Katrina Kaif Fitness | કેટરિના કૈફ (Katrina Kaif) બોલિવૂડની સૌથી સુંદર, સ્ટાઇલિશ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે. વર્ષ 2024 માં યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં, ન્યુટ્રિશનિસ્ટએ અભિનેત્રીના ડાયેટ પ્લાન વિશે વિગતવાર સમજાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, “તે દિવસમાં ફક્ત બે વાર ખાય છે અને દર બે કલાકે કંઈક ખાતી રહે છે.”અહીં કેટરિના કૈફનો ફિટનેસ મંત્ર
કેટરિના કૈફ ફિટનેસ સિક્રેટ (Katrina Kaif Fitness Secret)
કેટરિના કૈફ ભારતીય અને એશિયન ભોજન પસંદ કરતી સેલિબ્રિટી હોવા છતાં તે હંમેશા ઘરે બનાવેલો ખોરાક ખાય છે અને તેને પોતાની સાથે રાખે છે. તે એક જ પ્રકારનો ખોરાક ખાય છે. તેની જીવનશૈલી એવી છે કે તે વહેલા સૂઈ જાય છે અને વહેલા ઉઠે છે.”
તેમણે વધુમાં કહ્યું કે, કેટરિના પાચનમાં મદદ કરવા અને સ્વસ્થ રહેવા માટે કાળા કિસમિસ ખાય છે અને વરિયાળી ચાવે છે. તે તેના શરીરને ડિટોક્સિફાય કરે છે. કેટરિના કૈફ તેના સંપૂર્ણ આહારમાં પ્રોટીન અને શાકભાજી લે છે. ઘણીવાર દિવસમાં ફક્ત બે જ વાર ખાય છે. આ સાથે, તે દૂધીનો રસ, કાળા કિસમિસ અને વરિયાળી જેવી આયુર્વેદિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. તે ઓઇલ પુલિંગ પણ કરે છે. તે નિયમિતપણે કસરત કરે છે. કેટરિના દરરોજ ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવાનો પ્રયાસ કરે છે. તે ઇલેક્ટ્રોલાઇટ્સ માટે નારિયેળ પાણી પણ પીવે છે.
કેટરિના કૈફની ફિટનેસમાં ફંક્શનલ ટ્રેનિંગ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને કાર્ડિયોનો સમાવેશ થાય છે. પાચન અને એકંદર સ્વાસ્થ્ય સુધારવા માટે, તે શતાપાવલીનો અભ્યાસ કરે છે, જેમાં દરેક ભોજન પછી 100 પગલાં ચાલવાનો સમાવેશ થાય છે.