કેરાટિન હેર ટ્રીટમેન્ટ: 7 મહત્વપૂર્ણ ફેક્ટ વિશે તમારે જાણવું જોઈએ

કેરાટિનની કરેલી ટ્રીટમેન્ટ 2-4 મહિના સુધી રહે છે.આ તમારા ઓરીજનલ હેયર અને કેટલી વાર હેયર વૉશ કરો છો તેના પર આધાર રાખે છે. શ્રેષ્ઠ પરિણામો 4 મહિના સુધી જોવા મળે છે, જેના પછી હેયર પાછા મૂળ અવસ્થામાં આવે છે.

Written by shivani chauhan
March 26, 2023 09:23 IST
કેરાટિન હેર ટ્રીટમેન્ટ: 7 મહત્વપૂર્ણ ફેક્ટ વિશે તમારે જાણવું જોઈએ
કેરાટિન ટ્રીટમેન્ટને લાંબા સમયથી ટ્રીટમેન્ટ તરીકે વેચવામાં આવે છે જે વાળને મદદ કરે છે અને ખોવાયેલા કેરાટિનને બદલે છે. આ સત્યથી દૂર છે.

ઘણી સ્ત્રીઓ તેમના વાળની ખોવાયેલી ચમક પાછી મેળવવા માટે કેરાટિન હેર ટ્રીટમેન્ટ પસંદ કરે છે અને તેનાથી નુકસાન અને તૂટવાની સંભાવના ઓછી કરે છે. આ એક એવી પ્રક્રિયા છે જે દરમિયાન સ્ટાઈલિસ્ટ વાળને સીલ કરવા માટે સ્ટ્રેટનરનો ઉપયોગ કરતા પહેલા કેરાટિન આધારિત પ્રોડક્ટ લગાવામાં આવે છે, આ પ્રક્રિયા ફ્રિઝી અને ડેમેજ હેયરને સ્મૂથ બનાવીને રેશમી, ચમકદાર દેખાવ આપવામાં મદદ કરી શકે છે. જ્યારે આ ટ્રીટમેન્ટના સ્પોર્ટ્સ કહે છે કે તે વાળને વધુ વ્યવસ્થિત અને ફ્રિઝ-ફ્રી બનાવે છે, ત્યારે જાણકાર કહે છે કે, કેરાટિન હેર ટ્રીટમેન્ટ લેતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રખવા જેવી છે.

ડર્મેટોલોજિસ્ટ ડૉ. આંચલ પંથે, કેરાટિન હેર ટ્રીટમેન્ટ સંબંધિત સાત મહત્વપૂર્ણ તથ્યો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા,

કેરાટિનની કરેલી ટ્રીટમેન્ટ 2-4 મહિના સુધી રહે છે.

આ તમારા ઓરીજનલ હેયર અને કેટલી વાર હેયર વૉશ કરો છો તેના પર આધાર રાખે છે. શ્રેષ્ઠ પરિણામો 4 મહિના સુધી જોવા મળે છે, જેના પછી હેયર પાછા મૂળ અવસ્થામાં આવે છે.

આ પણ વાંચો: 35 વટાવી ચૂકેલી મહિલાઓને આ પાંચ બીમારીનો ખત્તરો, આ વોર્નિંગ સાઇન દેખાવા પર થઇ જજો સતર્ક

એનિમલ વૂલ કેરાટિનનો ઉપયોગ થાય છે.

શેડ વૂલ હાઇડ્રોલાઇઝ્ડ કેરાટિનનો ઉપયોગ ક્યુટિકલને સીલ કરવા માટે થાય છે. પ્રક્રિયા દરમિયાન, વાળના ડિસલ્ફાઇડ બોન્ડ્સ તૂટી જાય છે અને પછી વાળના શાફ્ટ પર કેરાટિન લાગુ કરવામાં આવે છે, જેને સ્ટ્રેટનર અને બ્લો ડ્રાયિંગ વડે હીટ લગાવીને વધુ સીલ કરવામાં આવે છે.

https://www.instagram.com/p/CpzaNfdA3MA/?utm_source=ig_embed&ig_rid=5cb61ab9-4394-40e9-ad58-6a6e7e801a2d

2-3 મહિના પછી વાળ ખરી શકે છે

આને ટેલોજન એફ્લુવિયમ કહેવામાં આવે છે, અને તે સામાન્ય રીતે સેલ્ફ-લીમિટિંગ હોય છે. ગ્લોબલ ડર્મેટોલોજી એક્સપર્ટ, રા સ્કિન એન્ડ એસ્થેટિક્સના સ્થાપક ડૉ. રશ્મિ શેટ્ટીએ સમજાવ્યું હતું કે,” વધારે વાર કેરાટિન કરવાથી, તે વધુ કેરાટિનને પ્લગ કરવાની આવશ્યકતા નથી, પરંતુ ઉપરથી વધારાના ક્યુટિકલ્સને કાપીને તમારા વાળના સેરને વધુ પાતળા કરી શકે છે, જે આખરે વાળને મુલાયમ બનાવે છે.

ફોર્માલ્ડીહાઈડ- ફ્રી કેરાટિન સારવાર પણ ફોર્માલ્ડીહાઈડ મુક્ત કરે છે

સામગ્રીની યાદીમાં ફોર્માલ્ડીહાઈડનો ઉલ્લેખ ન હોવા છતાં,હિટિંગ પ્રોસેસ તમામ કેરાટિન સારવારમાં ફોર્માલ્ડીહાઈડ મુક્ત કરે છે. આનાથી ત્વચામાં બળતરા અને આંખોમાં બળતરા થઈ શકે છે. વધુમાં, નિષ્ણાતે શેર કર્યું કે સારવારમાં અન્ય રસાયણોનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેનો ધૂમાડો કાર્સિનોજેનિક હોઈ શકે છે, જેના કારણે સારવાર સેફ કહી શકાય નહિ . ડૉ. શેટ્ટીએ કહ્યું હતું કે, “ફોર્માલ્ડિહાઇડનો ઉપયોગ ન કરવાનો દાવો કરતી સારવારમાં પણ, રસાયણોનો ધૂમાડો ફેફસાં માટે ખૂબ આરોગ્યપ્રદ નથી.”

વારંવાર ટ્રીટમેન્ટ કરવાથી વાળના શાફ્ટને નુકસાન થાય છે

આકાર બદલવા માટે વાળના શાફ્ટના ડિસલ્ફાઇડ બોન્ડ તૂટી જતાં, તે વાળના શાફ્ટને ઇજા પહોંચાડે છે. એકવાર સારવારની અસરો બંધ થઈ જાય તે પછી આ વાળને વધુ ફ્રિઝર અને વધુ બેકાબૂ બનાવી શકે છે.

આ પણ વાંચો: કોવીડ-19 અપડેટ : દેશમાં નવા XBB.1.16 કોવિડ સબ-વેરિઅન્ટ કેસોમાં વધારો

વાળ માટે તેટલું “લાભકારક” નથી જેટલું માર્કેટિંગ થાય છે

કેરાટિન ટ્રીટમેન્ટ લાંબા સમયથી એક ટ્રીટમેન્ટ તરીકે માર્કેટિંગ કરવામાં આવી છે જે ખોવાયેલા કેરાટિનને બદલીને વાળને મદદ કરે છે. આ સત્યથી દૂર છે. ફક્ત વાળ ચમકદાર દેખાય છે તેનો અર્થ એ નથી કે તે વાળના બંધારણ માટે સારા છે. તે ન તો તમારા વાળને મજબૂત બનાવે છે, તે વાળને ફ્રિઝી બનાવે છે.

જો કે, ડૉ. શેટ્ટીએ જણાવ્યું હતું કે, “જેઓ ખરબચડા, શુષ્ક અને વ્યવસ્થિત વાળ ધરાવે છે અને પહેલેથી જ રોજિંદા ધોરણે હીટ સ્ટાઇલ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યાં છે, તેમના માટે આ ટ્રીટમેન્ટ એક વખતની હીટ ટ્રીટમેન્ટ તરીકે ફાયદાકારક બની શકે છે.”

વર્ષમાં એક કે બે વાર જ કરાવી શકાય

આપણે બધા જાણીએ છીએ કે ફ્રિઝી હેયરને મેનેજ કરવું કેટલું મુશ્કેલ હોઈ શકે છે અને આ ટ્રીટમેન્ટ સ્ટાઇલના સમયને ઘટાડી શકે છે અને સમય બચાવી શકે છે. તેથી, તમે તેને વર્ષમાં એક કે બે વાર કરવાનું વિચારી શકો છો. હેર બોટોક્સ એ એક સારો વિકલ્પ છે જે વાળને કેરાટિન જેટલું નુકસાન કરતું નથી.

નિષ્કર્ષમાં, ડર્મેટોલોજિસ્ટએ કંડિશનિંગ, હાઇડ્રેટિંગ અને તમારા વાળને સુરક્ષિત કરવા અને સુધારવા માટે જરૂરી તમામ સૂક્ષ્મ પોષકતત્ત્વો ધરાવતા એનાજેન સપ્લિમેન્ટ્સ લેવા દ્વારા વાળની સારી કાળજી લેવાનું ચાલુ રાખવાની સલાહ આપી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ