/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Jo-Rabdi-Recipe.jpg)
Jo Rabdi Recipe: જવની રબડી. પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)
Jo Rabdi Recipe In Gujarati: જવ પોષ્ટિક અનાજ છે. જવની તાસીર ઠંડી હોય છે, આથી ઉનાળામાં જવની વાનગી ખાવાથી શરીરને ઠંડક મળે છે. જવના લોટમાંથી વિવિધ વાનગી બને છે. જવનમાં ફાઇબર, આયર્ન, પ્રોટીન અને કેલ્શિયમ જેવા વિવિધ પોષક તત્વો હોય છે, જે શરીરને પોષણ આપે છે. ઉનાળામાં જવનું સેવન શરીરને ઉર્જા આપે છે અને લૂથી બચાવે છે. અહીં જવની રબડી બનાવવાની રીત આપવામાં આવી છે. છાશ સાથે બનતી જવની રબડી ઉનાળામાં ખાવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. ચાલો જાણીયે જવની રબડી બનાવવાની રીત અને તે ખાવાના ફાયદા
જવની રબડી બનાવવા માટે સામગ્રી
- જવનો લોટ
- ઘઉંનો લોટ
- છાશ
- મીઠું સ્વાદ અનુસાર
Jo Rabdi Recipe : જવની રબડી બનાવવાની રીત
- જવની રબડી બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં જવનો લોટ ચાળી લો
- ત્યાર પછી તેમા ઘઉંનો લોટ અને છાશ નાંખી બરાબર મિક્સ કરી લો, છાશમાં લોટના ગઠ્ઠા ન રહે તેની માટે બરાબર ફેંટી લો
- હવે ગેસ ચાલુ એક ઉંડી કડાઇ કે તપેલીમાં આ મિશ્રણ ઉકાળો
- જવની રબડીને ધીમા તાપે ઉકાળો
- રબડીમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો, જો તમને મીઠી રબડી ખાવી ગમતી હોય તો ગોળ ઉમેરી શકાય છે.
- આ દરમિયાન રબડી સતત હલાવતા રહો, તેથી લોટના ગઠ્ઠા ન રહે
- જવની રબડી સહેજ ઘટ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરો અને રબડીને ઠંડી થવા દો.
- જવની રબડી ઠંડી થાય એટલે સર્વ કરો. તમે ફ્રીજમાં રબડી ઠંડી કરીને પણ ખાઇ શકાય છે.
Jo Rabdi Benefits : જવની રબડી ખાવાના ફાયદા
અપોચમાં રાહત આપશે
ઉનાળાની ગરમીમાં ગેસ, એસિડિટી, અપચો જેવી સમસ્યામાં જવની રબડી રાહત આપે છે. સવારે જાગ્યા બાદ શરીરમાં અશક્તિ કે નબળાઇ લાગતી હોય તો જવની રાબડી ખાવી ફાયદાકારક રહે છે.
બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરશે
ડાયાબિટીસ દર્દી માટે જવનું સેવન ફાયદાકારક હોય છે. જવ બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.
ગર્ભવતી મહિલાઓ માટે પોષ્ટિક આહાર
ગર્ભવતી મહિલાઓ માટે જવનું સેવન ઘણું ફાયદારૂપ હોય છે. શરીરની અશક્તિ દૂર કરે છે.
શરીરનું વજન ઘટવા માટે ઉત્તમ આહાર
જવમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે, આથી જવના લોટની રબડી ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. આવી સ્થિતિમાં વધારે ખાવાથી બચી શકાય છે અને વેટ લોસ કરવામાં મદદ મળે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us