Kaju Gathiya Sabji : ઢાબા જેવું કાજુ ગાંઠિયા શાક, ઘરમાં કોઇ શાકભાજી ન હોય ત્યારે જરૂર ટ્રાય કરો

Kaju Gathiya Nu Shaak Recipe In Gujarati : ઘણા લોકોને કાજુ ગાંઠિયાનું શાક ખાવું ગમે છે. અહીં પરફેક્ટ માપ સાથે ઢાબા સ્ટાઇલમાં કાજુ ગાંઠિયાનું શાક બનાવવાની રેસીપી આપી છે. ઘરમાં કોઇ શાકભાજી ન હોય ત્યારે આ શાકની રેસીપી જરૂર ટ્રાય કરવી જોઇએ.

Written by Ajay Saroya
September 03, 2025 11:38 IST
Kaju Gathiya Sabji : ઢાબા જેવું કાજુ ગાંઠિયા શાક, ઘરમાં કોઇ શાકભાજી ન હોય ત્યારે જરૂર ટ્રાય કરો
Kaju Gathiya Shaak Recipe In Gujarati : કાજુ ગાંઠિયાનું શાક. (Photo: @satyanarayan_kathiyawadi)

Dhaba Style Kaju Gathiya Ku Shaak Recipe In Gujarati : ગુજરાતની કાઠિયાવાડી વાનગીઓ બહુ પ્રખ્યાત છે. ઘણા લોકોને હોટેલ અને ઢાબા પર જમવા જાય ત્યારે કાજુ ગાંઠિયાનું શાક ઓર્ડર કરે છે. શું તમને પણ આ શાક ખાવું ગમે છે? હા, તો અહીં ઢાબા સ્ટાઇલમાં કાજુ ગાંઠિયાનું શાક બનાવવાની સરળ રેસીપી આપી છે. અહીં પરફેક્ટ માપ સાથે ઢાબા સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક બનાવવાની રીત જણાવી છે. ઘરમાં કોઇ શાકભાજી ન હોય ત્યારે આ શાકની રેસીપી જરૂર ટ્રાય કરવી જોઇએ.

ઢાબા સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક બનાવવા માટે સામગ્રી

ગાંઠિયા – 1 કપકાજુ – 1 કપટામેટા પ્યુરી – 1 મોટી વાટકીગરમ પાણી – 1 કપમલાઇ – 1 ચમચીતેલ – 4 ચમચીજીરું – 1 ચમચીહિંગ – 1 નાની ચમચીડુંગળી – 1/2 કપલસણ – 7 – 8 કળીમીઠું – 1 ચમચીલાલ મરચું પાઉડર – 1 ચમચીહળદર પાઉડર – 1 ચમચીધાણા જીરું પાઉડર – 1 ચમચીગરમ મસાલો – 1/2 ચમચીચણાનો લોટ – 2 ચમચીપાણી – 1/2 કપલીલા મરચા – 1 ચમચીઆદું પેસ્ટ – 1 ચમચી

કાજુ ગાંઠિયા શાક બનાવવાની રીત

કાજુ ગાંઠિડાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ લસણ મરચાની પેસ્ટ તૈયાર કરો. તેની માટે એક ખાંડણીમાં 7 – 8 લસણની કળી અને લાલ મરચું નાંખીને ખાંડી લો. આ પેસ્ટ એક વાટકીમાં કાઢો. પછી તેમા 1 -1 ચમચી લાલ મરચું, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર, 2 ચમચી ચણાનો લોટ અને અડધી ગરમ મસાલો ઉમેરો, પછી અડધો કપ પાણી નાંખી પેસ્ટ બનાવો. ચણાનો લોટ ઉમેરવાથી સબ્જીની ગ્રેવી ઘટ્ટ થશે.

ટામેટા ઝીણા સમારી મિક્સર જારમાં પ્યુરી બનાવો. એક વાટકીમાં પાણી નાંખી 1 કપ કાજુ પલાળી રાખો.

ગેસ ચાલુ કરી પર એક કઢાઇમાં 4 ચમચી તેલ ગરમ કરો, પછી તેમા 1 ચમચી જીરું સાંતળી લો. હવે અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી સાંતળો. ડુંગળી સહેજ બ્રાઉન થાય પછી ઝીણા સમારેલા લીલા મરચા અને 1 ચમચી આદુંની પેસ્ટ સાંતળો.

હવે કઢાઇમાં લસણ મરચાની પેસ્ટ અને ટામેટાની પ્યુરી ઉમેરી મસાલો ફ્રાય કરો. મસાલા માંથી તેલ છુંટુ પડે એટલે તેમા એક ચમચી ફ્રેશ મલાઇ ઉમેરો. પછી પલાળેલા કાજુ અને 1 કપ પાણી ઉમેરી શાકને પકવવા દો.

હવે મસાલામાં ગાંઠિયા ઉમેરી કઢાઇને ઢાંકી દો અને શાકને 2 – 3 મિનિટ પકવવા દો. કાજુ ગાંઠિયાનું શાક બની એટલે લીલુ કોથમીર અને લીંબુનો રસ ઉમેરી સર્વ કરો. ગરમા ગરમ કાજુ ગાંઠિયાનું શાક પરોઠા, રોટલી સાથે ખાવાની મજા પડશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ