Kathiyawadi Bharelo Bajra Rotla Recipe In Gujarati : બાજરીનો રોટલો શિયાળામાં ખાવાની મજા જ અલગ હોય છે. ખાસ કરીને શિયાળામાં બાજરીનો રોટલો રીંગણના ઓળા સાથે ખાવામાં આવે છે. ગ્લુટેન ફ્રી બાજરીમાં ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ રાખે છે. બાજરીના લોટ માંથી રોટલો, વડા, રાબ સહિત ઘણી વાનગીઓ બને છે. જો તમે બાજરીનો સાદો રોટલો ખાઇને કંટાળી ગયા છો તો તમારે કાઠિયાવાડી બાજરીનો ભરેલો રોટલો ટ્રાય કરવો કરો. લીલા લસણ અને લીલા મરચાથી ભરપૂર બાજરીનો ભરેલો રોટલા એક વાર ખાશો તો ફરી ફરીને માંગશો. ચાલો જાણીયે કાઠિયાવાડી બાજરીનો ભરેલો રોટલો બનાવવાની રીત.
બાજરીનો ભરેલો રોટલો બનાવવા માટે સામગ્રી
બાજરીનો લોટલીલું લસણલીલી ડુંગળીલીલા મરચાલીલી મેથીલીલું કોથમીરહળદરહીંગધાણા જીરું પાઉડરઆખું જીરુંદેશી ઘીમીઠુંપાણી
કાઠિયાવાડી ભરેલો બાજરીનો રોટલો બનાવવાની રીત
લીલું લસણ અને ડુંગળી સમારો
બાજરીનો ભરેલો રોટલો બનાવવા માટે સૌ પ્રથમ રોટલાની અંદર ભરવાનો મસાલો એટલે કે સ્ટફિંગ તૈયાર કરો. તેની માટે સૌથી પહેલા લીલું લસણ, લીલી મેથી, લીલી ડુંગળી, લીલા મરચા અને લીલું કોથમીર પાણીમાં સારી રીતે ધોઇ લો. બધું જ પાણી સુકાઇ ગયા બાદ બધી શાકભાજીને ઝીણી ઝીણી સમારો.
સ્ટફિંગ માટે મસાલો તૈયાર કરો
ગેસ ચાલુ કરી એક કઢાઇમાં તેલ ગરમ કરો, તેમા જીરું અને હિંગનો તડકો લગાવો. પછી ઝીણું સમારેલું લીલું લસણ, લીલી મેથી, લીલી ડુંગળી, લીલા મરચા અને લીલું કોથમીર ઉમેરી સહેજ સાંતળી લો. આ શાકભાજીને બહું પકવવાના નથી. છેલ્લે હળદર, ધાણા જીરું અને મીઠું ઉમેરી મસાલાને સહેજ પકવવા દો. પછી ગેસ બંધ કરી દો અને મસાલાને ઠંડું થવા દો.
બાજરીનો રોટલો બનાવો
એક મોટા વાસણમાં બાજરીનો લો, પછી તેમા મીઠું અને પાણી ઉમેરી હાથ વડે લોટ બરાબર મસળો. જો તમને હાથથી ટીપીને બાજરીનો રોટલો બનાવતા આવડતું હોય તો સારું નહીંત્તર રોટલી જેમ પાટલી પર વણીને પણ રોટલો બનાવી શકાય છે. બાજરીના લોટના લુઆમાં વચ્ચે લીલા લસણનો મસાલો ભરો. પછી હાથ વડે ધીમે ધીમે ટીપીને રોટલો બનાવો. બીજી રીત એ છે કે આલુ પરાઠા જેમ લોટમાં મસાલો ભરીને પણ બાજરીનો ભરેલો રોટલો બનાવી શકાય છે.
બાજરીનો રોટલો શેકો
હવે ગેસ પર એક માટીને તાવડી ગરમ કરો. તેના બાજરીનો ભરેલો રોટલો શેકો. રોટલો બંને બાજુથી 5 થી 7 મિનિટ બરાબર શેકો. હાથથી બનાવેલો હશે તો બાજરીનો રોટલો વચ્ચેથી સારી રીતે ભૂલશે. બાજરીનો રોટલો બરાબર શેકાઇ જાય એટલે ગેસ પરથી ઉતારી લો. પછી બાજરીના રોટલાનું ઉપરનું પડ ઉખાડી લો, તેમા દેશી ઘી લગાવો.
આ પણ વાંચો | બાજરીનો લસણિયો રોટલો, એક વાર ખાશો તો ફરી માંગશો, ઘરે આ રીતે બનાવો
ભરેલો બાજરીનો રોટલો રીંગણના ઓળા સાથે સર્વ કરો
બાજરીનો ભરેલો રોટલો કઢી, રીંગણનું ભરથું, ગોળ અને લસણની ચટણી સાથે ખાઇ શકાય છે. શિયાળાની ઠંડીમાં લીલા લસણ વાળો બાજરીને ભરેલો રોટલો ખાવાથી શરીરમાં ગરમાહટ રહે છે.





