/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Jhalmuri-bengali-famous-street-food-recipe.jpg)
Jhalmuri Bengali famous street food: ઝાલમુરી બંગાળી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. અહીં ઘરે બનાવવાની રેસીપી જાણો (ફોટો સોશિયલ મીડિયો)
Jhalmuri recipe : જો તમે સ્પાઇસી અને ક્રિસ્પી સ્ટ્રીટ ફૂડ લવર્સ છો, તો આ બંગાળી ઝાલમુરી જરૂર ટ્રાય કરો! ઘરે ફટાફટ બનતી આ રેસીપી તમારા સ્નેક્સ મેનૂમાં એક નવો ટેસ્ટ ઉમેરશે. આજે જ બનાવો અને તેનો આનંદ લો!
ઝાલમુરી શું છે?
ઝાલમુરી બંગાળનું એક લોકપ્રિય અને મસાલેદાર સ્ટ્રીટ ફૂડ છે, જે ખાસ કરીને કોલકાતાની ગલીઓમાં ખુબજ પ્રખ્યાત છે. મમરા (પફ્ડ રાઈસ) સાથે ડુંગળી, ટામેટા અને વિવિધ મસાલાઓ મિક્ષ કરીને બનાવાય છે, જેનાથી એ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે. આ રેસીપી ફટાફટ બની જાય છે અને ચા કે છાશ સાથે એકદમ પરફેક્ટ નાસ્તો છે.
ઝાલમુરી બનાવવાની સામગ્રી - jhalmuri ingredients
2 કપ મુરમુરા (પફ્ડ રાઈસ)
1 નાની ડુંગળી (બારીક સમારેલી)
1 ટમેટું (બારીક સમારેલું)
1 લીલું મરચું (ચિરેલું)
1 ચમચી સરસવનું તેલ
1/2 ચમચી ચાટ મસાલો
1/2 ચમચી જીરું પાઉડર
1/4 ચમચી કાળા મરી પાઉડર
1/2 ચમચી લીંબુનો રસ
2 ચમચી ભુંજેલા ચણા
2 ચમચી સેવ અથવા શેકેલા મમરા
કોથમીર (સજાવટ માટે)
મીઠું સ્વાદ અનુસાર
ઝાલમુરી બનાવવાની રીત
સૌપ્રથમ એક મોટા બાઉલમાં મમુરા લો અને તેમાં સમારેલી ડુંગળી, ટામેટું અને લીલું મરચું ઉમેરો.હવે તેમાં સરસવનું તેલ, ચાટ મસાલો, જીરું પાઉડર, અને કાળા મરી પાઉડર ઉમેરીને મિક્ષ કરો. તે પછી શેકેલા ચણા, સેવ અને મમરા ઉમેરો અને બરાબર મિક્સ કરો.છેલ્લે લીંબુનો રસ નાખો. તાજી કોથમીર ઉમેરી તત્કાળ સર્વ કરો અને ક્રિસ્પી સ્વાદનો આનંદ માણો!
મહાશિવરાત્રીએ ખાસ બનાવો, શક્કરિયાંની બરફી વાંચો રેસીપી
ઝાલમુરી શા માટે ખાસ છે?
- ફટાફટ અને સરળ રીતે બને છે.
- ઓઇલી ફૂડની તુલનામાં હળવું અને હેલ્ધી છે.
- કોઈપણ સમયે નાસ્તા તરીકે ખાઈ શકાય છે.
- બંગાળી ફૂડ પ્રેમીઓ માટે એક ક્લાસિક ડિશ.
ઝાલમુરી સાથે શું પીવું?
- ચા: ઝાલમુરી અને ગરમ ચાની જોડી અમેઝિંગ છે!
- મસાલા ચાસ: ઠંડક માટે એકદમ બેસ્ટ ઓપ્શન.
- લેમન મિન્ટ ડ્રિંક: તીખાશને બેલેન્સ કરતું ફ્રેશ બેવરેજ.
તમારા મતે, ઝાલમુરી સાથે ચા, છાશ કે લેમન મિન્ટ ડ્રિંક કયું બેવરેજ પરફેક્ટ છે? નીચે કોમેન્ટમાં જણાવો!


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us