scorecardresearch

Juice For High BP: આ ત્રણ પ્રકારના જ્યુસ હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં છે કારગર છે,જાણો ફાયદા

Juice For High BP: બ્લડ પ્રેશર (High BP) ને સરળતાથી કંટ્રોલ કરવા માટે કેટલાક ફળો અને શાકભાજીના જ્યુસ (Juice) નું સેવન ફાયદાકારક સાબિત થાય છે.

Juice for high BP
હાઈ બીપી માટે જ્યુસ

Juice For High BP: બ્લડ પ્રેશર એક લાંબી બિમારી છે જેના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ભારતમાં હાઈ બીપીના દર્દીઓની સંખ્યા વધુ છે. એક તૃતિયાંશ લોકો એવા છે જેમને ખબર પણ નથી હોતી કે તેમને હાઈ બીપીની બીમારી છે. કોઈપણ વ્યક્તિનું સામાન્ય બ્લડ પ્રેશર 120/80 હોય છે, પરંતુ જે લોકોનું બ્લડ પ્રેશર આ સ્તર કરતા વધારે હોય તેઓ હાઈ બીપીની શ્રેણીમાં આવે છે. જ્યારે બ્લડ પ્રેશર વધારે હોય છે ત્યારે તેના લક્ષણો શરીરમાં દેખાવા લાગે છે. હાઈ બીપી સ્ટ્રોક, કિડની ફેલ્યોર અને હ્રદય રોગનું જોખમ વધારે છે.

હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે શરીરને સક્રિય રાખવું, તણાવથી દૂર રહેવું અને ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તમે જાણો છો કે ખોરાકમાં મીઠું ઓછું ખાવાથી અને ચાલવા અને કસરત કરીને તમે સરળતાથી બીપીને કંટ્રોલ કરી શકો છો. બીપીને કંટ્રોલ કરવા માટે તમે ડાયટમાં કેટલાક ખાસ ફળો અને શાકભાજીના જ્યુસનું પણ સેવન કરી શકો છો.

આ પણ વાંચો: Weight Loss: સવારના નાસ્તામાં 50થી ઓછી કેલરીવાળી આ સ્મૂધીનું કરો સેવન, બોડી ડીટોક્સ કરવમાં મદદગાર

કેટલાક ફળો અને શાકભાજીના જ્યુસ બ્લડ પ્રેશરને સરળતાથી કંટ્રોલ કરી શકે છે. યોગ ગુરુ બાબા રામ દેવના જણાવ્યા અનુસાર, જો તમે સવારે ખાલી પેટે દૂધીનો રસ પીવો છો, તો તમે સરળતાથી બીપીને કંટ્રોલ કરી શકો છો. કેટલાક ફળો અને શાકભાજીના રસનું સેવન બીપીને કંટ્રોલ કરવામાં અસરકારક છે. ચાલો જાણીએ કે બીપી કંટ્રોલ કરવા માટે તમે કયા શાકભાજીના જ્યુસનું સેવન કરી શકો છો.

ખાલી પેટે દૂધીનો રસ પીવાથી બીપી કંટ્રોલમાં રહેશે:

દૂધી એક એવી શાકભાજી છે કે તેનો રસ પીવાથી બ્લડપ્રેશરને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. દૂધીના રસમાં પોટેશિયમ પૂરતી માત્રામાં હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે. જો રોજ ખાલી પેટે દૂધીના રસનું સેવન કરવામાં આવે તો વજન પણ સરળતાથી કંટ્રોલ કરી શકાય છે.

બીટરૂટનો રસ પીવો, બીપી રહેશે કંટ્રોલઃ

બીટરૂટનો રસ પીવાથી બ્લડ પ્રેશરને સરળતાથી કન્ટ્રોલ કરી શકાય છે. બીટનો રસ ત્વચામાં ચમક લાવે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આના સેવનથી એનિમિયા મટે છે. દરરોજ સવારે ખાલી પેટ આ જ્યુસનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.

આ પણ વાંચો: હૃદયરોગ અને હાઈ બ્લડપ્રેશર જેવી બીમારીમાં રામબાણ છે આ ચટણી, જાણો ફાયદા

નારંગીનો રસ પીવો, બીપી રહેશે કંટ્રોલઃ

નારંગીના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને બીપીને પણ કંટ્રોલ કરે છે. સવારના નાસ્તામાં પોટેશિયમ, ફોલેટ અને કુદરતી સાઇટ્રસ બાયોફ્લેવોનોઈડથી ભરપૂર નારંગીના રસનું સેવન કરવાથી દિવસભર બીપી કંટ્રોલમાં રહેશે.

Web Title: Juice for high bp control tips fruit juice in blood pressure at home healthy diet ayurvedic life style

Best of Express