/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/PM-Narendra-Modi-Visit-Gir-National-Park-1.jpg)
PM Narendra Modi Visit Gir National Park: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાસણ ગીર નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી. (Photo: @narendramodi)
Jungle Safari Trip Plan Tips: જંગલ સફારી : પ્રવાસ હોય કે બહાર ગામ ફરવા જવાનું દરેક વ્યક્તિને ગમે છે. લોકો રાજસ્થાનના રણથી લઇ જંગલ અને પર્વતોની હરિયાળી સુધી ફરવા જાય છે અને તેમની યાત્રાને આનંદપ્રદ બનાવે છે. જો કે, ઘણા લોકો એવા પણ હોય છે જે કંઇ પણ વિચાર્યા વિના પ્રવાસ માટે નીકળી પડે છે, જેના કારણે તેમને ઘણી સમસ્યાઓ પણ થાય છે.
જો તમે સાસણ ગીર કે અન્ય સ્થળે જંગલ સફારી પર જઈ રહ્યા છો તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને આ માટે તમારે અગાઉથી તૈયારી કરવી જોઈએ. જો તમે પણ જંગલ સફારીની મજા માણવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે કેટલીક મહત્વની માહિતી લાવ્યા છીએ, જેની મદદથી તમે આ યાત્રાને યાદગાર બનાવી શકો છો.
યોગ્ય સમય અને સ્થળ પસંદ કરો
જો તમે પણ જંગલ સફારી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે પહેલા યોગ્ય જગ્યા અને યોગ્ય સમયની પસંદગી કરવી જોઈએ. આ માટે તમે નેશનલ પાર્ક અને વાઈલ્ડલાઈફ અભ્યારણ્યની પસંદગી પણ કરી શકો છો. તમે સાસણ ગીર, કાઝીરંગા, રણથંભોર, જિમ કોર્બેટ નેશનલ પાર્ક વગેરેમાંથી પસંદગી કરી શકો છો. ચોમાસા દરમિયાન ઘણા રાષ્ટ્રીય ઉદ્યાનો બંધ રહે છે. આવી સ્થિતિમાં, સમયને પણ ધ્યાનમાં રાખો.
ટિકિટો બુક કરો
જંગલ સફારી પર જતા પહેલા તમારે અગાઉથી ટિકિટ બુક કરાવી લેવી જોઇએ, જેથી તમને કોઇ પણ પ્રકારની સમસ્યા ન થાય. તમારે જંગલ સફારી માટે સરકારી માર્ગદર્શિકા અને અધિકૃત ડ્રાઇવર સાથે જંગલ સફારી પર જવું જોઈએ.
જંલલ સફારી માટે વાહન પસંદ કરો
સામાન્ય રીતે જંગલ સફારી માટે જીપ ઘણી લોકપ્રિય છે. ખરેખર જીપ સફારીમાં નાના વાહનમાં બેસી જંગલમાં ફરવામાં આવે છે. તે એકદમ રોમાંચક હોય છે. તમે કેન્ટર સફારીનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. કેન્ટર સફારીમાં, લોકો મોટા જૂથોમાં સાથે જાય છે અને સફારીનો આનંદ માણે છે.
જંગલ સફારી દરમિયાન આટલી કાળજી રાખવી
- જંગલ સફારી દરમિયાન વધારે અવાજ ન કરો.
- જંગલમાં કચરો ન ફેલાવો.
- જંગલમાં જાવ તો આછા રંગનાં કપડાં પહેરો. તમે લીલા, બ્રાઉન અથવા ખાખી રંગના કપડાં પહેરી શકો છો.
- જંગલ સફારી એકદમ સમય માંગી લે તેવી છે. આવી સ્થિતિમાં, આરામદાયક પગરખાં અને ટોપી પહેરો. તમારી સાથે સનગ્લાસ અને સનસ્ક્રીન રાખવાનું ભૂલશો નહીં.
- જંગલ સફારી દરમિયાન સાથે કેમેરો અથવા ટેલિસ્કોપ પણ લઈ શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us