મારા સ્વાસ્થને નુકસાન થઇ રહ્યું હતું. મારા મગજ પર અસર થઇ રહી હતી, તેણે કામ કરવાનું બંધ કરી દીધું હતું. હું કોઇ પણ કામમાં ફોક્સ કરી શક્તી ન હતીં. પુસ્તકોમાં પણ મારું મન લાગતું નહોતુ’.
આ સાથે જયા કિશોરીએ જણાવ્યું કે, ‘જ્યારે આ બધુ વધી ગયું ત્યારે મને સમજાયું તે આ યુક્તિ યોગ્ય નથી. શરીરને આવશ્યક વસ્તુઓ નહીં મળે તો કંઇ રીતે મગજ કામ કરશે. આ પછી મેં એક નવી તરકીબ અપનાવી. કથાવાચકે કહ્યું કે, મેં વિચારી લીધું હતું કે, હું મારું ડાયટનું વઝુ ધ્યાન રાખીશ. હું જંક ફૂડ બિલકુલ ખાઇશ નહીં’.
આ પણ વાંચો: આજનો ઇતિહાસ 21 જૂન : વિશ્વ યોગ દિવસ – યોગ કરો રોગ મુક્ત રહો; વિશ્વ સંગીત દિવસ
આ ઉપરાંત જયા કિશોરીએ જણાવ્યું હતું કે, ‘તે 98થી 99 ટકા સાત્વિક ભોજન લેવાનું પસંદ કરે છે. તેમને ચોખ્ખા અને બેસન વધારે પસંદ છે. આ સિવાય તેઓ ભાગ્યે જ પસંદીદા ખોરાક લે છે. તેમજ વજન ઘટાડવા સમયે સુગર પણ કંટ્રોલ કર્યો હતો. આ સિવાય જયા કિશોરીએ ડાયટમાં ઘઉં કરતા બાજરાના રોટલા ખાવાનું વધુ રાખ્યું. જે વજન ઘટાડવામાં બહુ ફાયદાકારક સાબિત થશે’.





