Diet Tips : કિયારા અડવાણી વર્ક આઉટ કરતા પહેલા આ નાસ્તો કરે છે..

Diet Tips : કિયારા અડવાણી (Kiara Advani) નો આ નાસ્તો ઉર્જા આપે છે. જો તમે વર્કઆઉટ પહેલાં આ નાસ્તો કરવાનું વિચારી રહ્યાં છો, તો તમારી પોષક જરૂરિયાતો અને તે તમારા સ્વાસ્થ્ય (Health) માટે કેટલું ફાયદાકારક છે તે ધ્યાનમાં લો.

Written by shivani chauhan
January 25, 2024 07:00 IST
Diet Tips : કિયારા અડવાણી વર્ક આઉટ કરતા પહેલા આ નાસ્તો કરે છે..
Diet Tips : કિયારા અડવાણી વર્ક આઉટ કરતા પહેલા આ નાસ્તો કરે છે..

Diet Tips : કિયારા અડવાણી (Kiara Advani) ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તે માત્ર તેની એકટિંગ માટે જ નહીં પરંતુ તેની ફિટનેસ (fitness) માટે પણ જાણીતી છે. તમે વિચારતા હશો કે તેની ફિટનેસનું રહસ્ય શું છે? તે સોશિયલ મીડિયા પર વર્કઆઉટ (workout) ના ઘણા ફોટા અને વીડિયો શેર કરે છે,પરંતુ એક વસ્તુ જે તેના ફિટનેસમાં ઉમેરો કરે છે તે છે તેનો વર્કઆઉટ પહેલાનો નાસ્તો (pre-workout breakfast). આ નાસ્તો ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. વર્કઆઉટ કરતા પહેલા તમે જે નાસ્તો કરો છો તે તમારા શરીરને એનર્જી તો આપે જ છે, પરંતુ તે સ્વાદિષ્ટ પણ બને શકે છે. કિયારાનો નાસ્તો સ્વાદ અને પોષણમાં બનેમાં સારો છે. અભિનેત્રીનો આ નાસ્તો શું હોઈ શકે? અહીં જાણો,

કિયારાના એક વીડિયોમાં કહ્યું છે કે તે વર્કઆઉટ કરતા પહેલા પીનટ બટર (peanut butter and apples) અને સફરજન ખાય છે. જો તમે પણ સવારના નાસ્તામાં પીનટ બટર અને સફરજન ખાવાનું વિચારી રહ્યા હોવ તો તે પહેલા ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના ન્યુટ્રિશનિસ્ટ ડૉ. પ્રિયંકા રોહતગીએ જણાવ્યા મુજબ પીનટ બટર અને સફરજન ખાવાના ફાયદા જાણો.

આ પણ વાંચો: Winter Special : 100 ગ્રામ લીલા ચણામાં આટલા પોષકતત્વો હોય, જાણો

પીનટ બટર અને સફરજન ખાવાના ફાયદા

એનર્જી આપે : સફરજન સરળતાથી સુપાચ્ય કાર્બોહાઇડ્રેટ્સ ધરાવે છે, જે શારીરિક પ્રવૃત્તિ દરમિયાન સ્નાયુઓને ઊર્જા પૂરી પાડવા માટે ઉપયોગી છે. આ કાર્બોહાઇડ્રેટ્સ પણ સ્ટેમિના વધારવામાં મદદ કરે છે. તેથી વર્કઆઉટ કરતા પહેલા એક સફરજન ખાવું ફાયદાકારક છે.ફાઈબર વધુ : સફરજનમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જેનાથી બહુ ભૂખ લાગતી નથી. બ્લડ સુગર વધે, જે ઉર્જા સ્તરોમાં અચાનક સ્પાઇકનું કારણ બને છે. તેથી આ ઊર્જા વર્કઆઉટ કરતી વખતે ઉપયોગી છે.ગુડ ફેટ ધરાવે : પીનટ બટરમાં સારી મોનોઅનસેચ્યુરેટેડ અને બહુઅસંતૃપ્ત ચરબી હોય છે, જે ઉર્જા બચાવવામાં મદદ કરે છે. તેથી વર્કઆઉટ કરતી વખતે તે ફાયદાકારક છે.સ્નાયુઓને મજબૂત બનાવે : પીનટ બટરમાં રહેલું પ્રોટીન કસરત પછી સ્નાયુઓને મજબૂત કરવામાં મદદ કરે છે. વર્કઆઉટ કર્યા પછી તમને થાક નથી લાગતો.રોગપ્રતિકારક શક્તિ વધારે : પીનટ બટર અને સફરજનમાં વિટામિન અને મિનરલ્સ હોય છે. તેમાં હાજર મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન સી અને વિટામિન ઇ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Health Tips : સરગવાની શીંગનું પાણી ડાયાબિટીસમાં અસરકારક છે? એક્સપર્ટે કહ્યું..

આ નાસ્તાના ફાયદા હોવા છતાં, ડૉ. રોહતગીએ કેટલાક લોકોને આ નાસ્તો ન ખાવા માટે કહ્યું છે. કહ્યું કે “પીનટ (સીંગ) ની એલર્જી ધરાવતા લોકોએ પીનટ બટર ખાવાનું ટાળવું જોઈએ. ડાયાબિટીસવાળા લોકોએ ખાસ કરીને સફરજનમાં કાર્બોહાઇડ્રેટ્સ અને બ્લડ સુગરની માત્રા વિશે સાવચેત રહેવું જોઈએ. જે લોકો ઓછી ચરબીવાળો ખોરાક ખાવા માંગે છે અથવા પેટને લગતી સમસ્યાઓ છે તેઓએ પણ સફરજન અને પીનટ બટર ટાળવું જોઈએ.

આ પૌષ્ટિક નાસ્તો ઘણા લોકોને ઘણી ઉર્જા આપે છે. જો તમે વર્કઆઉટ પહેલાં આ નાસ્તો કરવાનું વિચારી રહ્યાં છો, તો તમારી પોષક જરૂરિયાતો અને તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે તે ધ્યાનમાં લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ