ખીચડી નવા વર્ષ પર સૌથી મનપસંદ ભોજન બની, ફુડ્સ એપ પર સૌથી વધારે ઓર્ડર થયા, નિષ્ણાંત પાસેથી જાણો કેમ

વધારે ભોજન, મિજબાની, ભરપૂર દારૂ અને મોજ મસ્તી માટે જાણીતી રાત્રે એટલે કે આ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કંઈક આશ્ચર્યજનક ઘટના બની. ખીચડી ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલિવરી એપ્સ પર સૌથી વધુ ઓર્ડર કરાયેલા મનપસંદ ફૂડ્સમાંથી એક હતી

વધારે ભોજન, મિજબાની, ભરપૂર દારૂ અને મોજ મસ્તી માટે જાણીતી રાત્રે એટલે કે આ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કંઈક આશ્ચર્યજનક ઘટના બની. ખીચડી ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલિવરી એપ્સ પર સૌથી વધુ ઓર્ડર કરાયેલા મનપસંદ ફૂડ્સમાંથી એક હતી

author-image
Ashish Goyal
New Update
khichdi

પોષણની દ્રષ્ટિએ ખીચડી લગભગ સંપૂર્ણ સંતુલિત છે. ચોખા અને દાળ મળીને સંપૂર્ણ પ્રોટીન આપે છે Photograph: (ફાઇલ ફોટો)

khichdi : વધારે ભોજન, મિજબાની, ભરપૂર દારૂ અને મોજ મસ્તી માટે જાણીતી રાત્રે એટલે કે આ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કંઈક આશ્ચર્યજનક ઘટના બની. ખીચડી ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલિવરી એપ્સ પર સૌથી વધુ ઓર્ડર કરાયેલા મનપસંદ ફૂડ્સમાંથી એક હતી.

Advertisment

ખીચડી ભાવનાત્મક સુરક્ષાનું પ્રતીક છે. તે શરીરમાં સરળતાથી પચી જાય છે અને તે કાળજી સાથે ખૂબ જ નજીકથી સંકળાયેલી છે. એટલે કે એ ભોજન જ્યારે આપણે બીમાર હોવા પર, થાકેલા હોવા પર અથવા આરામની જરૂર હોય ત્યારે ખાઇએ છીએ.

પોષણની દ્રષ્ટિએ ખીચડી સંપૂર્ણ સંતુલિત 

પોષણની દ્રષ્ટિએ ખીચડી લગભગ સંપૂર્ણ સંતુલિત છે. ચોખા અને દાળ મળીને સંપૂર્ણ પ્રોટીન આપે છે, જે ધીમે ધીમે કાર્બોહાઇડ્રેટ્સ અને આયર્ન, મેગ્નેશિયમ અને બી વિટામિન જેવા આવશ્યક સૂક્ષ્મ પોષકતત્ત્વો છોડે છે. ઘી, જીરું, આદુ, હળદર અને હિંગનું મિશ્રણ માત્ર પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે, પરંતુ બળતરા ઘટાડીને તેને વધુ મજબૂત બનાવે છે. તેથી ખીચડી માત્ર હળવી જ નહીં પણ પૌષ્ટિક પણ છે, ખાસ કરીને ઘણા દિવસો કે અઠવાડિયા સુધી ભારે માત્રામાં ખાધા પછી.

તહેવારો દરમિયાન પણ ખીચડીને પાચન ક્રિયામાં વ્યવસ્થિત રાખનાર ભોજન માનવાનું અન્ય એક કારણ એ છે કે તે પાચન તંત્રને આરામ આપે છે. ભારે ખોરાક, આલ્કોહોલ, અનિયમિત ખાન-પાન અને ઊંઘ બગડવાથી પાચનતંત્ર પર દબાણ પડે છે. ખીચડીથી પાચનતંત્ર આરામ મળે છે અને શરીરમાં ઊર્જાની કમી રહેતી નથી. તે બ્લડ સુગરને સ્થિર કરે છે, પેટનું ફૂલવું અટકાવે છે અને પેટની તકલીફ ઘટાડે છે, આ બધું પાર્ટીઓ પછી ખાસ કરીને મહત્વપૂર્ણ બની જાય છે.

Advertisment

સાંસ્કૃતિક પાસાની પણ મહત્વની ભૂમિકા 

આ દૃશ્યમાં એક સાંસ્કૃતિક પાસું પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ખીચડી અપનાપન, સ્નેહ અને સાદગીભર્યા જીવનની યાદ અપાવે છે. ખીચડીનો ઓર્ડર આપવો એ ફક્ત સ્વાસ્થ્ય સંબંધી નિર્ણય નથી તે એક માનસિક નિર્ણય પણ છે.આ વલણ રસપ્રદ છે પરંતુ સાથે તે ભારતીયોમાં ભોગવિલાસ પ્રત્યેના દ્રષ્ટિકોણમાં મોટા પરિવર્તનનો સંકેત પણ આપે છે. હવે તેને ફક્ત અતિરેકનો પર્યાય માનવામાં આવતો નથી.

આ પણ વાંચો - વઘારેલી ખીચડી રેસીપી

નવા વર્ષ પર ખીચડીનું લોકપ્રિય થવું એક શાંતી આપનાર ભોજન તરીકે ઉભરવું, ઉત્સવ મનાવવાની રીતને નવી રિતથી જોવાનો સંકેત છે. તેઓ હવે શોર-શરાબે અને ઉપભોગના બદલે શાંત આનંદને પ્રાથમિકતા આપે છે. તે ખાવાની એક અધિક ભાવનાત્મક રુપથી સમજદારી ભરી રીત બની ગઈ છે.

ભોજન જીવનશૈલી