Jigarthanda Summer Special Cold Drink: ઉનાળાની ગરમમાં ઠંડા પીણા અને શરબત પીવાથી શરીરને ઠંડક અનુભવાય છે. ઉનાળામાં દિવસે ભીષણ તડકા માંથી ઘરે આવ્યા બાદ ઠંડા પીણા પીવા મળે તો મજા પડી જાય છે. સામાન્ય રીતે લીંબુ શરબત, વરિયાળીનું શરબત, નારિયેલ પાણી, શિકંજી જેવા ઘર બનાવેલા અને બજારમાં વેચાતા કોલ્ડ ડ્રિંક્સ વધારે પીવામાં આવે છે. તેમા ઘરે બનાવેલા શરબત અને ઠંડા પીણાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. ઉપર જણાવેલા ઠંડા પીણા ઉત્તર ભારતમાં સૌથી વધારે પ્રખ્યાત છે. તો દક્ષિણ ભારતમાં ખાસ કરીને તમિલનાડુમાં જીગર ઠંડા ફેમસ સમર ડ્રિંક્સ છે.
એવું માનવામાં આવે છે કે, જીગર ઠંડા ડ્રિક્સ મદુરાઇમાં રહેતા લોકોની વાનગી છે. જીગર ઠંડાનું અર્થ ઠંડુ હૃદય થાય છે. એટલે કે આ પીણું પીવાથી હૃદયમાં ઠંડક થાય છે. જીગર ઠંડા દિલ થી લઇ પેટની ગરમી શાંત કરવામાં મદદ કરે છે. જો તમે પણ તમિલનાડુનું પ્રખ્યાત જીગર ઠંડા બનાવવા માંગો છો, તો અહીં સરળ રેસીપી આપી છે.
Jigarthanda Recipe Ingredients : જીગરાઠંડા રેસીપી બનાવવા માટે સામ્રગ્રી
ઠંડુ દૂધ, ગુંદર, રોઝ સીરપ કે બીટ સીરપ, ખાંડ, આઇસક્રીમ
Jigarthanda Recipe : જીગરા ઠંડા બનાવવાની રીત
- જીગર ઠંડા બનાવવા માટે સૌથી પહેલા 1 કે 2 નાની ચમચી ગુંદરને પાણીમાં ધોઇ લો.
 - આ ગુંદરને આખી રાત પાણીમાં પલાળી રાખો. ગુંદર પાણીમાં પલાળી રાખવાથી તે ફુલી જશે.
 - સવારે પાણીમાં પલાળેલા ગુંદરને મિક્સ કરી જાડી પેસ્ટ જેવું બનાવી લો, તમે ઇચ્છો તો મિક્સર જારમાં પણ ગુંદરની પેસ્ટ બનાવી શકો છો.
 - એક પેનમાં ખાંડ નાંખી ઓગાળો, ખાંડને ઓગળી સીરપ બનાવી લો.
 - જીગર ઠંડા ડ્રિંક બનાવવા માટે એક તપેલીમાં ઘટ્ટ ક્રિમી દૂધ લો
 - ત્યાર પછી ગુંદર અને રોઝ સીરપ કે બીટ રૂટ સીરપ ઉમેરો અને સુગર સીરપ ઉમેરી બરાબર મિક્સ કરો
 - છેલ્લે આ મિશ્રણમાં વેનીલા આઇસ્ક્રિમ કે તમારો મનપસંદ આઇસ્ક્રિમ ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો.
 - તમે ઇચ્છો તો તેમા ડ્રાયફ્રૂટ્સના નાના નાના ટુકડા પણ ઉમેરી શકાય છે.
 - હવે જીગર ઠંડાને ઠંડુ થવા મૂકી ફ્રિજમાં મૂકો
 - 1 કાચના ગ્લાસમાં જીગરા ઠંડા ડ્રિંક ભરો, ઉપરથી ડ્રાયફુટ્સના ટુકડા વડે ગાર્નિશ કરી સર્વ કરો.
 





