/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/kashmir-snowfall-.jpg)
કાશ્મીરની હિમવર્ષાનો નજારો એકદમ આહલાદક હોય છે (Source: ANI File Photo)
Kashmir winter season 2025 : કાશ્મીરની હિમવર્ષાનો નજારો એકદમ આહલાદક હોય છે અને બધા તેને જીવનમાં એક વખત જોવા માંગે છે. કાશ્મીરમાં નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન બરફવર્ષા થાય છે. આ ઋતુ અહીંના સૌથી ઠંડા મહિનાઓમાંથી એક છે. જ્યારે તાપમાન એટલું નીચું જાય છે કે બરફ જામવા લાગે છે અને આખું કાશ્મીર સફેદ ચાદર ઓઢી લેશે. તો તમે અહીં ડિસેમ્બર મહિનામાં બરફ જોવા માટે જઇ શકો છો. જો સમય ન હોય તો તમે ફેબ્રુઆરી સુધી ગમે ત્યારે અહીં જઈ શકો છો.
કાશ્મીરમાં હિમવર્ષાની મુલાકાત લેવા માટેના સ્થળો
ડલ સરોવર
ડલ સરોવર શ્રીનગરના સૌથી સુંદર સ્થળોમાંથી એક છે. શિયાળામાં તે આંશિક રીતે થીજી જાય છે અને શિકારાની સવારી પણ મર્યાદિત હોય છે. આ સમય દરમિયાન હાઉસબોટમાં રહેવું શાનદાર લાગે છે અને આરામદાયક અનુભવ પ્રદાન કરે છે. પાછળ સુંદર સફેદ પર્વત, સામે બ્લૂ તળાવ મનને ખુશ કરી દે છે.
સોનમર્ગ
સોનમર્ગ ડિસેમ્બરમાં સફેદ બરફની ચાદરમાં ઢંકાઈ જાય છે, જે તેને સ્નો ટ્રેક માટે એક પરફેક્ટ સ્થળ બનાવે છે. થીજેલા ગ્લેશિયર આ મોસમમાં મુખ્ય આકર્ષણોમાંથી એક છે. સોનમર્ગની મુલાકાત લીધા પછી તેની મુલાકાત લેવી જ જોઇએ.
ગુલમર્ગ
ગુલમર્ગ બરફના શોખીનો માટે સ્વર્ગ સમાન છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી અહીં હિમવર્ષા શરૂ થઈ જાય છે. આ સિઝનમાં ત્યાં તમે સ્કીઇંગ અને સ્નોબોર્ડિંગ જેવી સ્પોર્ટ્સ એક્ટિવિટીની મજા પણ લઇ શકો છો.
આ પણ વાંચો - તમે તો નથી ખાઇ રહ્યાને નકલી કાજુ? આ 5 આસાન રીતથી અસલી કાજુની ઓળખ કરો
પહેલગામ
પહેલગામ એક વન્ડરલેન્ડ છે. આ શહેર બરફની જાડી ચાદરથી ઢંકાયેલું છે અને સ્કીઇંગ અને સ્નોબોર્ડિંગ માટે યોગ્ય સ્થળ છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા અને સ્વસ્થતા જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. જોકે થોડા મહિના પહેલા અહીં આતંકવાદી હુમલો થયો હતો. જેથી પ્રવાસીઓની સંખ્યા ઓછી થઇ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us