જીન્સ ધોવાની સરળ રીત, આ રીતે વોશિંગ મશીન વગર જ તરત જ સાફ થઇ થશે

Jeans Cloth Washing Tips At Home: જીન્સ ધોવાનું કામ બહુ જ મુશ્કેલ છે. તેને ધોવા માટે ઘણી મહેનત કરવી પડે છે. જો કે અહીં જણાવેલી ટિપ્સને ફોલો કરીને વોશિંગ મશિન વગર જ ગંદા જીન્સ સરળતાથી સાફ કરી શકાય છે.

Jeans Cloth Washing Tips At Home: જીન્સ ધોવાનું કામ બહુ જ મુશ્કેલ છે. તેને ધોવા માટે ઘણી મહેનત કરવી પડે છે. જો કે અહીં જણાવેલી ટિપ્સને ફોલો કરીને વોશિંગ મશિન વગર જ ગંદા જીન્સ સરળતાથી સાફ કરી શકાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Jeans Washing Tips | Jeans Wash Tips | jeans washing instructions | jeans washing guide

Jeans Washing Tips : જીન્સ ધોવાની રીત (Photo: Freepik)

Jeans Cloth Washing Tips At Home: જીન્સ એક ફેશન સ્ટાઇલ છે. નાના બાળકથી લઇ મોટી ઉંમરના વ્યક્તિ જીન્સ પહેરે છે. જીન્સ આમ તો સ્ટ્રોન્ગ અને સ્ટાઇલિશ છે, પરંતુ જ્યારે ઘોવાની વાત આવે છે ત્યારે ઘણી બધી સમસ્યાઓ આવે છે. જો તમારા ઘરમાં વોશિંગ મશીન ન હોય તો જીન્સના કપડા ધોવામાં વધુ મુશ્કેલી પડે છે. જો કે વોશિંગ મશીન વગર પણ તમે તેને સરળતાથી સાફ કરી શકો છો.

Advertisment

સરકો અને બેકિંગ સોડા

જીન્સ ધોવા માટે તમે સરકો અને બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. જીન્સ માંથી આવતી ગંધ અને ડાઘ પણ તેમાંથી સરળતાથી દૂર થઈ જશે. આ માટે સૌ પ્રથમ પાણીની ડોલમાં અડધો કપ સફેદ વિનેગર અને બે ચમચી બેકિંગ સોડા મિક્સ કરી લો. હવે આ પાણીમાં જીન્સ 20-25 મિનિટ સુધી પલાળી રાખો. થોડા સમય પછી તેને સાદા પાણીથી ધોઈ લો. આનાથી જીન્સ સાફ થવાની સાથે સાથે ગંધ પણ દૂર થશે.

બ્રશ વડે સાફ કરો

જો જીન્સ આખું ગંદું ન હોય અને અમુક જ ભાગ પર ડાઘ હોય તો તમે માત્ર બ્રશ વડે જ ડાઘ વાળી જગ્યાને સાફ કરી શકો છો. આ માટે તમે જૂના ટૂથબ્રશનો ઉપયોગ કરી શકો છો. જૂના ટૂથબ્રશ અથવા લોન્ડ્રી બ્રશને ડિટરજન્ટ અથવા પ્રવાહી સાબુમાં ડૂબાડો. હવે ડાઘ વાળા ભાગ પર હળવા હાથથી ઘસો. પછી તેને સ્વચ્છ ભીના કપડા વડે લૂછીને સુકવી દો.

વરાળ થી જીન્સ સાફ કરો

જો તમારે તરત જ પહેરવાનું હોય અને ધોવાનો સમય ન હોય તો જીન્સને સ્ટીમર કે ગરમ પાણીની વરાળથી સાફ કરી શકાય છે. ત્યાર પછી થોડી વાર તડકામાં સુકવી દો. આ રીતે કપડા માંથી ગંધ અને બેક્ટેરિયા ઘણી હદ સુધી સાફ થઇ જાય છે.

Advertisment
હેલ્થ જીવનશૈલી