scorecardresearch

બ્યુટી ટિપ્સ: હેલ્થી અને ગ્લોઈંગ સ્કિન માટે કેટરિના કૈફનું મોર્નીગ રૂટિન કરો ફોલૉ

કેટરિનાએ કહ્યું કે જે દિવસોમાં તે કામ કરતી નથી, ત્યારે તે તેના દિવસનો મેકઅપ હળવો અને કુદરતી દેખાવાનું પસંદ કરે છે. તેણે એ પણ શેર કર્યું કે તેને સવારે તેના ચહેરા પર બરફ લગાવવો ગમે છે જે બળતરા ઘટાડવા અને તમારી ત્વચાને તાજગી આપવા માટે એક સરસ હેક છે.

Katrina Kaif was last seen in Phone Bhoot. (Photo: Instagram/@katrinakaif)
કેટરીના કૈફ છેલ્લે ફોન ભૂતમાં જોવા મળી હતી. (ફોટો: Instagram/@katrinakaif)

કેટરિના કૈફની અદભૂત કુદરતી સુંદરતા દરેક ચાહકને માટે મનમોહક છે. તાજેતરમાં, કેટરિનાએ તેની સવારની સ્કિનકેર રૂટિન વિશે ખુલાસો કર્યો હતો, અને તે સ્કિન પર ગ્લો લાવવા માટે તેની સ્કિન માટે સૌથી વધુ શું કરવાનું પસંદ કરે છે. તેણે વીડિયોમાં જણાવ્યું હતું કે, “સારી સ્કિનકેર રૂટિન એ તમારા સૌંદર્ય શાસનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. હું દરરોજ સવારની શરૂઆત બે ગ્લાસ ગરમ પાણીથી કરું છું, ત્યારબાદ સેલરી (વનસ્પતિ) જ્યુસ પીઉં છું.”

અભિનેત્રીએ ઉમેર્યું હતું કે, “તે પછી, મને મારી ત્વચા માટે જે કરવાનું ગમે છે તે ફેસ મસાજ છે. મને લાગે છે કે તે ખૂબ અન્ડરરેટેડ છે. તે તમારા ચહેરાના રૂપરેખા માટે અદ્ભુત છે. અને આજકાલ, તમે અનુસરી શકો તેવા ઘણા અદ્ભુત વિડિયો છે અને તે તમને ચહેરાની મસાજ કરવાની વિવિધ રીતો બતાવશે.”

આ પણ વાંચો: વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ 2023: તમારી ન્યુરોલોજીકલ સ્થિતિ વિશે જાણવું છે જરૂરી

કેટરિનાએ કહ્યું કે જે દિવસોમાં તે કામ કરતી નથી, ત્યારે તે તેના દિવસનો મેકઅપ હળવો અને કુદરતી દેખાવાનું પસંદ કરે છે. તેણે એ પણ શેર કર્યું કે તેને સવારે તેના ચહેરા પર બરફ લગાવવો ગમે છે જે બળતરા ઘટાડવા અને તમારી ત્વચાને તાજગી આપવા માટે એક સરસ હેક છે.

આ પણ વાંચો: ગર્ભાવસ્થા દરમિયાન કોવિડ -19 બાળકોમાં સ્થૂળતાનું જોખમ વધારી શકે : અભ્યાસ

તેણે ઉમેર્યું હતું કે, “ક્યારેય તમારો નાસ્તો કરવાનું ભૂલવું નહિ. જો તમને જરૂરી લાગે તો બે નાસ્તો પણ કરો, તેણે કહ્યું હતું કે, .કેટરિનાએ ઈડલીને તેના “મીડ મોર્નીગનનો નાસ્તો” અથવા “બીજો નાસ્તો” તરીકે વર્ણવ્યો અને કહ્યું કે તે “સરળ અને કમ્ફર્ટ ફૂડ ખાવાનું પસન્દ કરે છે ” અને ભાત ખાવાથી ડરતી નથી. “ઇડલી કુદરતી રીતે આથો આપતા ચોખા અને અડદની દાળના ખીરામાંથી બનાવવામાં આવે છે. હું તેને વધુ આથો લાવવા માટે થોડું દહીં પણ ઉમેરું છું (આનાથી ઇડલી ફ્લફીયર બને છે),”.

Web Title: Katrina kaif beauty skincare health fitness food nutrition diet meals benefits awareness ayurvedic life style

Best of Express