Khajoor Anjeer Ladoo | ઉપવાસ ખાઓ આ હેલ્ધી લાડુ, જાણો ખજૂર અંજીર લાડુ રેસીપી

Khajoor Anjeer Ladoo Recipe | ખજૂર અંજીર લાડુ એટલા સ્વાદિષ્ટ છે કે તે બાળકો અને પુખ્ત વયના લોકો બંનેને ખૂબ જ ભાવે છે. સૌથી સારી વાત એ છે કે તે બનાવવા માટે ખૂબ જ સરળ છે, અને તમે તેને બનાવીને હવાચુસ્ત પાત્રમાં પણ સ્ટોર કરી શકો છો. અહીં જાણો ખજૂર અંજીર લાડુ રેસીપી

Written by shivani chauhan
September 19, 2025 13:45 IST
Khajoor Anjeer Ladoo | ઉપવાસ ખાઓ આ હેલ્ધી લાડુ, જાણો ખજૂર અંજીર લાડુ રેસીપી
Khajoor Anjeer Ladoo recipe

Khajoor Anjeer Ladoo Recipe In Gujarati | તહેવારોની મોસમ હોય કે ઉપવાસ, દરેકને મીઠાઈ ખાવાની ઈચ્છા હોય છે. પરંતુ જો તમે હેલ્ધ અને સુગર ફ્રી મીઠાઈ શોધી રહ્યા છો, તો અંજીરના લાડુ એક પરફેક્ટ ઓપ્શન છે. અંજીર અને ખજૂરથી બનેલી આ સ્વાદિષ્ટ રેસીપીમાં ખાંડ કે ગોળની જરૂર નથી. ખજૂર અને અંજીરની કુદરતી મીઠાશ, બદામ, કાજુ, પિસ્તા અને અખરોટ જેવા ડ્રાયફ્રૂટ્સ સાથે મળીને, તેને માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ સ્વસ્થ અને ઉર્જા પણ આપે છે.

ખજૂર અંજીર લાડુ એટલા સ્વાદિષ્ટ છે કે તે બાળકો અને પુખ્ત વયના લોકો બંનેને ખૂબ જ ભાવે છે. સૌથી સારી વાત એ છે કે તે બનાવવા માટે ખૂબ જ સરળ છે, અને તમે તેને બનાવીને હવાચુસ્ત પાત્રમાં પણ સ્ટોર કરી શકો છો. અહીં જાણો ખજૂર અંજીર લાડુ રેસીપી

ખજૂર અંજીર લાડુ રેસીપી

ખજૂર અંજીર લાડુ રેસીપી સામગ્રી

  • 1 કપ બારીક સમારેલ ખજૂર (લગભગ 10 થી 12 નંગ)
  • 1 કપ સમારેલ અંજીર
  • 1/4 કપ બદામ
  • 1/4 કપ કાજુ
  • 2 ચમચી પિસ્તા
  • 2 ચમચી અખરોટ
  • 1 ચમચી ઘી
  • 1/2 એલચી પાવડર
  • 2 ચમચી શેકેલા ખસખસ/તલ

ખજૂર અંજીર લાડુ બનાવાની રીત

  • સૌ પ્રથમ અંજીર અને ખજૂરને નાના ટુકડામાં કાપી લો.
  • હવે એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં બદામ, કાજુ, પિસ્તા અને અખરોટને હળવા હાથે શેકો.
  • જ્યારે તે સંપૂર્ણપણે ઠંડા થઈ જાય, ત્યારે તેને જાડા ટુકડાઓમાં કાપી લો.
  • હવે એ જ પેનમાં અંજીર અને ખજૂર ઉમેરો અને 4 થી 5 મિનિટ સુધી કુક કરો જેથી તે નરમ થઈ જાય.
  • આ પછી તેમાં સમારેલા ડ્રાય ફ્રૂટ્સ અને એલચી પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે ગેસ બંધ કરો અને મિશ્રણને થોડું ઠંડુ થવા દો.
  • આ પછી, તમારા હાથ પર થોડું ઘી લગાવો અને નાના લાડુ બનાવો.
  • જો તમે ઈચ્છો તો તમે આ લાડુઓને શેકેલા તલ/ખસખસમાં કોટ કરી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ