ફિટનેસ એ યોગ્ય માનસિકતા, કમિટમેન્ટ અને ડેડિકેશન માંગે છે, દિવસ દરમિયાન ઓછામાં ઓછું 30 મિનિટ જેટલું વર્ક આઉટ કરીને તમે ફિટનેસ લેવલને આગળ વધારી શકો છો. કરિના કપૂર ખાન આ જ કરે છે, એક્ટ્રેસ વરસાદ, ઠંડી કે ગરમી કોઈ પણ સંજોગોમાં વર્કઆઉટ કરવાનું ક્યારેય ચૂકતી નથી.
કરીનાએ ફરી એકવાર અમને તેના કસરતના કલાકની ઝલક આપી હતી, આ વખતે કરીના ડમ્બેલ અને બાર સાથે વર્કઆઉટ કરતી જોવા મળી હતી.
કરીનાએ પોસ્ટને કેપ્શન આપ્યું કે, “આ સોમવાર છે…ચલો બધા જાગો”
વીડિયોમાં, વીરે દી વેડિંગ એક્ટર એક હાથમાં વજન અને બીજા હાથમાં બાર પકડીને સ્ક્વોટ્સ કરતો જોઈ શકાય છે. જરા જોઈ લો.
તેના ફિટનેસ કોચ મહેશ ઘાણેકરે પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેને ફરીથી શેર કર્યું હતું.

આ પણ વાંચો : ગાય જેવા પ્રાણીઓ કેવી રીતે આબોહવા પરિવર્તનમાં ફાળો આપે છે?
જોકે, આ પહેલી વાર નથી કે કરીનાએ ફિટ અને એક્ટિવ રહેવાની તેની કમિટમેન્ટથી લોકોને પ્રભાવિત કર્યા હોય.
અગાઉ, તેના યોગ ટ્રેનર અંશુકા પરવાણીએ પણ અમને તેની પ્રેક્ટિસની રીલ શેયર કરી હતી. “@kareenakapoorkhan અને @diljitdosanjh સાથે બર્ન કેલરી ” આવું તેણ એક રીલ સાથે લખ્યું જેમાં કરીના દોસાંજના બોર્ન ટુ શાઇન નંબર સાથે વર્કઆઉટ કરતી દેખાતી હતી.

એક યુઝરે કમેન્ટ કરી હતી કે, “તમારી કસરતની પેટર્ન પસંદ છે. વ્યાયામ તમને માત્ર શેપમાં જ રાખતું નથી પણ તમને સ્વસ્થ અને સક્રિય પણ રાખે છે,” બીજાએ લખ્યું, “વ્યાયામ માત્ર તમારા શરીરને જ બદલી શકતું નથી, તે તમારા મન, તમારા એટિડ્યુડ અને તમારા મૂડને બદલે છે.”
વિડિયોમાં, તેણીને કાર્ડિયો અને યોગ કરતી જોઈ શકાય છે જેમાં સાઇડ પ્લેન્ક, બીસ્ટ વોક, જમ્પિંગ જેક, મોઉન્ટેન કલાઈમ્બર્સ, કેટ અને કાઉ પોઝ અને મેડિટેશ સમાવેશ થાય છે. જરા જોઈ લો.
આ પણ વાંચો : સ્વીટ ખાધા પછી પાણી ન પીવું જોઈએ, નિષ્ણાત પાસેથી જાણો
તમારા રોજિંદા વર્કઆઉટ્સમાં વિવિધતા ઉમેરવી શા માટે મહત્વપૂર્ણ છે?
પુણેના ચીફ કન્સલ્ટિંગ ફિઝિયોથેરાપિસ્ટ,કિનેસિસ- સ્પોર્ટ્સ રિહેબ એન્ડ ફિઝિયોથેરાપી ક્લિનિક, ડૉ. રિચા કુલકર્ણીએ જણાવ્યું હતું કે,વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, વૈજ્ઞાનિક રીતે પુખ્ત વયના લોકો માટે અઠવાડિયામાં પાંચ કલાક કસરત અથવા 2.5 કલાકની તીવ્ર કસરતની ભલામણ કરવામાં આવે છે. વ્યક્તિની ઉંમર અને સ્વાસ્થ્ય જેવા વિવિધ પરિબળો પર આધાર રાખીને, એરોબિક અને સ્ટ્રેન્થ ટ્રેઇનિંગનું શ્રેષ્ઠ સંતુલન, લવચીકતા કસરતો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
કસરતના પ્રકારમાં તીવ્રતા અને સમયગાળો તમારા વર્કઆઉટ્સને વધુ અસરકારક બનાવવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે.
શું વધુ વિવિધતા ઉમેરી શકાય?
સેટ્સ અથવા રેપ્સની સંખ્યામાં વધારો કરો
કસરતનો સમયગાળો વધારવાનો પ્રયાસ કરો
કસરત વચ્ચે આરામ ઓછો કરો.
તમારા શરીરના વજન, કેટલબેલ, મેડિસિન બોલ વગેરેનો ઉપયોગ કરીને પ્રતિકારક વર્કઆઉટ્સ વધારો.
ગતિ ધીમી કરો અથવા ઝડપી કરી શકો છો.
એક દિવસે હાઈ ઈન્ટેન્સિટી વર્કઆઉટ અને બીજા દિવસે ફુલ ફ્લેજ્ડ ફુલ બોડી ટોનિંગ વર્ક આઉટ કરવાનો પ્રયાસ કરો.