/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/kashmir-dal-lake.jpg)
કાશ્મીર ભારતનું સ્વર્ગ કહેવાય છે. (Photo - Kashmir Tourism)
Kashmir Tour Package Plan: કાશ્મીર એટલે ભારતનું સ્વર્ગ. ભારતની ઉત્તર દિશામાં આવેલા એક સુંદર રાજ્ય કાશ્મીર મુસાફરી કરવી એક આહલાદક અનુભવ છે. કાશ્મીર ટુર કરવા પ્રવાસીઓ આતુર હોય છે. બફરાચ્છાદિત ઉંચા પર્વત, ઉંચા વૃક્ષો, ખળખળતી વહેતી નદીઓ, ફ્લાવર વેલી પ્રવાસીઓને કાશ્મીર આવવા આકર્ષિત કરે છે. જો કે ઘણા લોકોના મનમાં કાશ્મીર ફરવા જવાનો શ્રેષ્ઠ સમય કયો, ક્યા - ક્યા ફરવા જવું, કેટલા દિવસનો ટુર પ્લાન બનાવવો, પ્રવાસ દરમિયાન શું તકેદારી રાખવી જેવા પ્રશ્નો ઉદભવતા હોય છે. જો તમને પણ આવી મુંઝવણ છે તો અહીં તમારા દરેક FAQ વિશે જવાબ મળશે
કાશ્મીર મુસાફરી માટે શ્રેષ્ઠ સમય કયો - Best Time for Kashmir Tour
કાશ્મીર ઉત્તર ભારતમાં હિમાલયના પર્વતોમાં વસેલું રાજ્ય છે. કાશ્મીર ફરવા જવાનો શ્રેષ્ઠ સમય માર્ચથી મે - જૂન છે. હિમાલય પર્વતથી નજીક અને બરફાચ્છાદિત પ્રદેશ હોવાથી કાશ્મીરમાં તાપમાન ઠંડુ હોય છે. હાલ ઉનાળો ચાલી રહ્યો છે. આ દરમિયાન મોટાભાગના લોકો હિલ સ્ટેશન કે ઠંડા વિસ્તારમાં ફરવા જવાના ટુર પ્લાન બનાવી રહ્યા હશે. જો તમે પણ સમર વેકેશન પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે કાશ્મીર પ્રવાસ બેસ્ટ ડેસ્ટિનેશન છે. શિયાળામાં કાશ્મીરમાં હિમવર્ષા થાય છે. આથી દિવાળીથી જાન્યુઆરી સુધીનો સમય કાશ્મીર પ્રવાસ માટે યોગ્ય હોતો નથી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/kashmir-famous-tourist-places.jpg)
કાશ્મીરના પ્રખ્યાત પ્રવાસન સ્થળ - Famous Tourist Places In Kashmir
કાશ્મીર કુદરતી સૌંદર્યથી ભરપૂર સુંદર પ્રવાસન સ્થળ છે. કાશ્મીરમાં ફરવા લાયક ઘણા સ્થળો છે. કાશ્મીરમાં શ્રીનગર, ડાલ લેક, ગુલમર્ગ, સોનમર્ગ, લેહ, ગોંડોલા કેબલ કાર રાઇડ, ઈન્દિરા ગાંધી તુલીપ ગાર્ડન, બેતાબ વેલી, પરી મહલ, મુઘલ ગાર્ડન, ખીર ભવાની મંદિર, શંકરાચાર્ય મંદિર ઉપરાંત ઘણા પ્રખ્યાત પ્રવાસન સ્થળ છે.
કાશ્મીર પ્રવાસ માટે કેટલા દિવસ જોઇએ? - Kashmir Tour Package
કાશ્મીર ફરવા માટે 5 દિવસ અને 4 રાત્રી થી લઇ એક સપ્તાહનો ટુર પ્લાન બનાવી છે. યોગ્ય રીતે ટુર પ્લાન બનાવી તમે ઓછા દિવસોમાં વધુ સ્થળોની મુલાકાત લઇ શકો છો. કાશ્મીર ફરવા માટે ઘણા ટુર પેકેજ ઉપલબ્ધ છે. કાશ્મીરમાં ઘણી સારી હોટેલ છે. પ્રવાસીઓ તેમના બજેટ અનુસાર હોટેલ પસંદ કરી શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/kashmir-Gulmarg-Gondola.jpg)
કાશ્મીર કેવી રીતે પહોંચવું? - How To Reach Kashmir
કાશ્મીર જવા માટે ટ્રેન અને ફ્લાઇટ યોગ્ય વિકલ્પ છે. અમદાવાદ થી જમ્મુની ટ્રેન કાશ્મીર જવા યોગ્ય વિકલ્પ છે. જમ્મુથી કાશ્મીર જવા માટે ઘણી બસો અને ખાનગી વાહનો ઉપલબ્ધ છે. કાશ્મીરમાં શ્રીનગર એરપોર્ટ છે. તમે દિલ્હીથી ફ્લાઇટ પકડી શ્રીનગર જઇ શકો છો. તો અમદાવાદથી વાયા દિલ્હી શ્રીનગરની ફ્લાઇટમાં બેસી તમે લગભગ 6 કલાકની અંદર કાશ્મીર પહોંચી શકો છે. દિલ્હીથી કાશ્મીર આવવા માટે ઘણી બસો ઉપલબ્ધ છે.
કાશ્મીર સુરક્ષાની દ્રષ્ટિએ કેટલું સુરક્ષિત છે?
કાશ્મીર સુરક્ષાની દ્રષ્ટિએ સુરક્ષિત રાજ્ય છે. કલમ 370 નાબૂદ કર્યા બાદ જમ્મુ - કાશ્મરીમાં શાંતનો માહોલ છે. વિવાદિત કલમ નાબૂદ થયા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ કાશ્મીર ફરવા જાય છે. છતાં કાશ્મીર પ્રવાસ જવાની પહેલા અને પ્રવાસ દરમિયાન સાંપ્રત પ્રવાહ અને સમાચારો વિશે જાણકારી રાખવી જોઇએ.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/kashmir-valley.jpg)
આ પણ વાંચો | પ્રવાસઃ કેરળના 5 હિલ સ્ટેશન, સમર વેકેશન અને હનીમુન માટે બેસ્ટ ડેસ્ટિનેશન
કાશ્મીર પ્રવાસ માટે શું તૈયાર કરવી?
કાશ્મીર પ્રવાસ માટે થોડીક એડવાન્સ તૈયારી કરવી પડી શકે છે. કાશ્મીર ઠંડુ પ્રદેશ છે. આથી ઠંડી સામે રક્ષણ માટે તમારે ગરમ કપડા અને ઈનર વેર, સ્વેટર, જેકેટ, ગરમ હાથ મોજા અને ટોપીની જરૂર પડશે. કાશ્મીર પ્રવાસ દરમિયાન સાથે રેઇનકોટ પણ રાખવો. પગમાં પહેરવા ગરમ મોજા અને સારી કંપનીના શુઝના ખરીદી લેવા જોઇએ. જો તમને કોઇ બીમારી હોય કે સારવાર ચાલી રહી હોય તો દવા સાથે રાખવી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us