Joint Paint Releif : શું સાંધાનો દુખાવો અસહ્ય બની રહ્યો છે? આચાર્ય બાલકૃષ્ણના આ નિશ્ચિત ઉપાયોને તુરંત અપનાવો, રાહત મળશે

Joint Pain Releif : એક મીડિયા અહેવાલ અનુસાર, આ સમયે સમગ્ર વિશ્વેમાં સાંધાના દુખાવાના લગભગ 18 કરોડ દર્દીઓ છે. તેવામાં જો તમે પણ આ દુખાવાથી પરેશાન છો તો આ અહેવાલ તમારે જરૂર વાંચવો જોઇએ. જે બાદ તમે રાહત અનુભવશો.

Joint Pain Releif : એક મીડિયા અહેવાલ અનુસાર, આ સમયે સમગ્ર વિશ્વેમાં સાંધાના દુખાવાના લગભગ 18 કરોડ દર્દીઓ છે. તેવામાં જો તમે પણ આ દુખાવાથી પરેશાન છો તો આ અહેવાલ તમારે જરૂર વાંચવો જોઇએ. જે બાદ તમે રાહત અનુભવશો.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Joint Pain| Joint Pain Releif| Acharya Balkrishna Video| Health Tips

Joint Paint Releif : શું સાંધાનો દુખાવો અસહ્ય બની રહ્યો છે? આચાર્ય બાલકૃષ્ણના આ નિશ્ચિત ઉપાયોને તુરંત અપનાવો, રાહત મળશે

Join Pain Health Tips : ખરાબ વૃદ્ધોની સાથે-સાથે યુવાનોમાં પણ પગમાં દુખાવાની સમસ્યા વધી છે. જેની પાછળ ઘણા કારણો જબાદાર છે. જે પૈકી એક અર્થરાઇટિસ છે. એક મીડિયા અહેવાલ અનુસાર, આ સમયે સમગ્ર વિશ્વેમાં સાંધાના દુખાવાના લગભગ 18 કરોડ દર્દીઓ છે. તેવામાં જો તમે પણ આ દુખાવાથી પરેશાન છો તો આ અહેવાલ તમારે જરૂર વાંચવો જોઇએ. જે બાદ તમે રાહત અનુભવશો.

Advertisment

બાબા રામદેવના સહયોગી અને આર્યુવેદ કેન્દ્ર પંતજલિ યોગપીઠના અધ્યક્ષ આચાર્ય બાલકૃષ્ણએ તાજેતરમાં તેની યુટ્યુબ ચેનલ પર કેટલાક વીડિયો શેર કર્યા છે. જેમાં તેઓ અર્થરાઇટિસના દુખાવાથી છુટકારો મેળવવવા માટે અચૂક નુસ્ખા બતાવતા નજર આવે છે.

આચાર્ય બાલકૃષ્ણના મતે, પગના દુખાવાથી રાહત મેળવવા માટે તેજના પાનનો ઉપયોગ જોઇએ. સૌપ્રથમ તમારે 4થી 5 તેજના પાન લેવા અને તેની સાથે અરંડના પાનને પીસી લો. પછી તેને ગોઠણ પર લગાવી લો. આમ કરવાથી તમને ઘૂંટણના દર્દથી ઓછા સમયમાં રાહત મળી શકે છે. આ સિવાય તમે હર્બલ ચામાં 3-4 તેજના પાનને નાંખીને ઉકાળી લો. આ સાથે તેજના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી પણ ઘણી રાહત મળશે.

તેજના પાનમાં યૂજેનોલ અને મિરસીન કંપાઉંડ હોય છે. જે પીડામાંથી રાહત અપાવવામાં અસરદાર છે. આ સિવાય તેજના પાનમાં એન્ટી ઇન્ફલેમેટરી અને એન્ટી ઓક્સીડેંટ ગુણ પણ ઘૂંટણના દુખાવા તેમજ સોજાને ઉતારવામાં મદદરૂપ થાય છે.

Advertisment

સરસવના તેલમાં આદુનો પ્રયોગ

અર્થરાઇટિસ મામલે સરસવના તેલમાં સૂંઠ પાઉડર અને થોડુ આદુ નાંખીને તેને થોડીવાર ગેસ પર પકાવી મિક્સ કરી લો. આ પછી તેલને હળવું ઠંડુ કરીને દુખાવાની જગ્યાએ મસાજ કરો.

આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું હતું કે, સૂંઠ અને આદુમાં એનાલોસિક ગુણ સમાવિષ્ટ હોય છે. જે દર્દને ઓછો કરવામાં મદદગાર થાય છે. આ સિવાય આદુમાં રહેલું એન્ટી-ઇન્ફેમેટરી તત્વ પણ શરીરમાંથી સોજાને ઉતારે છે.

આ સાથે તમે 100 ગ્રામ સરસવના તેલમાં 20થી 25 ગ્રામ લસણ અને 20થી 25 ગ્રામ સૂંઠ નાંખીને ધીમા ગસે પકાવી લો. જ્યારે આ તેલ લાલ થઇ જાય તો પછી તેને ગાળી લો. ત્યારબાદ તેની માલિશ કરવાથી તમને દુખાવામાંથી રાહત મળશે.

આ પણ વાંચો : Ayurvedic Herbs For Lungs : ફેફસાંની ગદંકીને સાફ કરશે આ આયુર્વેદિક ઉપચાર; ફેફસાંના કેન્સરનું જોખમ દૂર થશે, જાણો આયુર્વેદિક દવાનું સેવન કરવાની રીત

લસણમાં એન્ટી ઓક્સિડેંટ અને સલ્ફર યૌગિકો ભરપૂર હોય છે. સાથે જ લસણમાં સમાવિષ્ટ એલિસિન પગના દુખાવામાંથી રાહત મેળવવાનો ઉપાય માનવામાં આવે છે. આ સિવાય ઘણા અભ્યાસમાં પરિણામ સામે આવ્યું છે કે, લસણ ઘૂંટણમાં બ્લડ ફ્લો વધારીને સારા મોબિલિટીમાં મદદ કરે છે. જે તેજીથી વ્યક્તિને દર્દમાંથી છૂટકારો આપી શકે છે.Ayurvedic Herbs For Lungs : ફેફસાંની ગદંકીને સાફ કરશે આ આયુર્વેદિક ઉપચાર; ફેફસાંના કેન્સરનું જોખમ દૂર થશે, જાણો આયુર્વેદિક દવાનું સેવન કરવાની રીત

ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી health tips